________________
(અનુસંધાન પાના ૨૧૬ ચાલુ) ઉપરની હકીકત જયારે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારે શાસ્ત્રકારો ધર્મનું જ સ્વરૂપ જણાવે છે તે સત્ય તરીકે લક્ષ્યમાં આવશે. શાસ્ત્રકારો ધર્મના સ્વરૂપને અને ફલને જણાવતાં સ્પષ્ટપણે કહે છે કે મેત્રીઆદિ (મેત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યય્ય) ચાર ભાવનાઓએ વાસિત અંતઃકરણ હોય અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જો અનુષ્ઠાન થાય તો તે અનુષ્ઠાનને ધર્મ કહી શકાય. - આવો ધર્મ શું કાર્ય કરે છે તે જણાવતાં શાસ્ત્રકારો કહે છે કે ધર્મનાં ફલ બે પ્રકારે છે. એક ફલ તો કોઈપણ કારણ અને સંયોગે જીવે પહેલાં દુર્ગતિને લાયકનાં કર્મો બાંધ્યાં હોય તો તેનો નાશ કરી તે જીવને દુર્ગતિનમાં પડતાં બચાવી લેવો એ છે. દુર્ગતિથી બચાવવો એટલું જ એક મેર ફલ નહિ, પરંતુ અત્યંત સુખમય અને નિત્ય સુખમય એવા સ્થાનકે તે ધર્મ કરનારા જીવને દાખલ કરવા અગર દાખલ કરવાનાં સાધનો મેળવી આપવાં એ પણ ધર્મનું જ ફલ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મની ફળદશા હોવાથી એ જ કહેવાય કે, જે ક્રિયાથી દુર્ગતિ રોકાય અને સદ્ગતિ પ્રાપ્ત થાય તે અનુષ્ઠાનનું નામ ધર્મ. આવી રીતે સ્વરૂપ અને ફલ દ્વારાએ જણાવેલા ધર્મને વર્ણન કરતા આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ નવ ઉપમાઓ જણાવે છે તે ધ્યાન રાખવા લાયક હોવાથી અહિં નીચે જણાવવામાં આવે છે.
૧. અપૂર્વકલ્પવૃક્ષ (મેરૂપર્વત, દેવલોક અને યુગલીયાના ક્ષેત્રમાં રહેલાં કલ્પવૃક્ષો ચિતવેલા પદાર્થને પૂરે છે. ત્યારે આ ધર્મ નહિ ચિંતવેલા એવા બુદ્ધિઅગોચર પદાર્થોને આપે છે એટલું જ નહિ, પરંતુ મોક્ષ સુધીના અમૂર્ત પદાર્થને પણ આપે છે એટલે સ્વર્ગ અને અપવર્ગ એ બન્નેનો દેનારો ધર્મ છે.)
૨. અપૂર્વ ચિન્તામણિ (બીજું ચિન્તામણિરત્નો ક્ષેત્ર અને કાલની વિશેષતા એ જ ફલ દેનારાં થાય છે, ત્યારે આ ધર્મ કોઈપણ ક્ષેત્ર કે કાલની વિશેષતાની દરકાર ન રાખતો નથી પરંતુ ક્ષેત્ર અને કાળને પોતાની પાછળ ખેંચે છે, એટલું જ નહિ, પરંતુ ચિન્તામણિરત્ન સર્વ પ્રકારનાં સુખોને દઈ શક્યું નથી, ત્યારે આ સર્વજ્ઞ ભગવંતે કહેલો ધર્મ આ લોક અને પરલોક બન્નેમાં તથા સર્વ પ્રકારનાં સુખોને દેનારો છે.)
* ૩. પરમ બધુ (બધુઓના સ્નેહો જાતિ આદિની અપેક્ષાવાળા હોવાથી કૃત્રિમ હોય છે,
ત્યારે ધર્મ તો જાતિ આદિની અપેક્ષા રાખ્યા વગર ઈષ્ટ અર્થને સાધે છે. બાંધવજન કોઈ લોકોથી પર પ્રતિકૂલ થઈને આપણા ઇષ્ટની સિદ્ધિ કરનાર થાય છે, ત્યારે આ ધર્મ સર્વ લોકોને અનુકૂલ પર થઈને ઈષ્ટની સિદ્ધિ કરનાર થાય છે.
૪. સુમિત્ર (જગતમાં જે જે મિત્રો કહેવાય છે તે તે અમુક અમુક આપત્તિને નિવારવા માત્રથી પોતાની મિત્રતા સફળ થઈ ગણે છે, ત્યારે આ ધર્મરૂપી સુમિત્ર સંપૂર્ણ પ્રકારે સર્વ આપત્તિઓને દૂર કરનારો હોય છે, વળી અમુક સંપત્તિ મેળવી આપવા
(જુઓ અનુસંધાન પાનું ૨૧૪)