________________
કિoપેરા
( જુન : ૧૯૩૯ )
શ્રી રાજ प्राह मंत्री ततो द्रव्यं, न गृह्णामि निरर्थकम् । एनं भारं न वोढाऽस्मि, वाहीक इव दुर्वहम् ॥६६३॥ एवं विवदतोमंत्रि-वणिजोदिनमत्यगात् । रात्रौ च श्रीकपर्दीशः साक्षाद् वाणिजमभ्यधात् ॥६६४॥ श्रीयुगादिप्रभोपकार्चातुष्टो धनं ह्यदः । अहं प्रादर्शयं ते तत् , त्वं व्ययस्व निजेच्छया ॥६६५॥ क्षयं यास्यति नैवेतद्दानभोगैर्धनैरपि । अन्यस्येदं हि नाधीनमत्रान्यन्मा विचार्यताम् ॥६६६॥ अत्र चैतदमिज्ञानं, त्वत्पत्नी दुर्मुखाप्यलम् । अकस्मात्प्रियवाक्याऽभूद, भक्तिप्रह्वा च विद्धि तत् ॥६६७॥ इदं समीक्ष्य च प्रातः, श्रीनाभेयप्रभुं मुदा । सुवर्णरत्नपुष्पाद्यैस्तद्ध्यानः समपूजयत् ॥६६८॥ अभ्यर्च्य श्रीकपर्दीशं, ततः स्वगृहमागमत् । स्वकृतैः सुकृतैर्जन्म, पवित्रं व्यतनोत्तरम् ॥६६९॥ श्रीमद्वाग्भटदेवोऽपि, जीर्णोद्धारमकारयत् । सदेवकुलिकस्यास्य, प्रासादस्यातिभक्तितः ॥६७०॥ धनद्रव्यव्ययाचिंतावशादक्षेपतस्तदा । पर्यपूर्यंत ककुभाश्चातोह मुदा सह ॥६७१॥ शिखींदुरविवर्षे च १२१३, ध्वजारोपे व्यधापयत् । प्रतिमां सप्रतिष्ठां स, श्रीहेमचन्दसूरिभिः ॥६७२॥
તે લઈ, સન્માન પામ્યા છતાં, પોતાની ગૃહિણીથી ભય પામતો તે પોતાના ઘરે આવ્યો.એવામાં ઘરે આવતાં ખરાબ વચનોને બોલવાની ખરાબ ટેવવાળી સ્ત્રીએ અકસ્માતું પણ મીઠાં વચનોથી તેને સંતોષ પમાડ્યો. એટલે પૂર્વે કોઈવાર અદષ્ટ એવું તેણીનું આચરણ જોતાં, તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે બધો યથાસ્થિત વૃત્તાંત સ્ત્રીને કહી સંભળાવ્યો. તે સાભળતાં તે કહેવા લાગી કે—‘તમે મંત્રી પાસેથી જે પારિતોષિક ન લીધું, તેથી મારું મન બહુ જ સંતુષ્ટ થયું છે. જો તમે મંત્રી પાસેથી લોખંડનો અર્ધ ટકો પણ લીધો હોત, તો હું અવશ્ય તમારા ઘરમાં હોત નહીં. હવે ગાયને બાંધવાનો ખીલો બરાબર મજબુત કરો.' એમ પોતાની સ્ત્રીના કહેવાથી તે કોદાળી માગીને ત્યાં ભૂમિ ખોદવા લાગ્યો. જમીનને કંઈક ખોદતાં કોદાળી ખટકી, એટલે તેણે પોતાની ગૃહિણીને બોલાવીને તે વાત કહી. ત્યારે તે બોલી કે –“રાત્રે એકાંતમાં કંઈક કરવા જેવું છે, અત્યારે ખોદવાનું મૂકી દો. પછી રાટો ખોદવા જતાં તેમાંથી ચાર હજાર સોનાલ્ડોર નીકળી, તે જોતાં વણિક ભારે પ્રમોદ પામીને ચિંતવવા લાગ્યો કે –“અહો ! જિનેશ્વરની અલ્પપૂજાનું પણ આટલું બધું ફળ ? આ ધન તો હું વાલ્મટમંત્રીને અર્પણ કરીશ. કારણકે આવા તીર્થમાં એનો વ્યય થતાં તે કોટિગણું થવાનું .' આ તેના વિચારને પત્નીએ અનુમોદન આપતાં પ્રભાતે તે પર્વત પર મંત્રી પાસે જઈ તે દ્રવ્ય બતાવીને કહેવા લાગ્યો કે- “આ ધન તમે ગ્રહણ કરો.' એ પ્રમાણે સાંભળતાં મંત્રીશ્વર બોલ્યા કે “ હે બંધુ ! મારું એક વચન સાંભળ. તારા સત્ત્વથી આપેલા સાત દ્રમ્મથી જ મારો મનોરથ પૂર્ણ થયો છે માટે, ઉપરાંત તે તમારું દ્રવ્ય લેવાને હું સમર્થ નથી; કારણકે આટલા દ્રવ્યથી તો સમસ્ત પર્વત સુવર્ણનો થઈ શકે, પરંતુ તેમ કરવાની મારી પ્રતિજ્ઞા નથી. તો તું તારું દ્રવ્ય યથારુચિ ધર્મમાં વાપર, ભોગ ભોગવ અને વેપારમાં વૃદ્ધિ પમાડ. ત્યારે વણિક કહેવા