________________
- દીપાલિકા અને પ્રભુ મહાવીર
આર્યપ્રજાનો કોઈપણ મનુષ્ય એવો નહિ હોય કે જે દીવાલીના પર્વથી અજાણ્યો હોય, છતાં દીવાલીશબ્દ લોકભાષાનો હોઈ એનું સંસ્કૃત સ્વરૂપ ઘણા ઓછા જ * જાણતા હોય છે. દીવાળિનું સંસ્કૃત સ્વરૂપ સીપાવત્ની છે, અને એનો અર્થ દીવાઓની - શ્રેણી એવો થાય છે. જો કે સામાન્યરીતે પ્રતિદિન સગૃહસ્થોના ઘરમાં અનેક દીવો ન થાય છે, પણ તેને દીવાની શ્રેણિ તો કહેવાય જ નહિ. દીવાની શ્રેણિ તો દીવાળિને 3 દિવસ લાઈનબંધ જે દીવાઓ થાય છે તેને જ કહી શકાય. પરંતુ આ દીવાઓ * લાઈનબંધ જે કરવામાં આવે છે તે એક બાહ્ય ચિન્હ છે, જો આપણે એકલાબાહ્ય ચિન્હને વળગીએ તો ખરેખર આપણે સાપ અને લીસોટાનો ભેદ નથી સમજ્યા
એમ ગણાય. વિચાર કરવાની જરૂર છે કે હંમેશાં દીપક અંધકારનો નાશ કરવા જે માટે વપરાય છે, તો પછી આ દીવાઓની શ્રેણીથી કયા અંધારાના નાશને લક્ષ્યમાં
કર્યું હશે. વિચક્ષણ પુરૂષ સમજી શકશે કે કોઈક એવા અખંડઉદ્યોતના અભાવને
લીધે અગર તેના અસ્તને લીધે આ દીપાલિકા શરૂ થયેલી હોવી જોઈએ. આ - દીપાલિકા માટે જૈનસૂત્રોમાં શિરોમણિ તરીકે ગણાતું શ્રીપર્યુષણાકલ્પસૂત્ર જેની રચના ભગવાન્ મહાવીર મહારાજ પછી એકસોસિત્તેર વર્ષે શ્રુતકેવલિશ્રીભદ્રબાહુ
સ્વાજીિએ કરેલી છે, તેમાં દીપાવલિકાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. અને તેનાથી પ્રાચીન T કોઈપણ ઉલ્લેખ દીપાવલિકા માટે જૈનશાસ્ત્ર કે અન્ય દર્શનશાસ્ત્રોમાં નથી. 1 શ્રીકલ્પસૂત્રના ફરમાન પ્રમાણે ભગવાન્ મહાવીર મહારાજરૂપી અખંડ ઉદ્યોતકારક
કેવલજ્ઞાની જીનેશ્વર ભગવાનના અસ્તસમયથી જ અખંડ ઉદ્યોતકરાક કેવલજ્ઞાની 3 જીનેશ્વર ભગવાનના અસ્તસમયથી જ થયેલા ભાવઅંધકારને ટાળવાના ઉપલક્ષણમાં ન જ આ દીપાવલિકા પ્રવર્તેલી છે. ધ્યાન રાખવું જરૂરી છે કે અઢારે દેશના ગણરાજાઓએ
(જાઓ) ટાઈટલ પા. ૩)