________________
૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૧૯૩૭
ગુણિના વિરોધથી ભવાન્તરે ગુણની અપ્રાપ્તિ
યાદ રાખવું કે આતપ અને છાયાને અથવા ઉદ્યોત અને અંધકારને જેમ પરસ્પર સદાનો અનવસ્થાનરૂપ વિરોધ છે, તેવી જ રીતે મૈત્રીભાવના અને વૈવિરોધને સાથે રહેવાનું બનતું જ નથી. માટે શ્રી જૈનશાસનને પામેલા જીવે અપરાધી હોય કે નિરપરાધી હોય, સમ્યક્ત્વવાન્ હોય કે મિથ્યાત્વી હોય. ધર્મી હોય કે અધર્મી હોય, કોઈપણ હોય.
પરન્તુ
સર્વજીવની સાથેના વૈવિરોધીને તો
વોસરાવવા જ જોઈએ. તો પછી ચતુર્વિધ શ્રી સંઘે પર્યુષણા સરખા પવિત્રપર્વમાં પ્રમોદભાવનામાં નહિં. તો મૈત્રીભાવનામાં આવ્યા સિવાય તો રહેવું જ જોઈએ નહિં. યાદ રાખવું કે ગુણીપુરૂષના વૈરને લીધે શાસ્ત્રકારો ભવાન્તરે પણ ગુણની પ્રાપ્તિનો નિષેધ કરે છે. શ્રી ભગવતીજીસૂત્રમાં મટટુક શ્રાવકના અધિકારમાં કેવલિમહારાજે કહેલો વચનથી વિરૂદ્ધપણે એક વચન પણ કહેવાથી અનન્તા સિદ્ધમહારાજા, તીર્થંકરમહારાજાની આશાતના ગણવામાં આવી છે, તેવી રીતે ત્રિલોકનાથતીર્થંકર ભગવાનના જૈનશાસનને પામેલા જીવોની ઉપર વૈરભાવ રહે તો તે વૈરભાવ રાખનારો સર્વ ધર્મવર્ગની આશાતના કરનારો કેમ ન ગણાય ?
Cami
ભગવાન મહાવીરની ક્ષમા અને તેનો વિસ્તાર
સરસ્વતી સાધ્વીના બચાવ માટે કરેલા ગર્દભિલ્લુરાજાના નાશમાં પણ પ્રતિક્રમણને સ્થાન જરૂર આપવામાં આવ્યું છે. આ વિધિવાદ અને ચરિતાનુવાદો ધ્યાનમાં લેનારો આસ્તિક નામધારી હશે, તો પણ વ્યાઘાતકોની જે તાડના તર્કના તેમાં નિર્જરા તો નહિં જ માને. જો કે ધર્મની રક્ષાની ખાતર તે તે કરવાની જરૂર પડે, તો પણ અંતઃકરણમાં એ સમજે કે આવી રીતે વ્યાઘાતકોને શિક્ષા કર્યા સિવાય ધર્મ અને ધર્મીઓની રક્ષા થતી નથી, માટે મ્હારે
આ વ્યાઘાતકોને સજા કરવી તે આપત્તિ ધર્મ જ છે. આ બધું કહેવાની મતલબ એટલી જ કે ઝઘડાના ઝંડાવાળાઓ સર્વજીવનું વ્યાપકપણું એકલી મૈત્રીમાં તો શું પણ ચાર ભાવનામાંથી કોઈ પણ ભાવનામાં
ન લાવતાં કોઈ પાંચમી દ્વેષ નામની ભાવનાના વિષય તરીકે વ્યાઘાતકોને ગણાવે છે, અને તેમાં લાભ નિર્જરા, ધર્મ વિગેરે સ્વચ્છંદ રીતે જણાવે છે. તે કોઈપણ ધર્મીષ્ઠોએ સાંભળવા કે માનવા લાયક જ નથી. પ્રાસંગિક વિવેચનને છોડી દઈને મૂવિષય ઉપર આવતાં જણાવવું જોઈએ કે મૈત્રીઆદિ ચારભાવનામાં જધન્યમાં જધન્યકોટિની મૈત્રીભાવના છે, તો તે જધન્યકોટિની મૈત્રીભાવનાથી પણ જેઓ પોતાના આત્માને વાસિત નહિં કરી શકે, તેઓ કોઈપણ પ્રકારે ધર્મના અધિકારી બની શકશે જ નહિ. અને સર્વજીવવિષયક મૈત્રી ભાવનાથી તેજ આત્મા વાસિત થશે કે જે વૈવિરોધને ખમવા અને ખમાવવાવાળો હોય.
ભગવાન્ મહાવીર મહારાજના ચરિત્રને જાણનારાઓ સારી પેઠે સમજી શકે છે કે ખેડૂતના