________________
ઉપપે
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક યોગ્ય છે એમ સ્પષ્ટપણે કબૂલ કરશે. યાદ રાખવું કે મૂર્ખ શિશુ પોતાનાં મા-બાપને નાલાયક કહે તેમાં અધમ પાડોશીને હર્ષ થાય તેમ કેટલાંક અધભગવેષકો શ્વેતાંબર થઈને શ્વેતાંબર સમાજને અધમ ચીતરનારને મધ્યસ્થપણાના નામથી નવાજે છે, પણ ભવભીરૂ મનુષ્યને તેવી મધ્યસ્થતાની પણ હેયતાના દુરાગ્રહના જેટલી અગર તેથી વધારે છે. અન્ય કુલવતીને માતા શબ્દથી વ્યવહાર કરનાર કરતાં પોતાની માતાને વંધ્યા આદિ નામથી નવાજનાર તો સુજ્ઞ પર્ષદામાં બેસવા લાયક રહેતો જ નથી, વળી અનુગામી અવ્યવસ્થિત અને અપ્રતિપાદિત એવા ત્રણ ભેદવાળું અવધિ તો દેવતા નારકીને હોય છે, છતાં અનુગામી આદિ ત્રણ ભેદવાળું અવધિ તેઓને નથી એમ છતાં ભવ પ્રત્યયમાં ત્રણ વિકલ્પવાળો અવધિ એમ જણાવ્યું નથી. કારણ કે આખી ગતિમાં ભવ તો અનુગામી આદિ સ્વરૂપે છે, તેવો ભવ આ અવધિમાં નિમિત્તરૂપ નહિ હોવાથી નર તિર્યંચને છ એ પ્રકારનો હોય છે. • એટલે છ ભેદમાં પણ યથોક્તપણું કારણ તરીકે રહે છે. ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચકજીને સંપૂર્ણ દશ પૂર્વધર કહેવામાં આવે છે અને તેઓને ઉચ્ચ નાગરીક શાખાના ગણવામાં આવે છે તે કેમ?
પ્રશ્ન - સમાધાન- પ્રશ્નકારે સમજવું જોઈએ કે પ્રથમ તો
ઉચ્ચ નાગરીક શાખાના આચાર્ય શ્રી શાંતિશ્રેણિકસૂરિ કે જેઓ ભગવાન વજવામીજી કે જેઓ સંપૂર્ણ દશપૂર્વધર છે તેમના કરતાં ત્રણ પાટ પહેલાં છે. કેમ કે શ્રી આચાર્ય શાંતિશ્રેણિકના શિષ્ય આર્યદિન્ન છે. જે સિંહગિરિ નામે શિષ્ય છે તેમના શ્રી વજસ્વામીજી શિષ્ય છે માટે ઉચ્ચ નાગરીક શાખાના હોવાથી દશ પૂર્વધર હોવામાં અડચણ નથી. શ્રુતકેવલિઓ છ લેવાથી બીજા શ્રુતકેવલિઓ અને દશપૂર્વીઓ દશ લેવાથી બીજા દશપૂર્વીઓ ન હોય એમ નહિ પરંતુ પટ્ટાવલી વિશેષમાં ગણાયેલી તે સંખ્યા ગણાય. ભગવાન મહાવીરની વખતે સેંકડોની સંખ્યામાં ચૌદપૂર્વી હતા અને શ્રી પ્રભવસ્વામીથી બધી પરંપરામાં એકેક જ શ્રુતકેવલી અને એકેક દશપૂર્વી એમ મનાય નહિ આર્યવસુ ચૌદપૂર્વી હતા અશ્વમિત્રના ગુરૂ કૌડિન્ય અણુપ્રવાદને ધરનાર હતા. શ્રી મહાગિરિના શિષ્ય ધનગુપ્ત વગેરે હતા, વળી ભાષ્યકાર પોતાને ઉચ્ચનાગરવાચક એમ જણાવે છે. પરંતુ ઉચ્ચનગરી શાખાવાળા જણાવતા નથી. ઉચ્ચનગરી મોટી હોઈ તેમાં જન્મેલાની મહત્તા જણાવવા પણ તેમ લખાય. ઉચ્ચનગરી શાખા કરતા ઉચ્ચનગરી પહેલાંની હોય તે સ્વાભાવિક જ છે. ભગવાન ઉમાસ્વાતિ વાચકજીએ તત્ત્વાર્થશ્રદ્ધાનું સ ર્જનં એમ ફરમાવી
પ્રશ્ન -