________________
૫૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૮-૩૮
આ પાઠમાં સ્પષ્ટપણે ફરમાવે છે કે જેમ શ્રમણ-ભગવાન-મહાવીર મહારાજે ચોમાસાના વીસ દિવસ સહિત મહિનો ગયે છતે પર્યુષણા કરી તેવી રીતે ગણધરોએ પણ ચોમાસાના વીસ દિવસ સહિત મહિના ગયા પછી પર્યુષણા કરી (૩) જેવી રીતે ગણધર મહારાજાઓએ ચોમાસાના વીસ દિવસ સહિત મહિનો ગયો છતે પર્યુષણા કરી તેવી રીતે ગણધર મહારાજના શિષ્યોએ પણ ચોમાસીથી યાવત્ પર્યુષણા કરી (૪) જેવી રીતે ગણધરના શિષ્યોએ ચોમાસથી યાવત્ પર્યુષણા કરી તેવી રીતે વિરોએ ચોમાસથી થાવત્ પર્યુષણા કરી (૫) જેમ સ્થવિરોએ ચોમાસીથી યાવત્ પર્યુષણા કરી તેવી રીતે જે આજકાલ શ્રમણનિગ્રંથો વિચારે છે તે પણ ચોમાસથી યાવત્ પજુસણ કરે છે (૬) જેવી રીતે વર્તમાન સાધુઓ ચોમાસથી વીસ દિવસ સહિત મહિનો જાય ત્યારે પજુસણ કરે તેવી રીતે તમારા આચાર્ય ઉપાધ્યાયો પણ ચોમાસથી યાવત્ પજુસણ કરે છે (૭) અને જેવી રીતે તમારા આચાર્ય ઉપાધ્યાયો ચોમાસથી થાવત્ પજુસણ કરે છે તેવી રીતે હમો પણ ચોમાસથી વીસ દિવસ સહિત મહિનો ગયા પછી પજુસણ કરીયે છીએ.
ઉપર જણાવેલ પાઠ ઉપરથી નીચેની વાતો સ્પષ્ટ થાય છે. વૈરવિરોધને વોસરાવવા અને તે માટે ખમતખામણાં કરવા દ્વારાએ આત્માને ઉપશાંત કરવા અને બીજાને ઉપશાંત બનાવવા માટે સાંવત્સરિક છે, છતાં તે પરંપરાગતની રીતિએ જ શ્રી સંઘને
કરવા જેવું છે. પણ યથાકંથચિત્ કરવાનું નથી. ૨ આ ખમતખામણાં કરવાનું અને ઉપશાંત બનવા અને બનાવવાનું વાતાવરણ ચોમાસથી વીસ
દિવસ સહિત મહિનો ગયા પછી જરૂર કરવાનું છે. ૩ અન્ય સર્વપ્રવૃત્તિઓ આજ્ઞા અને આચરણાની મુખ્યતાએ કરવામાં આવે છે, છતાં આ ખમતખામણાં
કરવાની અને ઉપશાંત બનવા અને બનાવવાની પ્રવૃત્તિનું વાતાવરણ તો આશા અને આચારણાથી
કરવાનું હોવા છતાં તેમાં ગતાનુગતિક્તાને પણ આગલ કરવાની છે. ૪ સામાન્ય રીતે ભગવાન્ મહાવીર મહારાજે કર્યું છે કે ગણધર મહારાજાઓએ કર્યું છે તેમ હમે કરીયે
છીયે એમ કહ્યું હોત તો ચાલી શકત. છતાં તેમ ન કહેતાં શ્રમણ ભગવાન્ મહાવીર ૧ ગણધરો ૨ ગણધરશિષ્યો ૩ સ્થવિરો ૪ વર્તમાનકાલના બધા સાધુ ૫ અને પોતાના આચાર્ય ઉપાધ્યાયોના કરવાની માફક પોતાનું સંવર્ચ્યુરી સંબંધી ખમતખામણાં અને ઉપશમ કરવા કરાવવાનું કાર્ય જણાવીને સકલસંઘની એક સરખી કર્તવ્યતા જણાવી છે.