________________
. ( જુન ૧૯૩૯ )
શ્રી સિદ્ધચક થઈ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હશે ત્યાં તેમને વંદના કરવા માટે તે રાજા પોતાના શ્રાવકમંત્રીઓની સાથે આવશે. ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્ત્વને નહિ જાણતાં છતાં પણ, તે રાજા શુદ્ધભાવથી આચાર્યને વાંદરો. પછી તેમના મુખથી શુદ્ધધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને ને રાજા સમકિતપૂર્વક અણુવ્રત (શ્રાવકનાં વ્રતો સ્વીકારશે. પછી સારા બોધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારનો પારગામી થશે અને રાજસભામાં બેઠો છતાં પણ, તે ધર્મગોષ્ઠીથી પોતાના આત્માને રમાડશે અર્થાતુ ધર્મચર્ચા કરશે. પ્રાયઃ નિરંતર બ્રહ્મચર્યને પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમો વિશેષ પ્રકારે ગ્રહણ કરશે. સદ્બુદ્ધિમાનું તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને તજી દેશે એટલું જ નહિ; પણ પોતાની ધર્મપત્નીઓને પણ બ્રહ્મચર્ય પાળવાનો પ્રતિબોધ કરશે. સૂરિના ઉપદેશથી જીવઅજીવ વગેરે તત્ત્વોને જાણનાર તે રાજા, આચાર્યની જેમ બીજાઓને પણ બોધિ(સમ્યત્વ) પ્રાપ્ત કરાવશે. આતધર્મના
ષી એવા પાંડર જાતના બ્રાહ્મણો પણ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક જેવા થઈ જશે. પરમશ્રાવકપણાને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણનાર તે રાજા દેવપૂજા અને ગુરુવંદન કર્યા વગર ભોજન કરશે નહિ તે રાજા અપુત્રપણે મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહિ “વિવેકનું ફળ એ જ છે અને વિવેકીઓ સદા તૃપ્ત જ હોય છે પાંડુ જેવા રાજાઓએ પણ જે મૃગયા (શિકાર) છોડેલ નહિ. તે શિકારને એ રાજા છોડી દેશે અને તેમની આજ્ઞાથી બીજા સર્વ પણ છોડી દેશે. હિંસાનો નિષેધ કરનાર એ રાજા રાજય કરશે ત્યારે મૃગયાની વાત તો દૂર રહી, પણ માંકણ કે જૂ જેવા ક્ષુદ્ર પ્રાણીઓને અત્યં જ (ચાંડાલો) પણ મારી શકશે નહિ. પાપદ્ધિ-મૃગયાને નિષેધ કરનારા એ મહાન રાજાના રાજયમાં અરણ્યમાં રહેતી સર્વ મૃગજાતિઓ ગોષ્ઠની ગાયોની જેમ સદા નિર્વિને વાગોળશે. શાસનમાં પાકશાસન (ઇંદ્ર) જેવા તે રાજા સર્વ જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારીઘોષણા કરાવશે. જેઓ જન્મથી જ માંસના ખાનારા છે તેઓ પણ, તેમની આજ્ઞાથી દુઃસ્વપ્નની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકોએ પણ જેને પૂરેપૂરું છોડ્યું નહોતું તેવા મદ્યને એમ રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મદ્યના પાત્રને ઘડવાં છોડી દેશે. મદ્યપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરુષો, એ મહારાજાની આજ્ઞાથી મઘને છોડી દેવા વડે સંપત્તિવાનું થશે. પૂર્વે નળ વિગેરે રાજાઓએ પણ જે ધૃતક્રીડાને છોડી નથી, તે ઘૂતનું નામ પણ શત્રુના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી પર પારેવાની પણ ક્રોડા અને કુકડાના યુદ્ધ પણ થશે નહિ. નિઃસીમ વૈભવવાળા તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરશે, અને સમુદ્ર પર્યત પ્રત્યેક ગામે તથા પ્રત્યેક નગરે અર્ધપ્રતિમાની રથયાત્રાનો મહોત્સવ કરશે. દ્રવ્યના પુષ્કળ દાનવડે જગતને ઋણમુક્ત