________________
શ્રી જૈનધર્મ અને જ્ઞાનપંચમી
મહાનન્દરૂપી વૃક્ષનું મૂલ બીજ જે સમ્યક્ત્વ તેનું બીજ કયું ? જીવાજીવાદિક તત્ત્વની શ્રદ્ધાના પરિણામ જે સમ્યક્ત્વ છે તેને ઉત્પન્ન કરનાર કોણ?
જ્ઞાનારાધન.
જ્ઞાનારાયન.
જ્ઞાનારાધન.
જ્ઞાનારાયન.
જ્ઞાનારાધન.
જ્ઞાનારાધન.
નરક, દેવ, મનુષ્ય, જ્યોતિષ્ક, સિદ્ધિ અને સિદ્ધોને જાણવાનું સાધન કર્યું ? આશ્રવનાં પચ્ચક્ખાણ કરતાં સુપ્રત્યાખ્યાની કોણ બનાવી શકે ? સંયમને જાણવાના કારણભૂત જીવ અજીવનું જ્ઞાન કોણ કરાવી શકે ? કટુકફલને દેનાર પાપકર્મના કારણભૂત અજયણાનું જ્ઞાન કોણ કરાવી શકે ? સંસારમાં દુઃખ દેનાર એવા પાપકર્મોને રોકનારી જયણાનું જ્ઞાન કોણ કરાવી શકે ?
જ્ઞાનારાધન.
અનેક પ્રકારની ગતિઓ જાણવાથી પુણ્યપાપ અને બન્ધમોક્ષ જણાય, પુણ્યપાપ બન્ધમોક્ષ જાણવાથી તેમ અનેક પ્રકારની ગતિ જાણવાથી દેવતાઈ અને મનુષ્યસંબંધી ભોગોથી વૈરાગ્ય આવે અને વૈરાગ્ય આવવાથી બાહ્ય અત્યંતર સંયોગના ત્યાગથી સાધુપણાને પ્રાપ્ત કરી શકાય અને સાધુપણું પ્રાપ્ત થવાથી ઉત્કૃષ્ટ સંવરને પ્રાપ્ત કરી શકાય અને ઉત્કૃષ્ટ સંવર પ્રાપ્ત થવાથી અજ્ઞાન તથા કષાયથી કરેલાં કર્મોનો ક્ષય કરાય અને અજ્ઞાન અને ક્માયથી કરેલા કર્મોનો નાશ થવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરાય. કેવલજ્ઞાન પ્રાપ્ત થવાથી યોગનો રોધ કરીને શૈલેશી અવસ્થા મેળવી શકાય, શૈલેશી અવસ્થા મેળવીને મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય. અને મોક્ષપદ પ્રાપ્ત કરીને સર્વપ્રકારે અનન્ત ચતુષ્ટય સહિતપણે લોકના અગ્રભાગમાં રહેવાય. એ સર્વ પરંપરાની જડ કોણ ? જ્ઞાનારાધન.
જૈનજનતામાં જ્ઞાનનો મહિમા અત્યન્ત પ્રસિદ્ધ છે અને તે જ્ઞાનના આરાધન માટે કાર્તિક શુક્લાપંચમી કે જેને જ્ઞાનપંચમી તરીકે કહેવામાં આવે છે, તે જ્ઞાનપંચમી સર્વજ્ઞાનની આરાધનાને માટે છે જ્ઞાનપંચમીની પ્રાચીનતા એટલી બધી છે કે જેનો ઉલ્લેખ શ્રીમહાનિશીથ સૂત્રમાં અવશ્ય આરાધના કરવા માટે જણાવ્યો છે. વળી દિગમ્બરોએ તે જ્ઞાનપંચમીના અનુકરણ તરીકે જ્યધવલની પૂર્ણતાને નામે શ્રુતપંચમી નામે પર્વ રાખેલું છે. શ્વેતામ્બરો કરે તેનાથી ઉલ્ટુ કરવું. એમનો જીવનમન્ત્ર છે તેથી શ્વેતામ્બરોએ ચોમાસામાં વગર છોડેલા રહેલાં પુસ્તકોનું ખુલ્લી હવાની વખતે પરાવર્તન થઈ શકે તે માટે જે કાર્તિક સુદ પંચમી જ્ઞાનપંચમી તરીકે રાખેલી તેની જગોપર દિગમ્બરોએ જેઠ સુદ પંચમી કોઈ પણ પ્રકારના જ્ઞાનના ઉત્તેજન
સિવાય લીધી.
શ્વેતામ્બરો જ્ઞાનાચારની અંદર મુખ્યતાએ શ્રુતજ્ઞાન લે છે તેવી રીતે અહિં જ્ઞાનપંચમીની આરાધના પણ મુખ્યતાએ શ્રુતજ્ઞાનને ઉદ્દેશીને છે. આ શ્રુતજ્ઞાન બાકીના ચારે શાનોને જણાવવા સાથે પોતાને જણાવનાર છે માટે આ શ્રુતજ્ઞાન જ સ્વપર પ્રતિબોધક છે અને તેથી ભવ્યો ઉપવાસ કરવાપૂર્વક ખમાસણા, જાપ, પૌષધ, દેવવંદન વિગેરેથી આ જ્ઞાનપંચમીની આરાધના કરવી જરૂરી છે.