SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ( માર્ચ : ૧૯૩૯ શ્રી સિદ્ધરાક • ૩૦. માંસને માટે મંતં શબ્દ સર્વત્ર જૈનાગમમાં વપરાયેલ છે, સંસે એમ પણ વપરાયાની મુશ્કેલી છે તો પછી મંણ શબ્દ માંસ વાચક તરીકે લેવા પહેલાં ઘણા વિચારની જરૂર હતી અને એ વિચાર જો સૂઝયો હતો તો ગોપાળજીભાઈ આવો અનર્થકારક અર્થ અનુવાદમાં લેત જ નહિ. ૩૧. શ્રી આચારાંગજી અને શ્રીદશવૈકાલિકમાં જેમ વિડના નામની ઔષધી લેવામાં આવી છે, તેમ નિઘંટુસંગ્રહમાં પણ વિડના વૃક્ષ એમ કહી સ્પષ્ટપણે બિડાલિકા - માર્જરપર્યાયને ઔષધી તરીકે જણાવે છે. ૩૨. નિઘંટુ સંગ્રહકાર કુકકુટને સ્પષ્ટ રીતે વનસ્પતિ તરીકે જણાવે છે તેઓ કહે છે કે શ્રીવાર : રતિવરો, વિસ્તુતઃ p: fશતિઃ અર્થાત્ શ્રીવારક નામની ઔષધીને તેઓ કુકકુટ શબ્દથી જણાવે છે, વળી ચુક્યુટી પૂરી રજીસુHI ધુણવત્તામાં એમ કહી પૂરણી નામની ઔષધીને કુકકુટી નામથી જણાવે છે. આવી રીતે સ્પષ્ટપણે ઔષધીના વર્ગમાં આવી જાય એવા શબ્દો છતાં શાસ્ત્ર અને જૈન પરંપરાથી વિરૂદ્ધ અર્થ જૈનસૂત્રના અનુવાદમાં લખવો તે જૈન નામ ધરીને પણ અક્ષમ્ય છે. ૩૩. નિઘંટુરત્નાકરમાં પણ કુકકુટ શબ્દ જોયો હોય તો ગોપાલજીભાઈને જૈનસૂત્રોના અયુક્ત અને વિરૂદ્ધ એવો અર્થ કરવાનો વખત ન આવત. कुक्कुट-क १ कोबंडे २ कुरडु ३ सांवरी कुक्कुटपादप - कुक्कुटपादौ कुक्कुटपुट - कुक्कुरपुटभावना - कुक्कुटपेरक - कुक्कुटमंजरी - कुक्कुटमर्दाका - कुक्कुटमस्तक - कुक्कुटशिख - कुक्कुटा - कुक्कुटांक - कुक्कुडांडसम - कुक्कुटाभकुक्कुटी. - कुक्कुटोरग. કુક્કટને અંગે આટલા શબ્દો હોવાથી અને ન્યાયને અવલંબને એક દેશથી સમુદાય લઈ શકાતો હોવાથી ગોપાલભાઈજી જો શ્રી જૈનસૂત્ર અને જૈન ધર્મીઓની લાગણીને એક અંશે પણ સમજ્યા હોત અથવા માન આપવા માગતા હોત તો આવી રીતે જૈનસૂત્ર જૈન કોમ અને યાવત્ જૈન તીર્થકર મહારાજને કલંક્તિ કરવા માટે કલમ કરવાલને કોઈપણ કસત નહિ. ૩૪. ઉપરની હકીકત વિચારનાર સુજ્ઞ અને મધ્યસ્થ મનુષ્ય શ્રી ભગવતીસૂત્રજીની ટીકા લખવામાં આવેલ અર્થ જે વ્યાજબી ગણશે તે અર્થ આ પ્રમાણે છે. भगवती पत्र ६११ कपोतक:-पक्षिविशेषः तद्ववत् ये फले वर्णसाधर्म्यात् ते कपोतकूष्मांडे हुस्वे कपोते कपोतके ते च ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे कूष्मांडफले एव ते उपसंस्कृते-संस्कृते 'ते हिं नो अट्ठो'ति बहुपापत्वात्मार्जारो बिडालिकाऽभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भावितयं त्तत्तथा, किं तदित्याह 'कुक्कुटमांसकं' बीजपूरकं कटाहं आहराहिक्ति निरवद्यत्वात्-पत्तगं मोएति पात्रक-पीठरकाविशेषं मुंचति-सिक्कके उपरिक्तं सत् तस्मादवतारयतीत्यर्थ ઉપર જણાવેલ ટીકાના પાઠ ઉપર ધ્યાન રાખ્યું હોય તો કોઈ દિવસ પણ જૈનસૂત્ર અને જૈનજનતાને અન્યાય આપવાનો વખત ગોપાલભાઈજીને આવત નહિ.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy