________________
જુન : ૧૯૩૯)
*
અધિકારને વિચારનાર મનુષ્ય પરમહંત કુમારપાલ મહારાજાના જૈનત્વને તો શું ? પરંતુ પરમાહિતપણાને અર્થાત્ પરમ જૈનત્વને માન્યા વિના રહી શકે જ નહિં.
प्रतिमायाः स्थापनार्थं, तस्यास्तत्रैव पार्थिवः । प्रासादं स्फटिकमयममायः कारयिष्यति ॥१३॥ प्रासादोऽष्टापदस्येव, युवराजः स कारितः । जनयिष्यति सं( त्य)भाव्यो, विस्मयं जगतोऽपि हि ॥१४॥ स भूपतिः प्रतिमया, तत्र स्थापितया तया । एधिष्यते प्रतापेन, ऋद्ध्या निःश्रेयसेन च ॥१५॥ देवभक्त्या, गुरुभक्तया त्वत्यितुः सदृशोऽभय ! । कुमारपालो भूपालः, स भविष्यति भारते ॥१६॥
ત્રિષષ્ટિશલાકાપરષચરિત્ર પર્વ-૧૦ સર્ગ-૧૨ અભયકુમારે પુનઃ પૂછયું-“હે પ્રભુ! તમે કહ્યું કે કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા પૃથ્વીમાં દટાઈ જશે, તે પાછી ક્યારે પ્રકાશ પામશે ? પ્રભુ બોલ્યા કે-સૌરાષ્ટ્ર, લાટ અને ગુર્જરદેશના સીમાડામાં અણહિલપુર પાટણ નામે એક નગર વસશે, તે નગર આર્યભૂમિનું શિરોમણિ, કલ્યાણોનું સ્થાન અને અહિતધર્મનું એકછત્રરૂપ તીર્થ થશે. ત્યાં ચૈત્યોને વિષે રહેલી રત્નમયી નિર્મળ અહંતુપ્રતિમાઓ નંદીશ્વર વગેરે સ્થાનોની પ્રતિમાની સત્યતા બતાવી આવશે. પ્રકાશમાન સુવર્ણકળશોની શ્રેણિથી જેમનાં શિખરો અલંકૃત છે એવાં તે ચૈત્યોથી, જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયો હોય તેવી શોભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વજનો શ્રાવક થશે, અને તેઓ સંવિભાગ કરીને જ ભોજન કરશે. બીજાની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત, સ્વસંપત્તિથી સતું ષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ઘણા ધનાઢચ શ્રાવકો થશે. તેઓ અત્યંત આહત બની સાતક્ષેત્રોમાં દ્રવ્યને વાપરશે. સુષમકાળની જેમ ત્યાંના સર્વે લોકો પરધન અને પરસ્ત્રીથી વિમુખ થશે. હે અભયકુમાર !અમારા નિર્વાણ પછી સોળસોને ઓગણેતર વર્ષ જશે ત્યારે એ નગરમાં ચૌલુક્ય કુળમાં ચંદ્રમાન, પ્રચંડપરાક્રમી અને અખંડશાસનવાળા કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા થશે. તે મહાત્મા પોતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મોટી સમૃદ્ધિમાન થશે. સરલ છતાં અતિચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઈંદ્ર જેવા અને ક્ષમાવાનું છતાં અધૃષ્ટ એવા તે રાજા ચિરકાળ આ પૃથ્વી પર રાજય કરશે. ઉપાધ્યાય જેમ પોતાના શિષ્યોને વિદ્યાપૂર્ણ કરે, તેમ તે પોતાની પ્રજાને પોતાના જેવી ધર્મનિ કરશે. શરણેચ્છુઓને શરણ કરવા લાયક અને પરનારીસહોદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધર્મને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરુષગુણોથી તે અદ્વિતીય થશે. તે રાજાની ઉત્તરદિશામાં તુરુષ્ક (તુર્કસ્થાન) સુધી, પૂર્વમાં ગંગાનદી સુધી, દક્ષિણમાં વિંધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે ભદ્રિકરાજા મેઘના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી હર્ષિત