SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ (અનુસંધાન ટાઈટલ પાનું ૪નું) જેવી રીતે જીવન અને કરચલ મોતીને એકઠાં કરવામાં આવે સાચા હીરા કે ઈમીટેશનને : - ભેળ કરવામાં આવે, પાણી અને પેશાબને મિક્ષ કરવામાં આવે, ખોરાક અને વિઝાને ભેળસેળ * તે કરવામાં આવે એવી રીતે જેની દષ્ટિહિન્દુધર્મ અને હિન્દુત્વનો નાશ કરવાની ભેળસેળ યોજનામાં , જ રાત દિવસ મચી રહે, જેની દષ્ટિ ગોજાતિને ઝેર દેવામાં પણ દયાના નામને ધારણ કરવા s, માગે, જેની દષ્ટિ વૃક્ષના નુકશાનને નામે વાંદરાઓને ગોળીથી ઠાર કરવા માગે, જેની દષ્ટિ . શીલના અલંકારને સળગાવી દેવા સ્ત્રી-પુરૂષોને રાત્રિએ નિષ્કટક એકઠી સફર કરાવવા દોરાય - જેની દષ્ટિડગલે પગલે નિષ્ફળ અને નુકસાનકારક હિલચાલો ઉભી કરી દુનિયાને પાયમાલીને [; રસ્તે દોરવવા સાથે હિંદુત્વનું હાડ હચમચાવી નાખે, જેની દૃષ્ટિ આત્મધર્મ-રાજધર્મ-વધર્મ . અને કુલધર્મના સર્વથા નાશને માટે જ તૈયાર રહે એમ હોય છે તેને કોઈ હિન્દુ તો મહાત્મા નજ જે , માને. પરંતુ વાસ્તવિક મહાત્મા પદને ધારણ કરનારા તેઓ જ હોય છે કે જેઓ નથી તો શરીરાદિ ' જડજીવનના નિર્વાહના સાધનોમાં સતત સંડોવાયેલા કે નથી તો કીર્તિના કોટડે દટાવવા માગતા - અને નથી તો આત્માને અધોગતિએ લઈ જનાર કોઈપણ જાતના કર્મકદમમાં કચડાતા ખરેખર મહાત્માઓ તો તેઓજ હોય છે કે જેઓ ભૂત અને ભવિષ્યના જીવનની મુખ્ય દરકાર રાખીને આ - ભવના જીવનમાં તેવી સ્થિતિએ વર્તે કે જેથી પોતાનું ભવિષ્યના ભવનું જીવન ઉત્સવરૂપ જ જ ન હોય, એટલું જ નહિ, પરંતુ જગતના જીવોને પણ જન્મ જરા મરણ રોગ શોક આધિ વ્યાધિ અને તે જે ઉપાધિના વિષમમોજાઓમાં મગ્ન થયેલા જોઈને તેઓનો ઉદ્ધાર કરવા માટે આત્માના પરમઉદયને કરનાર એવાં જીવાદિ સત્ય તત્ત્વોને અને દેવાદિ સુંદર રત્નત્રયીને ઓળખાવવા સાથે જડ અને આ 1 ચેતનનું ભાન કરાવી ભવ અને મોક્ષનાં સાધનોને શુદ્ધ રીતિએ ઓળખાવી નિર્મમત્વભાવ પૂર્વકનાં - આત્માનો ઉદય કરે તેવા માર્ગમાં પ્રયાણ કરાવી જેઓ ઉદ્ધાર કરી રહ્યા હોય તેઓ જ યથાર્થ સ્થિતિએ મહાત્માપદને લાયક ગણાય. એ સિવાય કોઈ મહાતમપદ તે અન્ય માટે કહેતો તે ખોટું ; જ ગણાય, કેમકે આત્માને કર્મબંધનના કારણો જેવું એક્કે તેમ એટલે અંધકારનું સ્થાન નથી. અને જ જેઓ અત્યંત અજ્ઞાન અંધકારમાં ગોતા ખાઈ રહેલા હોય તેવાઓ મહાતમ કહેવાય અને તેઓની દૃષ્ટિ પણ મહાતમવાળી ગણાય તેમાં આશ્ચર્ય નથી, પરંતુ મહત એટલે પ્રશસ્ય અત્યંત ઉંચો એવો છે. આત્મા જેનો થયેલો હોય તે જ ખરેખર મહાત્મા કહેવાય અને જેનો આત્મા ખરેખર ઉંચ દશામાં . ' આવેલો હોય તે કોઈ દિવસ પણ મિથ્યાત્વ અજ્ઞાન કે અવિરતિ તરફ તો ધસેલો હોય જ નહિ, તો : - પછી આત્મધર્મ, વર્ણધર્મ, કુલધમ અને રાજધર્મને લોપનારો તો હોય જ ક્યાંથી? પરંતુ વાચકવૃંદ તે યાદ રાખવું કે વાસ્તવિક રીતિએ મળેલું મહાત્માપણું જે આત્માની ઉત્તમતાને આભારી હોવા જ સાથે સાચી માન્યતા, સાચું જ્ઞાન અને શુદ્ધવર્તનની સીડીએ ચઢવાવાળું અને ઉત્તરોત્તર વધવાની છે. ઉમેદવારીવાળું હોય છે, છતાં જગતમાં ફક્ત સદાનંદમય એવું જે મોક્ષપદ અને તેમાં રહેવાવાળા જીવો સિવાય જગતના સર્વપદો અને સર્વજીવોને માટે કાળની કરવાલ કરોડો ફટકાઓ માટે છે - અને તે કાળની કરવાલના ફટકામાંથી બીજો કોઈપણ ઉગરવા પામતો નથી. તેવી રીતે આ મહાત્માનું (જુઓ અનુસંધાન પાનું ૨૩૯)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy