________________
શ્રી સિદ્ધચક્ર
આ
મનુષ્યગતિવાળા હોય છે તેની અપેક્ષાએ માત્ર હકીકત જણાવી છે, નહિંતર મેઘકુમારે હાથીના ભવમાં કરેલી સસલાની દયા એટલી બધી ફલ દેનારી નિવડી કે જે અનુકંપા-દયાના પ્રભાવે તે હાથીનો જીવ બીજા ભવે રાજકુમાર થયો. એટલું જ નહિં, પરંતુ શ્રીજિનેશ્વરભગવાન્ મહાવીરમહારાજની પાસે સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ કરી મોક્ષ મેળવવા માટે ઘણો નિકટ થઈ ગયો. એટલે મિથ્યાર્દષ્ટિ હોય તો તેવી અવસ્થામાં પણ કરેલી અનુકંપા પરંપરાએ મોક્ષ દેવામાં સમર્થ થઈ શકે છે.) સુપાત્રદાનથી શું અસાધ્ય છે.
૫૩
એટલું જણાવ્યા પછી મલધારીજી ભગવાન્ જણાવે છે કે કેટલાક બિચારાઓને દાન દેવાનો વિચાર થાય, પરંતુ પોતાની પાસે સાધન ન હોય, વળી કેટલાકોને દાન દેવાના સાધનો હોય, પરંતુ વિચાર ન હોય, કોઈક વખત દાન દેવાના વિચારો હોય, અને દાનનાં સાધનો પણ હોય, છતાં તેને સુપાત્રનો સંયોગ ન મળે. પરંતુ ભાગ્યશાલી જીવોને વિચાર, સાધન, અને પાત્ર આ ત્રણેનો સંયોગ મળી જાય છે. સુપાત્રદાનના મુખ્યફલ તરીકે મોક્ષની પ્રાપ્તિ આગળ જણાવી છે, તેથી અનન્તરપણે સુપાત્ર દાનનું ફળ જણાવતાં કહે છે કે સુપાત્રદાનને દેવાવાળો મનુષ્ય બીજાભવમાં રોગ રહિત થાય, સૌભાગ્યવાળો થાય, આજ્ઞાઐશ્વર્યવાળો થાય અને મનને ઇષ્ટ એવા વૈભવોનો માલિક થાય, યાવત્ દેવલોકોની સંપદાને ભોગવવાવાળો થાય. સુપાત્રદાન દઈને કેટલાક
તા. ૧૮-૧૧-૧૯૩૭
જીવો તો તે દાનના પ્રતાપે તેજ ભવમાં મોક્ષે ગયા છે, અને કેટલાકો દેવતા અને મનુષ્યનાં સુખો ભોગવીને સુપાત્રદાનને પ્રભાવે મોક્ષે ગયાં છે. આટલું કહીને સુપાત્રદાનને દેવાવાળાને તે થતા ફાયદામાં અમરસેન અને વરસેનનું દૃષ્ટાન્ત દઈ વિશેષ ફળવાળું દાન જણાવતાં કહે છે કે વિહાર કરનારા, ગ્લાન થયેલા, આગમગ્રહણકરનારા, લોચ કરનારા, અને ઉત્તરપારણાવાળામાં દેવાતું દાન ઘણા જ ફલવાળું થાય છે. દાનીપુરૂષોને પૂજ્યમલધારીજીના બે બોલ.
દાતાપુરૂષોને ધ્યાનમાં રાખવા માટે મલદારીજી મહારાજ જણાવે છે કે જે શરીરથી જુદું રહેલું અને વારંવાર આવડ જાવડ કરવાવાળું એવું ધન છે. તેને પાત્રમાં સ્થાપન કરવાથી નિત્ય અને
અંતરંગ એવો જો ધર્મ થાય છે, તો પછી ધનનું ક્યું ફલ બાકી રહ્યું ?, એવી રીતે દાતારના ગુણો જણાવવા સાથે નહિં દેનારાઓના દોષોને અંગે કહે છે કે દારિદ્રય, દુર્ભાગ્ય, ગુલામી, ગરીબાઈ, રોગસહિત પણું, અને બીજાના પરાભવો સહન કરવા, એ અવસ્થા દાન નહિં દેનારાઓની હોય છે, વળી જણાવે છે કે વ્યાપારનું ફળ પૈસાની પ્રાપ્તિ છે. અને પૈસાની પ્રાપ્તિનું ફલ સુપાત્રમાં વાપરવું તે જ છે. જો સુપાત્રમાં વાપરવાનું ન બને તો વ્યાપાર અને લક્ષ્મી બન્ને દુર્ગતીનાં જ કારણો બને છે. દેવતા તિર્યંચ અને નારકીના ભવમાં તો ઘણા ભાગે દાન દેવાતું જ નથી, અને મનુષ્યપણું મળ્યા છતાં પણ જો દાન નહિં દેવાય તો તે મલેલું મનુષ્યપણું પણ નિષ્ફળ છે. ઘણા વૈભવ
(અનુસંધાન પા. ૫૫)