________________
૫
શ્રી સિદ્ધચક્ર
જ્યારે કેટલાક પ્રશ્નો સિદ્ધાન્તરૂપે ચાલુ ચર્ચાને સ્થિર કરવા માટે હોય છે. આ રીતે અનેક કારણોથી જે પ્રશ્નો થાય છે તેનું સમાધાન જાહેર કરવાથી ઇતર જીજ્ઞાસુ લોકોને તે ઘણા બોધદાયક થાય છે. આપણે જાણીયે છીએ કે એક નિરૂપણ દ્વારાએ કહેવાતી વસ્તુ કરતાં પ્રશ્નોત્તર દ્વારાએ કહેવાતી વસ્તુ શ્રોતાઓના મગજ ઉપર સારી અસર કરે છે. અને તેથી જ શ્રીઅભયદેવસુરિજી અને મલયગિરિજી મહારાજના કથન પ્રમાણે સંપૂર્ણ શ્રુતજ્ઞાની એવા ગણધરમહારાજાઓએ નથી તો પ્રશ્ન પૂછ્યા અને નથી તો ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનોએ તે શબ્દોમાં તે પ્રશ્નોના ઉત્તરો આપ્યા. છતાં સૂત્રરચનાના રીવાજની અપેક્ષાએ મ્હોટાં મ્હોટાં સૂત્રો પ્રશ્નોત્તરરૂપે ગુંથવામાં જ આવેલાં છે કારણ કે ગણધરમહારાજાએ પણ વસ્તુતત્ત્વનું નિરૂપણ પ્રશ્નોત્તર દ્વારાએ જ ઘણી સારી રીતે થાય છે અને અસર કરનારૂં થાય છે, એમ માન્યું છે. તેથી મ્હારામાં પણ આગમરહસ્ય અને અમોઘદેશ્નાની સાથે સાગરસમાધાન કે જે પ્રશ્નોત્તરરૂપ છે તેનો પ્રવાહ પણ અસ્ખલિતરીતે વહેતો જ રાખ્યો છે.
સમાલોચનાની વિશિષ્ટતા
આ ત્રણ વિષયો આત્માને હવા દવા અને પથ્યની માફક અત્યન્ત હિતકર છે, છતાં પણ જેમ રોગી મનુષ્ય હવા દવા અને પથ્યને આચરનારો છતાં જો કુપથ્યથી દૂર ન રહે તો તે હવા દવા અને પથ્યનો ફાયદો ન મેળવી શકે. તેવી રીતે અહિં પણ
તા. ૧૫-૧૦-૧૯૩૭
હું આગમરહસ્ય, અમોઘદેશના અને સાગરસમાધાન દ્વારા અવ્યાબાધ પ્રભાવશાળી શ્રીજીનેશ્વરમહારાજના શાસનના તત્ત્વોનો આવિર્ભાવ કરૂં, તો પણ અન્ય દૈનિક, સપ્તાહિક, પાક્ષિક કે માસિક પેપરો દ્વારાએ શ્રીજીનેશ્વર મહારાજના શાસન ઉપર, આચાર્યભગવંતો ઉપર, શ્રમણમહાત્માઓ ઉપર, શ્રાવક શ્રાવિકાના વર્ગ ઉપર, તીર્થો ઉપર, શ્રીસંઘના સદાચારો ઉપર, મંદિર ઉપર, ભગવાનની મૂર્તિ ઉપર, પ્રતિષ્ઠા-ઉપધાન-ઉજમણાં-પ્રવેશોત્સવસાધર્મિક-વાત્સલ્ય અને યાવત્ ધર્મ ઉપર થતાં આક્ષેપો અગર દેવાતી વિરૂદ્ધ સમજણ રૂપી કુપથ્ય જો મ્હારા વાચક સત્પુરૂષોના હ્રદયમાંથી દૂર કરવામાં ન આવે તો મ્હારો વાચકવર્ગ ભગવાન્ જીનેશ્વર મહારાજના નિરૂપણ કરેલા માર્ગ ઉપર સ્થિર રહી શકે નહિ, માટે કેટલાક લેખકોને દુઃખ થાય, અરૂચિ થાય, મને વગોવનારા થાય, મ્હારાથી દૂર ભાગનારા થાય, તો પણ સમાલોચનાની કડવી ફરજ મ્હારે બજાવવી પડે છે. પરન્તુ સમાલોચનામાં સમાધાન જણાવ્યા પછી હામો લેખક તેને મૌનપણે સ્વીકાર કરી લે છે તો તે વાતને ઉદીરવામાં આવતી નથી, પરન્તુ જ્યારે હામો મનુષ્ય નિરૂપણ કરેલી સત્યવસ્તુને નહિં સ્વીકારતાં પોતાના અસત્પ્રલાપને ચાલુ રાખે છે, ત્યારે સમાલોચનામાં પણ વારંવાર તેનું પુનરાવર્તન કરવું પડે છે. છતાં કેટલીક વખત મ્હને વાંચનારાઓને અરૂચિ ન થાય માટે હું મ્હારાથી ભિન્નરૂપે વધારાને લઈને બહાર પડું છું. આટલું બધું કરવા છતાં એ વાત તો મ્હારી ધ્યાન