SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલ પા. ૪ થી ચાલુ) એકત્રિત થઈને આ દીપાલિકા પ્રવર્તાવેલી છે અને તેથી જ આ દીપાવલિકા સમગ્ર ) ભરતક્ષેત્રમાં વ્યાપક થઈ ગઈ છે. અને એમાં કોઈપણ જાતનું આશ્ચર્ય નથી. આ દીપાવલિકાના બાહ્યસ્વરૂપ દીપની શ્રેણિને જેટલું વળગવું જોઈએ તેના કરતાં શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે પોતાની હયાતિમાં અત્યઅવસ્થા એ જે સોલ પહોર છે સુધી અખંડધારાએ દેશના આપી હતી અને તેમાં પંચાવન અધ્યયનો પાપફળને ' જણાવનારા પંચાવન અધ્યયનો પુણ્યફલને જણાવનારાં અને પ્રશ્ન પૂછયા વગરનાં ' છત્રીશ વ્યાખ્યાનો જે બાર૫ર્ષદાને સંભળાવ્યાં હતાં અને બારપર્ષદાએ પણ તે છેલ્લો લ્હાવો અખંડપણે સાંભળીને લીધો હતો અને તેનું અનુકરણ દરેક ભવ્યાત્માઓએ કરવાની જરૂર છે. એટલે દીવાળિને દિવસે ભગવાના કાલધર્મ પછી કરાયેલી દીવાની , પ્રવૃત્તિમાં જવા કરતાં હયાતિની વખતે થયેલો અખંડપણે સોળપહોરનો લાભ વિશેષે કે અનુકરણીય હોય. છટ્ટની તપાસ્યા કરવાપૂર્વક સોલપહોરનો પૌષધ દરેક A ભવ્યાત્માઓએ કરવો જોઈએ. અને દીવાલીને દિવસે હેલી રાતે શ્રી મહાવીરસ્વામિસર્વજ્ઞાયy નમ: એવો બે હજારનો જાપ એટલે વીસનવકારવાળી અને પાછલી રાતે શ્રી મહાવીર| સ્વામિપારંપાતાય નમ: ની વીસ નવકારવાળી તથા તે બન્ને વખતે દેવવંદન આદિy આરાધનાને માટે કરવું જ જોઈયે. શ્રૌતમસ્વામિસર્વજ્ઞાય નમ: એ પદનો જાપ અને દેવવંદન સૂર્ય ઉદય પહેલાં શ્રી ગૌતમસ્વામિ ભગવાનના કેવલજ્ઞાનને અંગે કરવો એ ભવ્યાત્માઓની ધ્યાન બહાર તો ન જ હોય. ધ્યાન રાખવું કે આ દીપાલિકા પર્વ એટલું બધું રાજા મહારાજા અને સામાન્યવર્ગમાં પ્રચલિત થયેલું હતું અને છે કે જેને અંગે ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીને એમ જણાવવું પડ્યું કે દીવાલિના તહેવારમાં શ્રીમતવીરસ્ય નિર્વાઇ, વાર્થ નાનુરિદ્ર એવા પ્રઘોષને અગ્રસ્થાન મળ્યું.' અર્થાત્ લોકો જે દિવસે દિવાળિ કરે તે દિવસ છઠ્ઠના બીજા ઉપવાસનો હોય તેવી રીતે જૈનોએ પણ દીવાળિ કરવી એ શાસ્ત્રાજ્ઞાથી સિદ્ધ છે.
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy