________________
(જુઓ અનુસંધાન પાનું ૩૭૬ નું ચાલું) 9 પ્રગટ કરનારાં કારણોને જીવ સમજી શકે નહિ તે અસ્વાભાવિક નથી, એટલે અજ્ઞાન
છે. જીવોને પોતાનું હિત સમજાવનાર, પારલૌકિક પદાર્થોને કહેનાર, આત્માના શુદ્ધસ્વરૂપને , છે દેખીને દેખાડનાર, તથા તે શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવાના ઉપાયોની યોજનાનો અમલ કરવા છે પૂર્વક ઉપદેશ કરનાર, એવા પરમેશ્વરને માનવાની જરૂરિયાત થાય, તે સ્વાભાવિક જ છે
છે. ઉપર જણાવેલી હકીકતને જાણીને સમજનારો મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે , જયારે પરમેશ્વરને પરમેશ્વર તરીકે માનવામાં જૈનેતરોનું ધ્યેય કર્તા એટલે બનાવનાર તરીકે માનવામાં રહે છે, ત્યારે જૈનદર્શન અને તેને અનુસરવાવાળાનું ધ્યેય બતાવનાર
તરીકેમાં રહે છે. જૈનદર્શન પ્રમાણે પરમેશ્વરનું સ્વરૂપ એક આદર્શપુરુષ તરીકે રહે છે, જે છે ત્યારે જૈનેતરોની અપેક્ષાએ માત્ર પ્રેક્ષ્ય તરીકે રહે છે. જૈનો પરમેશ્વરની મૂર્તિનાં દર્શન થઈ 0 કરતાં પોતાના જીવાત્માને પરમેશ્વર જેવા થવાનું ચિંતવી શકે છે, ત્યારે એકજ પરમેશ્વર છે માનવાથી જૈનેતરોને તેવું ચિતવવાનો અવકાશ રહેતો નથી. જૈનદર્શનાનુયાયીઓ પરમેશ્વરને આત્મકર્તવ્યતાપરાયણ માની તેનું અનુકરણ કરવાની ભાવના રાખી શકે
છે, ત્યારે જૈનેતરોથી તે ભાવના રાખી શકાતી નથી. જૈનો પરમેશ્વરની મૂર્તિનાં દર્શન 0 કરતાં સમ્યગદર્શન, કેવળજ્ઞાન, ત્યાગ, તપ, વીતરાગતા આદિ ઉત્તમગુણોનું સ્થાન છે? પરમેશ્વર છે, એમ માનીને પરમેશ્વરની મૂર્તિની દર્શનીયતા સ્વીકારી શકે છે; ત્યારે , જૈનેતરો ઈશ્વરને અનાદિશુદ્ધ અને સિદ્ધ માનતા હોવાથી, ઉત્પન્ન કરેલા જ્ઞાનાદિ ગુણોના એક આધાર તરીકે પરમેશ્વરને વિચારી શક્તા નથી. જૈનો પરમેશ્વરની મૂર્તિનાં દર્શન કરતાં પરમેશ્વરે જણાવેલ જે ધર્મમાર્ગ તેની પ્રાપ્તિના ઉપકારને લીધે અંતઃકરણથી પરમેશ્વરની 80 છે. પૂજયતાનો નિર્ધાર કરી શકે છે, તેવી રીતે જૈનેતરોથી તેવો ઉપકાર કે તેવા ઉપકારને છે લીધે પૂજયતા તરીકેનો નિર્ધાર કરી શકાતો નથી. જૈનો પરમેશ્વરની જિંદગીમાં જન્મથી જ મરણ સુધી અદ્વિતીય ઉત્તમતા માનતા હોવાને લીધે તેમની જિંદગીનું અનુકરણીયપણું છે ધારી શકે છે, તેવી રીતે જૈનેતરો પોતાના પરમેશ્વરોને આત્મકર્તવ્યમાં પરાયણ ન છે. માનનાર હોઈને અનુકરણીયતા માની શકે જ નહિ. આ ઉપરથી સમજી શકાય છે કે જૈનોની પરમેશ્વર સંબંધી માન્યતા અદ્વિતીય છે.
9 @@@@ @ @@@@@@@@ 9 9 ©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©66666666666666666666666666666
9999® @@ @@@@@@@@@@@@@@@@ @@ @@ @ @@@