________________
જ
જુન : ૧૯૩૯ તેમની આજ્ઞાનું પાલન ‘ઉત્તરદિશામાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્ત’ના દેશોમાં થતું જણાવ્યું છે.
૩૬૬ પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી લખે છે કે “ગુજરાત અથવા અણહિલ્લવાડના રાજ્યની સીમા ઘણી વિશાલ માલુમ પડે છે. દક્ષિણમાં ઠેઠ કોલ્હાપુરના રાજા તેની આજ્ઞા માનતા હતા અને ભેટ મોકલતા હતા. ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટ આવતી હતી. પૂર્વમાં ચેદીદેશ તથા યમુનાપાર અને ગંગાપારના મગધદેશ સુધી આણ પહોંચી હતી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તથા સિંધુ અને પંજાબનો પણ કેટલોક ભાગ ગુજરાતના તાબામાં હતો.૨૯૨
૩૬૭ રાજસ્થાનના ઇતિહાસ'ના કર્તા કર્નલ ટૉડસાહેબને ચિતોડના કિલ્લામાં રાણા લખણસિંહના મંદિરમાં એક સં. ૧૨૦૭નો શિલાલેખ મળ્યો હતો, તેમાં મહારાજા કુમારપાલના સંબંધમાં લખ્યું છે કે મહારાજા કુમારા પાસે પોતાના પ્રબળ પરાક્રમથી સર્વશત્રુઓને દળી નાંખ્યા, તેમની આજ્ઞાને પૃથ્વી પરના સર્વરાજાઓએ પોતાને મસ્તકે ચઢાવી. તેમણે શાકંભરીના રાજાને પોતાના ચરણોમાં નમાવ્યો @ તેમણે ખુદ હથિયાર ધારણ કરી સવાલક્ષ (દેશ) પર્વત ચઢીને સર્વગઢપતિઓને નમાવ્યા. સાલપુર (પંજાબ) સુદ્ધાંને પણ તેમણે તે પ્રમાણે વશ કર્યા” (વેસ્ટર્ન ઇંડિયા-ટૉડકૃત.) તેમના સૈન્ય કોકણના સિલ્હાર વંશના રાજા મલ્લિકાર્જુનને પણ જીત્યો હતો.
(ચાલુ)
ઉપદેશ પ્રસાદ આદિ અનેક અન્યગ્રંથોમાં તેમનું વર્ણન મળે છે. કુમારપાલ સંબંધમાં ખુદ હેમચંદ્રાચાર્યે પ્રાકૃતમાં દ્વયાશ્રય કાવ્ય રચ્યું છે.
૨૯૦ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી પ્રસિદ્ધ થયેલ હિંદીમાં કુમારપાલ ચરિતની હિંદી પ્રસ્તાવના. ર૧૨ શસ્વથ વળાં, તેવુ વિરતેવુ વા પોષ મહીનાથ, સિદ્ધાધીશે વિનંતિ . પ્રભાવક ચરિત્ર પ્ર. ૩૯૩.
૨૯૨ ઓઝાજી જણાવે છે કે “કુમારપાલ ઘણા પ્રતાપી અને નીતિનિપુણ હતા, તેમના રાજયની સીમા દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને માલવા તથા રાજપૂતાના કેટલાએક ભાગો પણ તેમને આધીન હતા.” (રા. ઈ. ૧. ૨૧૯.)
૨૯૩ કુમારપાલે ચૌહાણ રાજા અર્ણોરાજ પર સં. ૧૨૦૭ માં ચઢાઈ કરી તેને હરાવ્યો હતો, અને ત્યાંથી ચિતોડની શોભા જોવા જતાં ત્યાંના ભોજરાજા ઉર્ફે ત્રિભુવનનારાયણા ત્રિમૂર્તિવાળા શિવના મંદિરમાં દર્શન કર્યા અને તે માટે એક ગામ ભેટ કરી તેનો શિલાલેખ કરાવ્યો તે હાલ મોજુદ છે. (ઓઝાજી ના પ્ર૦પત્રિકા ભાગ ૩-૧ પૃ. ૧૭) આ સમયમાં લગભગ અર્ણોરાજ-આનાના પુત્ર વિગ્રહરાજે (ચોથા વીસલદેવે) તંવરો-તોમારો પાસેથી દિલ્હી લીધું ને ત્યારથી દિલ્હીનું રાજય અજમેર રાજ્યનું સૂબા બન્યું (ઓઝાજી રા. ઈ. ૧, ૨૩૪)