________________
જ કરી
છે. ( તા. ૧૨-૩૮)
દર્શનવાળો જીવ પરમપદને જ સાધ્ય અને પ્રાર્થ્ય ગણનારો હોય, અને તે એટલે સુધી મોક્ષમાર્ગની આરાધનાની ઉત્તમતા ગણનારો હોય કે ચાહે જેવા અપરાધીને પણ પ્રાપ્ત થતી મોક્ષમાર્ગની આરાધનામાં અંશ માત્ર પણ પ્રતિકૂળતા વિચારે નહિ, તેમ કરે પણ નહિ. આ હકીક્ત આચાર્ય દેવેન્દ્રસૂરીજીએ શ્રીશ્રાદ્ધદિન કૃત્યની વૃત્તિમાં સ્પષ્ટ કરી છે मोक्षलाभहे तुभिस्तान्सर्वान् स्वशक्त्या लंभयामि, न च तदिनकर्तामपि विधाते વર્તેડમિતિ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનાં જે સમ્યગુદર્શનાદિ કારણો છે તેની બધા જીવોને મારી શક્તિએ પ્રાપ્તિ કરાવું અને મને મોક્ષના સાધનોમાં વિઘ્ન કરનાર જીવોને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કે આરાધનાના વિપ્નમાં હું વતું નહિ. આ વાત ધ્યાનમાં આવશે ત્યારે જ કૌશાંબીના ઘેરામાં રહેલી અને ચંડપ્રદ્યોતને ઠગવાવાળી એવી મૃગાવતીને ચંડપ્રદ્યોતને ભગવાન મહાવીર મહારાજાના સમવસરણમાં જતાં કે ભગવાનની દેશના સાંભળતાં કેમ પકડી કે રોકી નહિ. તેનો ખુલાસો થશે અને એનો પણ ખુલાસો થઈ જ જશે કે ચક્રવર્તી ભરત મહારાજા આદિએ પોતાના પરિવારને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણમાં કેમ
રોક્યો નહિં. આ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ જ જશે કે સમ્યગુદર્શનને ધારણ કરનાર પુરૂષ સ્વજનને તો શું? પરંતુ શત્રુ તરીકે ગણાયેલાને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં તો મદદ કરનાર જ થાય. દીક્ષા અંગીકાર કરનાર શત્રુ થયો હોય તો પણ સ્તુતિપાત્ર જ છે એમ સમ્યગદર્શનવાળો માને અને તેથી જ બાર વર્ષ સુધી લડાઈ કરનાર શ્રીબાહુબલિજીની ભરતમહારાજે દીક્ષા થવાની સાથે સ્તુતિ કરી છે, વળી विवायं कलहं चेव अने जो किर पहणई એ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ગાથાઓને અનુસાર અપરાધી એવા દર્શનમાત્રધારી શ્રાવકમાં પણ પ્રતિકૂલ વિચારનારનું સમ્યત્વ દૂષિત જ થાય, એમ સમજી અપરાધી એવા પણ શ્રી સંઘથી પ્રતિકૂલ ન જ વિચારવું અને ન જ કરવું એમ માનવું પ્રતિકૂલ નથી. અને તેથી જ મહારાજા ઉદાયને દાસીને ચોરી જનાર અને જીવિત સ્વામીજીની પ્રતિમાને ઉઠાવી જનાર ચંડપ્રદ્યોતનને શ્રાવકપણું છે એમ જાણવાથી માલવાની ગાદી પાછી આપી. એટલું જ નહિ પણ કપાલનો ડામ ઢાંકવા માટે રાજાપણા સાથે સાથે સુવર્ણપટ્ટ જે શરૂ કરાવ્યો તે વ્યાજબી જ ઠરશે.
0