________________
શ્રી સિદ્ધચક્ર
૩૩૮
પુષ્પમાલા યાવત્ આભરણનો આરોહણ કરે છે. કરીને ઉપર નીચે લાગેલા છેડા છે જેના એવી ફુલમાલાઓનો સમુદાય કરી ધૂપ દઇને જ્યાં દક્ષિણદિશાનો મુખ્યમંડપ છે અને જ્યાં દક્ષિણદિશાના મુખ્યમંડપનો મધ્ય ભાગ છે ત્યાં આવીને પૂંજણી લઇને મધ્યભાગને પૂંજણીથી પ્રમાર્જન કરે છે. કરીને મનોહર પાણીની ધારાએ સીંચે છે. સરસ એવા ગોશીર્ષચન્દનથી પંચાંગુલિતલવાળું માંડલું આલેખે છે, વાળને ગ્રહણ કરવાની માફક પુષ્પોને ગ્રહણ કરીને મૂકેલાની માફક ફૂલોને વિખેરે છે યાવત્ ધૂપ દે છે, દઇને દક્ષિણદિશાના મુખમંડપમાં પશ્ચિમદિશાનું બારણું જ્યાં છે ત્યાં આવે છે, મોરપીછીં લે છે, શાખા અને પ્રતોલીઓ યાવ વ્યાલરૂપને પૂંજણીથી પૂજે છે મનોહર પાણીની ધારાથી સીંચે છે, સરસ એવા ગોશીર્ષ ચંદનથી થાપા દે છે, પુષ્પ યાવત્ આભરણનું આરોહણ કરે છે, ઉપર નીચે છેડા લાગેલા હોય એવી ફુલમાળાનો સમુદાય ટીંગાડે છે. ચારે બાજુ ફૂલ વિખેરે છે ધૂપ દે છે પછી જે જગો પર દક્ષિણના મુખમંડપની ઉત્તર બાજુની સ્તંભની જે શ્રેણી છે. ત્યાં આગળ આવીને મોરપીછી લે છે યાવત્ સ્તંભ પુતળીઓ અને વ્યાલરૂપને પૂંજણીથી પૂજે છે. જેમ પશ્ચિમ દિશાના દ્વારને ક્યું તેવી રીતે યાવત્ ધુપ દઈને જે જગોપર દક્ષિણદિશાના મુખમંડપનું પૂર્વનું દ્વાર છે તે જગોપર આવે છે. આવીને મોરપીંછી લઇને શાખા અને પુતળીઓ વિગેરે સંબંધિની હકીકત બધી કહેવી, પછી જે જગોપર દક્ષિણદિશાનું પ્રેક્ષાઘર છે. જે જગોપર દક્ષિણ દિશાના પ્રેક્ષાઘરોનો મધ્યભાગ છે, જે જગો પર વજ્રમય અખાડો છે, જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે, મોર પીંછી લઇને અખાડો મૂલપીઠિકા અને સિંહાસનને પ્રમાર્જે છે.
દેવતાઇ પાણીધારાએ સીંચે છે, સારા બાવનચન્દનથી થાપા દે છે પછી પુષ્પારોહણ
તા. ૧૪-૫-૧૯૩૮
વગેરેથી માંડીને ધૂપદહન સુધીની ક્રિયા કરે છે, પછી જે જગોપર દક્ષિણ દિશાના પ્રેક્ષાઘરનું પશ્ચિમનું દ્વાર છે ઉત્તરનું દ્વાર છે, તેવી રીતે યાવત્ પૂર્વનું દ્વાર છે યાવત દક્ષિણ દ્વારે પણ તેમજ સમજવું, પછી જે જગોપર દક્ષિણદિશાનો ચૈત્યસ્તૂપ છે તે જગોપર આવે છે, આવીને સ્તુપ અને મણિપીઠિકાને થાપા દે છે મનોહર જલધારાએ સીંચે છે. સરસ ગોશીર્ષચન્દને થાપા દે છે. દઇને પુષ્પારોહણ વિગેરે ધૂપ દેવા સુધીની ક્રિયાઓ કરે છે.પછી જ્યાં પશ્ચિમ દિશાની મણિપીઠિકા છે જ્યાં પશ્ચિમદિશાની જિનપ્રતિમા છે ત્યાં આવીને પણ બધું કરે છે, પછી જ્યાં ઉત્તરદિશાની જિનપ્રતિમા છે ત્યાં બધું કરે છે, પછી પૂર્વદિશાની મણિપીઠિકા અને જીનપ્રતિમા છે ત્યાં આવીને બધું કરે છે પછી જ્યાં દક્ષિણદિશાની મણિપીઠિકા અને દક્ષિણદિશાની જીનપ્રતિમા છે ત્યાં આવીને પણ બધું કરે છે, વળી જ્યાં દક્ષિણ દિશાનાં ચૈત્યવૃક્ષો છે ત્યાં આવે છે અને ત્યાં પણ બધું કરે
છે, પછી જ્યાં મહેન્દ્રધ્વજ અને દક્ષિણદિશાની
વાવડી છે ત્યાં આવે છે, મોરપીંછી લે છે, તોરણ પગથીયાં પુતળીઓ અને વ્યાલરૂપોને પીંછીથી પ્રમાર્જે છે. મનોહર પાણીની ધારાએ સીંચે છે સારાગોશીર્ષચંદને થાપા દે છે પુષ્પારોહણ વિગેરે ધૂપ સુધીની ક્રિયાઓ કરે છે, સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરતો જ્યાં ઉત્તરદિશાની નંદાપુષ્કરણીની વાવડી છે ત્યાં પણ બધી ક્રિયા કરે છે જ્યાં ઉત્તરદિશાનાં ચૈત્યો છે ત્યાં આવે છે જ્યાં ઉત્તરદિશાનાં ચૈત્યસ્તૂપ છે ત્યાં આવીને પણ તે બધી ક્રિયાઓ કરે છે, જ્યાં પશ્ચિમ પીઠિકા છે જ્યાં પશ્ચિમ જીનપ્રતિમા છે ત્યાં આવીને પણ તેમ કરે છે, પછી જ્યાં ઉત્તરદિશાનો પ્રેક્ષાગૃહમંડપ છે ત્યાં આવે છે આવીને જે દક્ષિણદિશાની હકીકત છે તે બધી અહીં લેવી, દક્ષિણદિશાની સ્તંભની શ્રેણી વિગેરે બધું લેવું પછી પશ્ચિમદિશાનું દ્વાર છે ત્યાં આવે છે, ઉત્તરદિશાના