________________
૫૧૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૮-૩૮
થવું એ તો ઉચિત ન જ ગણાય મુખ્યતાએ ચતુર્વિધ શ્રી સંઘને માટે એ જરૂરી છે કે નકામી કુથલી કરવી નહિં. અને કાનના કાચા થઈ કોઈના કહેવા માત્રથી છેડાઈ જવું નહિ. ધ્યાન રાખવું કે એકપક્ષીય સાંભળીને દોરાઈ જનારા હુકમ કરનારા અને ચુકાદો આપનારા જોહુકમી કરનારા અને મોગલાઈ ચલાવનારા ગણાય છે એવી રીતે શ્રી સંઘની પણ કોઈ વ્યક્તિ જો ઉભયપક્ષનું સ્વરૂપ ન વાંચે, ન જાણે, ન સમજે અને ચુકાદો આપવાને માટે મગજ અને વચનને તૈયાર કરે તો તેઓ પણ મોગલાઈ ચલાવનાર જ ગણાય. માટે જે કંઇ અભિપ્રાય બાંધવો અથવા ઉચ્ચાર કરવો તે બન્ને પક્ષનું કથન સમજીને કરવો જ યોગ્ય છે. છતાં જે જે તેવા એક પક્ષીય વિચારો, વચનો અને વર્તનો જાણવા સાંભળવામાં આવતાં વિચારો બંધાય કે વચનો ઉચ્ચારાય તેની માફી જરૂર માગવી જ પડે. એટલે કહેવું જ જોઈયે કે આખા વર્ષની થતી મલિનતા ટાળનારો જો કોઈ પણ વખત હોય છે તે આ સંવચ્છરીનો જ વખત છે. આ સંવચ્છરીનો ફક્ત એક દિવસ જ છે કે જેમાં શ્રી જિનેશ્વરમહારાજના ફરમાનને માનનારો સમસ્તચતુર્વિધ સંઘ એકસરખી રીતે પોતપોતાના વૈરવિરોધ અને શકંકાશની સકલ શ્રી સંઘની સમક્ષ માફીની આપલે કરે છે. અન્ય સમયમાં એકને માફી માગવાનો વિચાર થાય અને બીજાને ન થાય, વળી એકને માફી માગવાનો વિચાર કયે દિવસ થાય અને બીજાને કયે દિવસ માફી માગવાનો વિચાર થાય ? અને તેથી પરસ્પના વૈરવિરોધ અને ક્લેશકંકાશને શમાવવાનું વાતાવરણ ઉત્પન્ન થાય નહિ, પરન્તુ આ સંવચ્છરીનો દિવસ તો એટલો બધો ઉત્તમ અને નિયમિત છે કે તે દિવસે તો બન્ને પક્ષને શાસ્ત્રોની આજ્ઞાને અનુસારે ફરજીયાતપણે ખમતખામણાં કરવાં અને ઉપશાન્ત થવા તથા બનાવવાનું કાર્ય કરવું જ પડે છે.
ઉપર જણાવેલી હકીકતને સમજનારો સુશમનુષ્ય સાંવત્સરિકની મહત્તા સમજવા સાથે અવિચ્છિન્નપ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વરમહારાજે સંવર્ચ્યુરીને દિવસે ખમવા નમાવવાની અને ઉપશાન્ત થવા અને ઉપશાત્ત બનાવવાની મહત્તા સમજાવી જે જૈનશાસનમાં ઉપશમની જ પ્રધાનતા છે એમ ફરમાવ્યું છે તેની મહત્તા બરોબર સમજાશે.