________________
. ( તા. ૧૨-૩૮)
શ્રી સિહ
- એક ખુલાસો જ
ભગવાન નેમનાથજી મહારાજના ભાઈ જે રથનેમિ હતા તે રથનેમિજીએ ભગવાન નેમનાથજીએ દિક્ષા લીધા પછી ભગવાન નેમનાથજીએ છોડેલી રાજીમતીને વરવા માટે ઘણો પ્રયત્ન કર્યો અને અંતે તે રાજીમતીએ રથનેમિને ધિક્કાર આપ્યો. ધિક્કાર આપીને જણાવ્યું કે તું જશની ઇચ્છાવાળો છે? અર્થાત્ જશની ઇચ્છાવાળો હોય તો શ્રીનેમનાથજીએ છોડેલી એવી મને તું વરવા માગે જ નહિ. વળી તું શું જીંદગીની ચાહનાવાળો છે? જો ભાવજીવનની ચાહનાવાળો હોય તો ભોગના કચરામાં ખુંચવા તૈયાર થાય નહિ, એટલું જ નહિ, પરંતુ કયા જીવનને માટે ભગવાન નેમનાથજીએ વમેલી એવી મને તું લેવા માગે છે? અર્થાત્ ક્ષત્રિયો અપમાન થાય એવું કાર્ય કોઈ દિવસ પણ ન કરે, પરંતુ તું તો ક્ષત્રિય નામ ધારણ કરનારો હોઈને ભગવાન નેમનાથજીએ વમેલી એવી મને ગ્રહણ કરવા હર્ષઘેલો થાય છે, તો તે તારી ક્ષત્રિયતાને કોઈ પણ પ્રકારે શોભતું નથી. આવી રીતે ધિક્કાર વરસાવી તેની જીંદગીની કલંક્તિદશા જણાવી છેવટે રાજીમતીએ શીલની દ્રઢતાને અંગે રથનેમિને સંભળાવી દીધું કે હે રથનેમિ ! આવી તારી સ્થિતિ હોવાથી નિષ્કલંકપણે ક્ષત્રિયપણામાં તારું મરણ થાય તે જ શ્રેયસ્કર છે, આવી રીતે શિખામણ આપીને તે ભગવતી રાજીમતીએ રથનેમિજીને સંસારના માર્ગે પ્રવર્તતા બચાવ્યા, એટલું જ નહિ, પરંતુ તે રાજીમતીએ પછી રથનેમિજીને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું અને તે એટલું બધું સુંદર રીતિએ સમજાવ્યું કે તેથી તે રથનેમિજી તે જ વખતે દીક્ષા લેવાના અભિપ્રાયવાળા થયા અને ભગવાન શ્રી નેમનાથજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. આ હકીકત સમજવાથી સ્પષ્ટ માલમ પડશે “ધરત્યુ તે સામી’ એ વિગેરે વાક્યો ભગવતી રાજીમતીએ ગૃહસ્થપણામાં જ રથનેમિજીને ઉદ્દેશીને કહેલાં છે અર્થાત (fધરત્યુ ૦ ની ગાથા ઉપરથી સાધુઓને અવિરતિનું મરણ ઇચ્છવું એ વ્યાજબી છે એવું ઠસાવનાર દયાના દુશ્મનો આ ગાથાની ઉપર જણાવેલી યથાર્થ વ્યાખ્યાથી ચેતીને સન્માર્ગે આવશે.)
વળી કેટલાકો ભગવતી રાજીમતી અને રથનેમિના સાધુપણામાં થયેલો જે સંવાદ તે ચોમાસાની ઋતુમાં થયેલો છે એમ ગણાવી શ્રીસિદ્ધાચલજીની જે યાત્રા હંમેશાં ચોમાસા માટે બંધ રહે છે તેને અંગે ખોટું આલંબન લઈને અવિધિપક્ષને પોષનારાઓ થઈ યત્કિંચિત્ બોલે છે તેઓએ પણ એ અધિકાર જોઈ સન્માર્ગે આવવાની જરૂર છે, જો કે જિરિયાં ગંતી, રાસોત્ની ૩ સંતરા | વસંતે ગંઘવારીમ, ૩તો તયપાસ સ રિયા ( રૂ૪