SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મની વિશ્વધર્મ થવાની લાયકાત ! વર્તમાનજનતામાં વિશ્વધર્મ પરિષદો અવારનવાર ભરાતી હોવાને લીધે એક આ વિચાર ઘણા મનુષ્યોના મનમાં એવી રીતે ઉત્પન્ન થએલો છે કે વર્તમાન જગન્ના ધર્મોમાંથી એવો એક ધર્મ નિયમિત કરવો જોઈએ કે જે ધર્મ, વિશ્વની સમસ્ત જનતાને અનુકૂળ હોય. આવો વિચાર કરનારાઓનું મુખ્ય ધ્યેય ધર્મના હેતુ સ્વરૂપ અને ફલ તરફ નથી હોતું, પરંતુ તેઓનો અન્તરંગ હેતુ પૃથપૃથક ધર્મોના પૃથપૃથક્ મન્તવ્યો હોવાથી અથડામણો થતી મટાડવાનો જ હોય છે, પરંતુ પૂર્વમહર્ષિઓએ જે જે સામાન્ય ધર્મો તરીકે ગૃહસ્થોને માટે ન્યાયસંપન્ન વિભવ વગેરે જે પાંત્રીસ ગુણ , જણાવેલા છે અને જે સામાન્ય ગૃહસ્થ ધર્મ ગણાય છે તે ગૃહસ્થધર્મ એટલો બધો સુન્દર છે કે જે ગુણોને જૈન શાસ્ત્રોમાં માર્ગાનુસાર ગુણો તરીકે કહેવામાં આવે છે અને જે ગૃહસ્થ ધર્મ સર્વગૃહસ્થોને સામાન્ય હોવાથી આપોઆપ વિશ્વધર્મ બન્યા I સિવાય રહેતો નથી એ માર્ગનુસાર પાંત્રીસ ગુણોરૂપી વિશ્વધર્મ આત્માને શુદ્ધધર્મનો હેતુ સ્વરૂપ અને ફલ તરફ જતાં અટકાવ્યા સિવાય જગતની અનુકૂલતામાં દોરે 1 છે અને તેથી જ તેવા ધર્મવાળાને શાસ્ત્રકારો લોકપ્રિયપણું થવારૂપી ફલ અવશ્ય : આવે છે એમ ફરમાવે છે. જો કે આ માર્ગાનુસારના ન્યાયસંપન્નવિભાવાદિ ગુણોનું વિસ્તારથી વિવેચન ભગવાન્ હરિભદ્રસૂરિજીએ શ્રીધર્મબિંદુમાં અને શ્રીકલિકાલ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં આચાર્યજી શ્રીજીનમંડનજીએ શ્રીશ્રાદ્ધગુણવિવરણમાં સારા રૂપે વિવેચન કરેલું છે, એટલું જ નહિ, પરંતુ જે ગ્રન્થનું ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી મહોપાધ્યાયજીએ શોધન કરેલું છે અને અનેક સ્થાને ટીપ્પણ કરી જેમાં વધારો કરેલ છે એવા મહોપાધ્યાયજી માનવિજ્યજીએ 1 કરેલા ધર્મસંગ્રહમાં પણ સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. તેથી તે ગુણોનું વિવેચન જાણવાની ઈચ્છાવાળાઓને તે તે ગ્રન્થો વાંચી વિચારીને મનન કરવાની ભલામણ કરવી તે અસ્થાને નથી. જૈનજનતામાં એ ન્યાય (જુઓ ટાઈટલ પેઈજ ત્રીજું)
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy