________________
. (અનુસંધાન ટાઇટલ પાના ત્રીજાનું ચાલું) | ૪ શ્રી સિદ્ધાચલજી મહારાજ ઉપર હોટાં મોટાં ગગનચુંબીમદિરોની મરામત અને
સાફસુફી શ્રી આણંદજી કલ્યાણજી તરફથી જ થાય છે અને એ વાત જગજાહેર ,
હોવાથી યાત્રિકગણ તેની તરફ આંખ મીંચામણાં કરી શકે જ નહિ. ૫ શ્રી સિદ્ધાચલજી મહારાજ સરખા પવિત્રધામ ઉપર હદ બહારની ભગવાનું
તીર્થંકરની મૂર્તિઓની સંખ્યા જેવી સ્વચ્છ રહે છે તેવી સ્વચ્છ રાખવાની સ્થિતિ કેવી મુશ્કેલ છે તે યાત્રિકગણ પોતાના ગામમાં અલ્પસંખ્યાની મૂત્તિઓમાં પણ રહેતા સ્વચ્છતાના અભાવને વિચારે તો હેજે સમજી શકે અને તે જો સમજવામાં આવે તો ગિરિરાજ ઉપર રખાતા નોકરોની સંખ્યા અને તેના ઉંચા અને ઘણા પગારો તરફ નજર રાખ્યા સિવાય કોઈ દિવસ રહી શકે જ નહિ. યાત્રિક મનુષ્ય એક પણ દેરાસરનો બંદોબસ્ત કરતો હશે અથવા તો ગામમાં પણ એક દેરાસરની મીલ્કત જાળવવી હશે તો કેટલી મુશ્કેલ પડે છે તે સહેજે છે. સમજી શકશે અને તે અપેક્ષાએ એક ઉંચા ગિરિરાજની ટોચ ઉપર રહેલા ગગનચુંબી છે. અનેક મદિરો અને સંખ્યાબંધ મૂત્તિઓની સાથે મોટી સંપત્તિનું રક્ષણ કરવાની છે.
મુશ્કેલી કેટલી હશે તે સમજ્યા શિવાય નહિ રહે. ૭ શ્રી સિદ્ધાચલગિરિરાજ ઉપર ચઢતાં વિશ્રામ સ્થાનો, તેમાં રખાતાં પાણી પાનારા
નોકરો, શ્રી ગિરિરાજને અંગે રખાતા ચોકીદારો વિગેરેની સ્થિતિ જેઓ વિચારે તેઓ તો આણંદજી કલ્યાણજી તરફ પોતાની ફરજ અદા કરવાને કદી પણ ચુકે જનહિ. તા.ક. જેવી રીતે યાત્રિક ગણ ઉપર જણાવેલી વાતો ધ્યાનમાં લેવાને અને તે માટે ઉદારતા કરવાને માટે બંધાયેલો છે, તેવી જ રીતે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના મેમ્બરો પણ સર્વવાતે સાવધાન રહેવા અને આત્મકલ્યાણની બુદ્ધિએ પેઢીનો ) વહીવટ ચલાવવા માટે બંધાયેલા છે એ વાત નિશ્ચિત જ છે.