________________
(ટાઈટલ પાના ૩ નું ચાલુ) ધર્મસંબધી સ્મારણા વિગેરે પણ ઝેરની માફક પરિણમે છે, અને કોઈક આત્માથી શ્રાવક છે, સ્મારણાદિથી રોષ ન પામે, તોપણ શ્રાવકે હિતની બુદ્ધિથી મિથ્યાત્વારોગને નાશ કરનારી છે, - સાધુ અને શ્રાવક વર્ગને હિત કરનારી એવી સ્મારણઆદિકની ભાષા અનુગ્રહની બુદ્ધિથી કહેવી
જ જોઈએ. શ્રાવકે પ્રમાદવાળા શ્રાવકને પ્રમાદના પરિહારને માટે જણાવવું કે પ્રમાદરૂપી મદિરાએ lk મત્ત થયેલો જીવ જો કદાચ દ્વાદશાંગને ધારણ કરનારો હોય તોપણ તે મહાનુભાવ પ્રમાદના ' પ્રતાપે અનંતકાળ એટલે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી નિગોદમાં રખડે છે, આવી છે આ રીતે પ્રમાદનું ભયંકરપણું સમજાવી તે શ્રાવકને સ્મરણાદિ કરતાં કહે કે કાલે પષધશાળામાં છે.
કેમ દેખાયો નહોતો? કાલે જીનેશ્વરમહારાજના ચૈત્યમાં કેમ નહોતો દેખાયો ? સાધુમહારાજના છે,
ચરણકમળમાં પણ દેખવામાં કેમ હોતો આવ્યો? જે કાર્યથી ન આવ્યો હોય તે મને જણાવી છે. આવી રીતે સ્મારણા કર્યા પછી જો તે શ્રાવક પોતાનું પ્રયોજન જણાવે અને તેમાં જો તે પ્રમાદને
આધીન થયેલો માલમ પડે તો તે શ્રાવકને સમજુ શ્રાવકે આવી રીતે ધાર્મિક પ્રેરણા કરવી કે હે મહાનુભાવ? મનુષ્યજન્મ દુર્લભ છે. મનુષ્યજન્મ મળ્યા છતાં સર્વશે કહેલ ધર્મ મળવો જે મુશ્કેલ છે, તે મળ્યા છતાં પણ સાધુ અને સાધર્મિકની સોબત મળવી ઘણી મુશ્કેલ છે, આ છે
જીવન મળેલી ઋદ્ધિ, ધાન્ય, કુટુંબ અને મિત્રોનો સમાગમ એ સર્વ ચલાયમાન છે, ક્ષણવારમાં જે પણ અનેકપ્રકારના વ્યાધિઓ યાવત્ મરણ પણ આવી લાગે છે, માટે પ્રમાદ કરવો તે કોઈપણ
રીતે યોગ્ય નથી. વળી ચોરો ધન લુંટીને જે નુકશાન કરે નહિં, અગ્નિ વસ્તુ બાળીને જે
નુકશાન કરે નહિ, જુગાર રમતાં હારવાથી જે નુકશાન થાય નહિં, તેવું અસાહ્ય નુકસાન ' ધર્મમાં પ્રમાદ કરવાથી થાય છે, આવી રીતે શિખામણ દીધા છતાં પણ જેઓ પ્રમાદને છોડતા છે
નથી તેઓ હાથે કરીને કાળા સાપને લે છે, ઝેરને ખાય છે અને નિધાનને છોડીને કાચનો છે, કટકો પકડે છે. હે સૌમ્ય! મહાનુભાવ આ બધી વસ્તુને તું જાણતો અને સર્વજ્ઞભગવાના , ધર્મને પણ જાણતો છતા જો તું પ્રમાદને છોડતો નથી તો સંસાર સમુદ્રમાં રખડતાં તું જરૂર ઘણા ખેદને પામીશ. ભાવ-વાત્સલ્યને સમાપ્ત કરતાં જણાવે છે કે એવા પ્રકારની વાણીએ કરીને ,
શ્રાવકે શ્રાવકને પ્રમાદ થતો હોય તો જરૂર પ્રેરણા કરવી અને એવી પ્રેરણાનું નામ જY ( ભાવસાધર્મિકવાત્સલ્ય કહેવાય અને એવું ભાવસાધર્મિકવાત્સલ્ય સમજુ શ્રાવકે દિનપ્રતિદિન કરવું છે.
જ જોઈએ. ઉપર જણાવેલી ભાવસાધર્મિકવાત્સલ્યની હકીકતને સમજીને દરેક સુજ્ઞશ્રાવકે પોતાના છે, / સાધર્મિકભાઈઓને ધાર્મિકકાર્યના પ્રમાદથી બચાવવા તેજ શ્રેયસ્કર છે અને તેનું નામ જ .
ભાવસાધર્મિકવાત્સલ્ય છે તે હેજે સમજાશે.
ધી “જૈન વિજયાનંદ"પ્ર. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.