________________
શ્રી સિદ્ધચક્ર
૪૩
વિચાર કરવાની આવશ્યકતા છે. એકેન્દ્રિયથી માંડીને ઠેઠ ચૌદમાગુણસ્થાનક સુધીના જીવો સ્વસ્વરૂપે કરીને તો સિદ્ધ સમાનજ છે. જેમ ધૂલમાં મળેલું સોનું અને ભટ્ટીમાં ગાળીને તેજાબથી શુદ્ધ કરેલું સોનું બન્ને સ્વરૂપે તો એક સરખાં જ હોય છે. તેવી રીતે જીવના સ્વરૂપની અપેક્ષાએ એકેન્દ્રિયથી માંડીને સિદ્ધ સુધીના સર્વજીવો એકસરખા જ છે, પરન્તુ જેમ શોધ્યા વગરનું સોનું ઇતર ધાતુ અને માટીથી મિશ્રિત હોય છે, તેવી રીતે મુક્તિ પામેલા સિવાયના જીવો કર્મરૂપી મેલથી મિશ્રિત છે. જો કે આ જગો પર નોપતવત્ નું દ્રષ્ટાન્ત દઇ અગ્નિપ્રયોગથી તે કંચન અને માટી એ બન્નેનો અનાદિ સંયોગ છતાં નાશ કરવાનું જણાવાય છે, પરન્તુ ધ્યાન રાખવું કે એ દ્રષ્ટાન્ત જૈનસિદ્ધાન્તને વાસ્તવિક રીતે અનુસરનારૂં નથી, કારણ કે જૈનો કોઈપણ પુદ્ગલનો સંયોગ અનાદિનો માનતા જ નથી, છતાં જે પૂર્વમીમાંસાવાળાઓ આત્માને અનાદિ માને છે અને તે આત્માની સાથે અનાદિથી કર્મનો સંયોગ થવો માને છે અને તેવી અનાદિ સંયોગની માન્યતાને આધારે અનાદિસંયોગનો વિયોગ ન થાય માટે સર્વજ્ઞપણું કે મોક્ષ થવાનું માનતા નથી, છતાં તેઓ સૃષ્ટિને તો અકર્તૃક માને છે અને જૈનોની પરમાણુ સંબંધી પ્રક્રિયાને માનતા નથી, તેથી તેઓના મતે તો ઘનોપન નો સંયોગ અનાદિનો જ થાય છે અને તે અનાદિના કંચનોપલના સંયોગનો તેઓ નાશ
તા. ૩-૧૧-૧૯૩૭
માનતા હોવાથી અનાદિપણાનો હેતુ અનંતપણું સાધવામાં તેઓના સ્વવચનથી વિરૂદ્ધ થઈ જાય છે, માટે શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર મોક્ષને નહિં માનનારા જૈમિનિયોને અંગે ચત્તોપત્તના સંયોગના નાશનું દ્રષ્ટાન્ત આપે છે. સામાન્યદ્રષ્ટિએ તો જેમ અતીતકાલ અનાદિ છતાં પણ અન્તવાળો છે અથવા પ્રાગ્ભાવ પણ અનાદિ છતાં અન્તવાળો છે. તેવી રીતે કર્મનો સંયોગ અનાદિ છતાં અન્તવાળો માનીને સર્વકર્મના નાશરૂપી મોક્ષ માનવામાં અડચણ રહેતી નથી. વાસ્તવિકરીતિએ તો કોઈપણ કર્મના પરમાણું તો અનાદિથી આત્માની સાથે લાગેલા છેજ નહિં. કેમકે જે કોઈપણ કર્મનો પરમાણુ આત્માની સાથે લાગે તે કોઈપણ કાલે સિત્તેર ક્રોડાક્રોડ સાગરોપમથી વધારે મુદ્દત તો આત્મા સાથે જોડાઈ રહેજ નહિં. એટલે કહેવું જોઈએ કે એકરૂપે કર્મનો સંબંધ અનાદિનો નથી જ. પરન્તુ પરંપરાના પ્રવાહરૂપે કર્મનો સંબંધ આનદિનો છે, છતાં અનુભવથી કોઈપણ મનુષ્યને એ વાત કબુલ કરવી પડે તેમ છે કે આત્માને અનાદિનું અજ્ઞાન છતાં તેનો નાશ થાય છે. ધર્મહીનપણું અનાદિનું છતાં તેનો નાશ કરી ધર્મપણું પ્રાપ્ત થાય છે. અનાદિથી સદવર્તનને રોકનારાં જે અનાદિનાં કર્મો તેનો નાશ કરી સત્ત્તન મેળવી શકાય છે. કેમકે જો તે અજ્ઞાન મિથ્યાત્વ અને અવિરતિ અનાદિનાં ન હોત તો સમ્યક્ત્વજ્ઞાન અને સદવર્તનના પ્રભાવે કેઈકાલ પહેલાં જીવ મોક્ષને પ્રાપ્ત કરી શક્યો હોત, પરન્તુ