________________
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધયક ભગવાન શ્રી મહાવારીસ્વામીજી ઉપર “માંસાહારી'નો આરોપ
મૂકનાર પટેલ ગોપાળદાસ ક્યારે સાચા રાહે આવશે?
(ગતાંક પાના ૨૩૮ થી ચાલુ) ૨૧. હવે ડાંસ એ પદ ઉપર વિચાર કરવાની જરૂર છે કે પ્રથમ તો જો અહિ કુકડાનું માંસ લેવાનું હોય તો પરિસિા એ પદ નકામું જ નહિ પણ વિરોધી અર્થવાળું થઈ પડે છે, કેમકે માંસ અસંચયિક એટલે બીજે દિવસે પણ વાપરવા યોગ્ય નથી તેથી તે હોય જ ક્યાંથી?
૨૨. ગોપાલભાઈના હિસાબે શું કુકડાનું માંસ હોય તેમાં મનુષ્ય હણેલા કે બિલાડાઓએ હણેલા કુકડાના માંસમાં ફરક છે? અને રક્તપિત્તનો જવર દાહ અને લોહી પડવાના દરદમાં શું બિલાડીના હણેલા કુકડાથી વધારે ફાયદો જણાયો? જો એમ ન હોય તો ગોપાલભાઈના મુદ્દા પ્રમાણે મન્નારા પદ સર્વથા નકામું થાય છે અને કસ્તુરીથી ભાવિત બીજોરાનો કે બીજા કોઈનો પાક લઈએ ત્યારે તો મન્નારડ એ પદ જરૂરી રહે જ, જો કે ગોપાલભાઈના મુદ્દા પ્રમાણે તો ડ પાઠ જ ન હોય, પરંતુ હૃણ એવો જ પાઠ જોઈએ અને તે કોઈપણ સ્થાને છે જ નહિ.
૨૩. ગોપાલજીભાઈ મુદ્દા પ્રમાણે તો મન્નાર એમ હોય અથવા મરડા હોય અથવા કોઈપણ હિંસા અર્થવાળુ પદ હોય તેમાં ફરક નથી અને તે કહેવાની જરૂર જ નથી.
૨૪. તાજા માંસ કરતાં વાસી કે જુના માંસથી રક્તપિત્ત આદિમાં વધારે ફાયદો છે એમ કોઈ કહી શકે તેમ નથી:
૨૫. મનુષ્ય કે બીજા કોઈએ હણેલા કરતાં બિલાડીએ હણેલાથી રક્તપિત્ત આદિમાં વધારે ગુણ થાય એમ કહેવાને કોઈથી તૈયાર થવાય તેમ નથી.
૨૬. બિલાડી કુકડાને મારી નાખે અને છતાં એનું માંસ બિલાડી રહેવા દે એવું ગોપાળદાસભાઈ શાથી માને
છે?
૨૭. બિલાડીએ મારેલા કુકડાના માંસનો માલિક કુકડાવાળો હોય, અને આ તો રેવતી એ ઈભ્ય (શ્રેષ્ઠી)ની વધૂછે, નહિ કે કુકુટપોષિકા, એ ગોપાળદાસે સમજવું જરૂરી છે.
૨૮. જો બિલાડીના મારેલા કે બીજાના મારેલા કુકડાના માંસમાં કંઈક ફરક નથી અને વનસ્પતિના પાકમાં અન્યથી વાસિત અને અવાસિતનાં ફરક પડે છે, તો ગોપાળજીભાઈ શા માટે વનસ્પતીના પાકના અર્થમાં નથી આવ્યા? જેથી ફડણ શબ્દનો હણેલો એવો અસંગત અને કલ્પિત અર્થ ઉભો કરવો પડે છે. • ૨૯. માંસ શબ્દ જેવી રીતે પંચેન્દ્રિયપ્રાણીના અંગને કહેનાર છે, તેવી રીતે ફલના મધ્યભાગ (ગર્ભ)ને પણ કહેનાર છે, એ વાત આયુર્વેદના જાણકારોને અજ્ઞાત નથી, શુશ્રુત સરખા વૈદ્યકગ્રંથોમાં બીજોરા અને કહોળાના ફળોના મધ્યભાગને માટે માંસ શબ્દ સ્પષ્ટપણે વાપરેલો મળે છે.