SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ આગમ-રહસ્ય દ્રવ્યનંદિરૂપ ત્રીજો ભેદ શ્રી સિદ્ધચક્ર આગમરહસ્યમાં દ્રવ્યનંદીને અંગે ભગવાન્ જીનેશ્વરમહારાજનું પરોપકારીપણું તેમની દ્રવ્યપૂજાને અંગે વિચારતાં ગણવામાં આવ્યું અને તે પરોપકારીપણું દર્શાવવા ભગવાન્ શ્રીઋષભદેવજી દ્વારાએ થયેલી વર્ણવ્યવસ્થા જણાવતાં ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ઉત્પત્તિ જણાવ્યા પછી બ્રાહ્મણ એટલે માહનની ઉત્પત્તિને અંગે ભગવાન્ ઋષભદેવજીના કેવળજ્ઞાનના પ્રસંગથી તેઓશ્રીની પ્રવ્રજ્યાનું વર્ણન કરતાં નમિ અને વિનમિના સેવાના અધિકારમાં નિગ્રંથ એવા શ્રીઋષભદેવજી ભગવાનથી તેમના પૌત્ર નમિ વિનમિને ફલની પ્રાપ્તિ કેમ થઈ તેનો વિચાર કરીએ. આત્માના અનંતજ્ઞાનાદિ ગુણો પ્રગટ ક્યારે થાય ? સામાન્ય રીતે જૈનશાસન અને અન્ય કેટલાક સારા દર્શનોના અભિપ્રાયથી દરેક જીવનો આત્મા અનન્તગુણવાલો છે અને ભગવાનની સેવા ગુરૂની ચાકરી કે ધર્મનું આરાધન વિગેરે જે કંઈપણ કરવામાં આવે છે, તે માત્ર આત્માના ગુણોને રોકનાર વિદ્યોને દૂર કરી આત્માના તે ગુણોને પ્રગટ કરવા માટેજ હોય છે. અર્થાત્ જેમ વાદલનાં પડલો ખસી જવાથી સૂર્યનો સ્વાભાવિક પ્રકાશ બહાર આવે છે. તેમાં તા. ૧૫-૧૦-૧૯૩૭ વાદલનું ખસવું એ સૂર્યના પ્રકાશને કરનાર નથી. સૂર્યના પ્રકાશને તો કરનાર સૂર્યજ છે, પરંતુ તે વાદલના પડલને અંગે તે સૂર્યનો પ્રકાશ જગતમાં દેખાતો ન્હોતો, તેવીજ રીતે દરેક આત્મામાં સ્વાભાવિક રીતે અનન્ત એવું જ્ઞાનદર્શન વીર્ય અને સુખ વિગેરે રહેલાં જ છે. પરન્તુ તેને પ્રગટ થવામાં કર્મરૂપી પદલો જ આડાં છે, અને તે કર્મપડલો જ્યારે ખસી જાય ત્યારે આત્માના તે અનન્તજ્ઞાનાદિક ગુણો આપોઆપ પ્રગટ થાય છે. યાદ રાખવું કે પારાની સાથે મળેલું સોનું સુવર્ણરૂપે નાશ પામેલું નથી, તેમ અગ્નિના સંયોગે પારો ઉડી જવાથી સોનું નવું પણ ઉત્પન્ન થતું નથી, પરનું સોનાના સ્વરૂપને ઢાંકી દેનાર એવો પારો અગ્નિના સંયોગથી જ્યારે ઉડી જાય છે ત્યારે તે સોનું આપોઆપ પોતાના સ્વરૂપે પ્રકાશે છે. તેવી રીતે અહિં પણ નાશ પામતા કર્મરૂપી આવરણો આત્માને જ્ઞાનાદિક ગુણો કરી દેતા નથી. પરન્તુ તે આવરનારાં કર્મો ખસી જવાથી તે આવરાયેલા જ્ઞાનાદિક ગુણો પ્રગટ થાય છે. આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે જૈનશાસ્ત્રકારોએ આત્માના ગુણોને અંગે કહેલા ક્ષાયિક ક્ષાયોપશમિક અને ઔપમિકભાવોની સમજણ પડશે. આત્માના ગુણો ઉત્પન્ન થતા નથી, પણ પ્રગટ થાય છે. ધ્યાન રાખવું કે કોઈપણ આત્માનો ગુણ જો નવો ઉત્પન્ન થતો હોત તો ઔત્પાતિક નામનો છઠ્ઠો ભાવ માનવો પડે, પરન્તુ ભાવના પાંચ પ્રકાર ગણીએ છીયે. જો કે છ પ્રકાર ગણીએ તો પણ તેમાં
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy