________________
婆婆公婆婆隐隐隐隐隐隐觉然晓容
સાધુપણું કોણ પાળી શકે ? જૈન જનતા સારી રીતે જાણે છે કે જૈન માત્રનું ધ્યેય પરમપદની પ્રાપ્તિનું જ હોય છે. વાસ્તવિક આ રીતિએ પરમપદની પ્રાપ્તિ સિવાય અન્ય પદાર્થની પ્રાપ્તિનું ધ્યેય રાખનારો જૈન તરીકે શોભે જ આ
નહિ. જયાં સુધી મોહનીય કર્મનો તેવો ઉદય હોય છે ત્યાં સુધી પ્રથમ તો પરમપદની પ્રતીતિ થતી x નથી, અને કથંચિત મોહનીય કર્મને ક્ષયોપશમ આદિ થાય ત્યારે પરમપદની પ્રતીતિ થાય છે, G અને તેની તરફ જ અનહદ પ્રીતિ થઈ વર્ષોલ્લાસ થાય છે. દર્શન મોહનીય અને અનંતાનુબંધીચોકડીરૂપી કષાય મોહનીયના ક્ષયોપશમાદિનાં આ કાર્યો છે. જ્યાં સુધી દર્શન મોહનીયનો ક્ષયોપશમ ન હોય ત્યાં સુધી પરમપદની પ્રતીતિ ન થાય, અને અનંતાનુબંધીનો ક્ષયોપશમ ન 8 થાય ત્યાં સુધી પરમપદ તરફ પ્રીતિ ન થાય, અને તેને જ લીધે પરમપદને રોકનારાં હિંસાદિક
કાર્યોને પાપના સ્થાનક તરીકે માનવા તૈયાર ન થાય, પરંતુ તે દર્શન મોહનીય અને અનંતાનુબંધીના 8 ક્ષયોપશમ આદિ થવાથી પરમપદની પ્રતીતિ અને પ્રીતિ થવા સાથે હિંસાદિક કાર્યોની પાપસ્થાનક
તરીકે પ્રતીતિ અને અપ્રીતિ થાય છે અને તે થયા, છતાં અપ્રત્યાખાન અને પ્રત્યાખ્યાનાવરણ જ નામના મોહનીયનો ઉદય હોવાથી જીવો પાપસ્થાનકોના પરિહારને માટે કટિબદ્ધ થઈ શકતા
નથી, પરંતુ આસન્નભવ્યો કેટલાક ભાગ્યશાળી જીવો તેનો પણ ક્ષયોપશમ કરી નાખી સંસાર ? ક સમુદ્રથી તરવાને માટે પ્રવહણ જેવા આલંબનરૂપ સંયમને મેળવવાને સમર્થ થાય છે.
જગતમાં જેમ ઋદ્ધિ મેળવવાને માટે ટુંકા ટાઈમની જરૂર પડે છે, પરંતુ તેના રક્ષણને માટે માવજીવન પ્રયત્ન કરવાની જરૂર રહે છે. તેવી જ રીતે ઉપર જણાવેલા કષાય મોહનીયના છે ક્ષયોપશમ આદિથી સાધુપણું પ્રાપ્ત કરવામાં મહેનતની જરૂર છે એમ ખરું! પરંતુ તે કરતાં તે આ સાધુપણાના રક્ષણ માટે માવજીવન પ્રયત્ન કરવાની ભાગ્યશાળીઓને અવશ્ય જરૂર રહે છે. આ સાધુપણાના રક્ષણ માટે શાસ્ત્રકારોએ અનેકાનેક માર્ગો અને ઉપાયો બતાવ્યા છે, છતાં નીચે છે જણાવેલા ત્રણ ઉપાયો મેળવનાર મનુષ્ય કોઈ દિવસ પણ સાધુપણાથી પતિત થાય જ નહિ, પં અર્થાત્ કહેવું જોઈએ કે નીચે જણાવવામાં આવતા ત્રણ ઉપાયોને અમલમાં નહિ મૂકનારો જીવ મહાકષ્ટથી મળેલા એવા સાધુપણાને ટકાવી શકે જ નહિ. તે ત્રણ ઉપાયો નીચે પ્રમાણે -
૧ અસંપ્રાપ્ત એવા ચૌદ કામો અને સંપ્રાપ્ત એવા દશ કામોને નિવારણ કરવા જોઈએ. (આ અસંપ્રાપ્ત અને સંપ્રાપ્ત કામોના ભેદો અને સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળાએ શ્રીદશવૈકાલિક. છે હારિભદ્રીયટીકાનું બીજું અધ્યયન જોઈ લેવું.)
૨ હંમેશા અને દરેક ક્ષણે દુર્લભતમ એવા સંયમને લીધે આત્માને હર્ષમાં રાખવો. (સાધુપણામાં જેઓ દુર્લભતા માની તે મળવાથી આનંદ માનનારા છે, તેઓ સર્વાર્થ સિદ્ધના દેવતાઓ જેવા સુખી છે અને અત્યંત દુર્લભત્તમ અને મોક્ષનું મુખ્ય સાધન એવું સંજમ મળ્યા ? છતાં સંયમની સાધનામાં જે ઉદ્વિગ્ન રહેનારા જીવો છે તે નરક જેવા દુઃખી છે. એ વાત પ્રક દશવૈકાલિક સૂત્રકાર સ્પષ્ટપણે જણાવે છે.)
૩ પ્રતિક્ષણ સમ્યગદર્શનાદિરૂપ મોક્ષમાર્ગની વૃદ્ધિના વિચારોમાં જ લીન રહી બાહ્યવસ્તુનો છે. કે કોઈપણ સંકલ્પ કરવો નહિ.
ઉપર જણાવેલી ત્રણ વસ્તુઓ સાચવનારો મનુષ્ય કોઈ દિવસ પણ સાધુપણાથી પતિત થતો છે જ નથી, પરંતુ તે ત્રણે વસ્તુઓ અગર તે ત્રણેમાંથી કોઈ પણ એક વસ્તુ સાચવવામાં જો ગફલત છે પૃ થાય તો સાધુપણું પાળવું અશક્ય થાય. 隐隐隐隐隐隐隐隐隐隐隐隐密