________________
૫૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૮-૩૮
ગણાય છે અને તેથી સકલસાધ્વી-શ્રાવિકાનો વર્ગ જુદાં ખમતખામણાં કરે છે. તેમજ ભિન્નસ્થાને સંવચ્છરીપડિક્કમણું કરનાર સાધુ શ્રાવકવર્ગ પણ તેવી જ રીતે સાક્ષાત્ ખમતખામણાં કરે છે. આ બધી પ્રવૃત્તિનું તત્ત્વ સમજનાર સુન્નો સ્પષ્ટપણે સમજી શકશે કે સંવચ્છરી એ એક સકલજીવરાશિના તો વૈરવિરોધને ખમવાખમાવવાનું સ્થાન છે જ. પરન્તુ ચતુર્વિધ સકલ સંઘમાં ખમતખામણાના જબરદસ્તા વાતાવરણને ઉત્પન્ન કરે છે. આવી રીતે સકલ શ્રી સંઘમાં ખમતખામણાના એકસરખા વાતાવરણની તરફ દૃષ્ટિ કરનારને હેજે માલમ પડશે કે ભગવાન્ જિનેશ્વરમહારાજાદિ મહાપુરૂષોએ અદ્વિતીયપણે ખમતખામણાં કરવાનો એકસરખી રીતે એક જ દિવસ રાખવામાં કેટલો બધો ઉપકાર કરેલો છે. આ ઉપરથી જેઓ બીચાર શ્રદ્ધાથી પતિત થયેલા અને શાસ્ત્રજ્ઞાથી વિમુખ થયેલા પોતાને જૈન કહેવડાવવાળા છતાં જે બોલે છે કે ખમતખામણાં કરવાં એટલું જ સંવચ્છરીનું તત્ત્વ છે. પછી તે ખમતખામણાં હાય. તો ત્રીજે ડાય તો ચોથે ચડાય તો પાંચમે અને હાય તો છઠને દિવસે થાઓ એની અડચણ નથી.' એમ કહે કે તેઓ ખરેખર શ્રી સંઘના વાતાવરણને સમજવામાં અશક્ત નીવડ્યા છે, એમ ચોક્કસ માનવું પડે છે. સકલ શ્રી સંઘ તો શાસ્ત્રાનુસારે એમ માનનારો હોય છે કે જો કે આ સંવચ્છરીમાં ખમતખામણાં કરવાં એ મુખ્ય મુદ્દો છે. પણ તે મુદ્દો ખમતખામણાંના વાતાવરણથી જ સચવાય છે અને તેવું વાતાવરણ થયા શિવાય તે ખમતખામણાંનો મુદો જલવાતો, નથી એટલા માટે તો શ્રી પર્યુષણા કલ્પમાં સંવછરીને અંગે ગતાનુગતિક્તા કરવાનું આખા શાસનને ફરમાવ્યું છે. જુઓ તે પાઠ.
जहा णं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्वंते वासावासं पज्जोसवेइ, तहा णं गणहरावि वासाणं सवीसइराए मासे विइक्वंते वासावासं पजसविंति ॥३॥ जहा णं गणहरा वासाणं सवीसद्वराए जाव पज्जोसविंति तहा णं गणहरसीसावि वासाणं जाव पजोसविंति॥४॥ जहा णं गणहरसीसा वासाणं जाव पजोसविंति तहा णं थेरावि वासावासं पजोसविंति॥५॥ जहा णं थेरा वासाणं जाव पजोसविंति तहा णं जे इमे अजत्ताए समणा निग्गंथा विहरंति तेविअ णं वासाणं जाव पज्जोसविंति ॥६॥ जहा णं इमे अजत्ताए समणा निग्गंथा वासाणं सवीसइराए मासे विइक्वंते वासावासं पजोसविंति तहा णं अम्हंपि आयरिया उवज्झाया वासाणं जाव पज्जोसविंति॥७॥ जहा णं अम्हंपि आयरिया उवज्झाया वासाणं जाव पज्जोसविंति तहाणं अम्हेऽवि वासाणं सवीसइराए मासे विइक्वंते वासावासं पज्जोसवेमो, “कल्प-बारसा-पत्र" ५८