________________
(અનુસંધાન ટાઈટલ પેઈજ ત્રીજુ) ઉપર જણાવેલા ગુણો મનુષ્યને વિશેષ શુદ્ધધર્મ કે જે હેતુ સ્વરૂપ અને અનુબંધ કરીને શુદ્ધ હોવાથી આત્માનો ઉદ્ધાર કરનાર થાય છે તેની તરફ દોરી લાવનાર છે. યાદ છે રાખું કે કેટલાક તો લોકો ધર્મ શબ્દને સ્વભાવ અર્થ કરી મનુષ્યોની સાહજિક પ્રવૃત્તિ જે અર્થ કામને પોષણ કરવાની છે તેને ધર્મ તરીકે જાહેર કરવા લલચાય છે. પરંતુ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે તથા જગતના મનુષ્યો પણ અનુભવથી જોઈ શકે છે કે અર્થ અને કામની ઈચ્છા વગર ઉપદેશે પણ જીવને સ્વયં પ્રવર્તે છે. જાનવરો પણ વિષયો અને વિષયોના સાધનો તરફ પ્રવર્તેલા છે. અનાર્ય મનુષ્યો પણ પાંચે ઈન્દ્રિયોના વિષયો અને તેના સાધનો તરફ પ્રવર્તેલા છે. એટલું જ નહિ, પણ અજ્ઞાન બાળકો પણ ભૂખ તૃપા આદિને શમાવવા માટે વિષયો અને તેના સાધનો તરફ આપોઆપ પ્રવૃત્તિ કરેજ છે.
આ વસ્તુ જે લોકો તાત્વિકદ્રષ્ટિથી વિચારશે તેઓને સ્ટેજે માલમ પડશે કે અર્થ જ (વિષયના સાધનો) અને કામ (વિષય) એ બે વસ્તુ દરેક મનુષ્યની સાહજિક પ્રવૃત્તિ હોય કે
તો પણ તે ધર્મરૂપે થવાને લાયક જ નથી, તો પછી તેવી વસ્તુઓને વિશ્વધર્મ તરીકે ગોઠવવી એ તો કેવલ અજ્ઞાનતા અને દુર્ગતિનું સામ્રાજ્ય જમાવવાનું પગથીયું જ થાય. જે ધર્મો અર્થ
અને કામની પુરૂષાર્થતા અગર ધર્મપણું જણાવતા હોય કે ધર્મ પ્રણેતા અને અનુસરનારાઓ આ તરફથી યાદચ્છિકપણે ભલે ધર્મ શબ્દને તે ધારણ કરે અગર ધર્મ શબ્દની રૂઢી તેમાં પ્રચલિત મ થાય, પરંતુ ધર્મ શબ્દના ગુણો કે ફળોથી ચોક્કસ તેઓ વંચિત જ રહેવાના. કેમકે ધર્મની
પ્રરૂપણા કરવાની જરૂર અને તેનો આદર કરવાની આવશ્યકતા જો કંઈપણ અંશે હોય તો છે તે માત્ર પુનર્ભવમાં જીવની થતી દુર્ગતિ રોકવાને માટે જ છે અને તેથી જ સમગ્ર આર્યશાસ્ત્રકારો
ધર્મનું સ્વરૂપ જણાવતાં સ્પષ્ટ કરે છે કે કુતિપ્રપતિગતુથારV/s મુવ્ય અર્થાત્ અર્થ અને કામની લાલસાથી આરંભ પરિગ્રહ અને વિષય કષાયની મગ્નતાથી ક્રોધ, માન, માયા અને લોભના આવેશથી, જીવો જે દુર્ગતિને લાયકનાં કર્મો બાંધતા હોય છે અને તેના ફળરૂપે જેઓને દુર્ગતિમાં ભટકવાનું હોય છે, તેઓને દુર્ગતિથી બચાવી લેનાર અર્થાત્ દુર્ગતિમાં લઈ જનારા કર્મોનો સંચય થયો હોય તો તેનો ક્ષય કરાવી નાંખે એવી જે વસ્તુ હોય અગર જે વસ્તુ
તેવા દુર્ગતિના કારણોથી દૂર રાખી દુર્ગતિના કારણભૂત કર્મોને જીવોમાં પ્રવેશ થતાં જ રોકી જે દેનાર હોય તેને ધર્મ તરીકે સાચી રીતે કહી શકાય.
આવી વસ્તુને જ ધર્મ તરીકે કહી શકાય અને આજ વસ્તુ ધર્મ તરીકે ગ્રહણ | કરેલી હોય તો ધર્મના ફળની સિધ્ધિ કરી શકે, પરંતુ જે વસ્તુથી દુર્ગતિના કારણભૂત કર્મોનું
આવવું થતું હોય અગર જે વસ્તુથી દુર્ગતિના કારણભૂત આવેલાં કર્મોનું મજબૂતપણું થતું જે હોય તે વસ્તુને કોઈ દિવસ પણ ધર્મ તરીકે કહી શકાય નહિ.
તત્વ દ્રષ્ટિથી વિચારીએ તો તેવી અનર્થદાયક વસ્તુને ધર્મ તરીકે જાહેર કરવી ) એ સાચા અને શુભભરોસે સાંભળવા આવેલ અને શુભવસ્તુ માંગતા વિશ્વાસુ લોકોને
(જુઓ પાનું ૩૫૧)