SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * > > > > * ૨ શ્રાવકે. કેવી.. દેશના... કરવી. * શાસ્ત્રને સમજનારી અને માનનારી જૈન જનતા ઉપરનું હેડીંગ દેખીને જરૂર વિચારમાં પડશે તે કે શાસ્ત્રકારો જ્યારે સાધુસામાન્યને પણ દેશનાનો અધિકાર આપતા નથી, કિંતુ સાવદ્ય-નિરવદ્ય - વચનોના તફાવતને જાણનારો અને આચારપ્રકલ્પ એટલે નિશીથસૂત્રને ધારણ કરનાર હોય છે તેવા જ પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞાવાળા અને ગીતાર્થપણું પામેલા સાધુને જ્યારે ધર્મદેશના કરવાનો અધિકાર આપે છે, તો પછી જેમ શહેનશાહી ઢઢેરો વાંચવાનો અધિકાર શેરીફ જેવાને જ હોય છે તેમ ભગવાન જીનેશ્વર મહારાજના ધર્મને એટલે સર્વથા પાપથી વિરમવું અને હિંસાદિક પાંચે આશ્રવોથી ત્રિવિધ ત્રિવિધ દૂર રહેવું એવું સ્વરૂપ જૈનધર્મનું હોવાથી તેને નિરૂપણ કરવાનો અને આ પર્ષદામાં કહેવાનો હક્ક તેવા વિરતિવાળા અને ગીતાર્થ સાધુને જ છે, તો પછી શ્રાવકને ધર્મદેશનાનો અધિકાર જ નથી એટલે શ્રાવકે કરાતી ધર્મદશના એ વસ્તુ જ સંભવે કેમ? આવી રીતના આવતા વિચારનું સમાધાન કરીએ તેની પહેલાં સભાની અંદર ગીતાર્થ એવા સાધુનો જ આ સર્વવિરતિરૂપી જૈનધર્મ કહેવાનો અધિકાર છે એ વાતને કબુલ કરીને આગળ ચાલતાં કહેવું એ પૂક જોઈએ કે જે વંદિત્તસૂત્ર શ્રાવકો હંમેશાં સાંજ સવાર બોલે છે તેમાં જ વિવરીયા ય ' એટલે ભગવાન જીનેશ્વર મહારાજના માર્ગથી જે કોઈ વિપરીત પ્રરૂપણા થઈ હોય તેનું હું પ્રતિક્રમણ , નિંદન અને ગહણ કરું છું એમ સ્પષ્ટ જણાવેલું છે. હવે જો શ્રાવકને ધર્મ પ્રરૂપણાનો એટલે - ધર્મદેશનાનો અધિકાર જ ન હોય અને શ્રાવકો ધર્મપ્રરૂપણા કરે એ જો શાસ્ત્રકારો ને ઈષ્ટ ન હોય અને છે. તો વૃક્ષના અભાવે શાખાની માફક અને ગામના અભાવે સીમાની વ્યવસ્થાની માફક વિપરીત પ્રરૂપણાથી પ્રતિક્રમણાદિ કરવાનું હોય જ નહિ, એટલે સ્પષ્ટપણે માનવું જોઈએ કે શ્રાવક એટલે ન જે સર્વવિરતિ નથી કરી શકયો, પણ દેશવિરતિ ગુણઠાણામાં કે અવિરતિ ગુણઠાણામાં રહેલો છે જ છે. તેને પણ ધર્મદેશનાનો અધિકાર છે. કેટલા મહાનુભાવો પશ્ચાતકૃત એટલે પતિત થયેલા સાધુ કે , સિદ્ધપુત્રાદિકની અપેક્ષાએ “વિવરીયપરવા ય' એ પદ વંદિત્તામાં કહેવામાં આવ્યું છે, એમ જણાવે છે, પરંતુ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્યશ્રાવકો કે જેઓ પશ્ચાસ્કૃત ન હોય કે આ કે સિદ્ધપુત્ર ન હોય તેવાઓએ પણ “નાસ્ત ધનં પરિફ' એમ કહીને દેશના કરવાનો અધિકાર પત્ર * શાસ્ત્રકાર કહે છે, વળી આવશ્યક વિગેરેમાં સ્પષ્ટપણે સાંભળીએ છીએ કે જીનદત્ત શ્રાવક જે પુસ્તકો વાંચતા હતા તે સાંભળીને જ કંબલશંબલ નામના વૃષભો ભાવિક થયા હતા. અર્થાત 1 એકલા પશ્ચકૃત કે સિદ્ધ (અનુસંધાન જુઓ ટાઈટલ પાનું ત્રીજું) 1 x xx x x x x x x x x xx x xx x x x
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy