________________
તીર્થયાત્રા-સંઘયાત્રા (ગતાંકથી ચાલુ)
બનેલા રૂપાના સરસ તબ્દુલોએ કરીને અષ્ટ અષ્ટ મંગળનું આલેખન કરે છે.
તે વખતે તે સૂર્યાભદેવતાને ચાર હજાર સામાનિક દેવતાયાવત્ સોલહજાર આત્મરક્ષક દેવતા અને બીજા પણ સૂર્યભવિમાનમાં રહેવાવાલા દેવતા અને દેવીઓ કે જેઓમાં કેટલાકના હાથમાં કમળ છે, યાવત્ કેટલાકના હાથમાં શતસહસ્ર (લક્ષ) પત્રનાં કમળો છે, તેઓ સૂર્યાભદેવતાની પાછળ પાછળ ચાલે છે, તે પછી સૂર્યાભદેવતાને ઘણા આભિઓગિક દેવતા અને દેવીઓ જેઓમાં કેટલાકના હાથમાંકળશ યાવત્ કેટલાકના હાથમાં ઘૂપધાણાં છે અને હર્ષવાળા સંતોષવાળા થયા
આવી રીતે-સ્વસ્તિક યાવત્ દર્પણ તે પછી ચન્દ્ર-પ્રભ-રત્ન-હીરા-વૈસૂર્યરત્નનો વિમલદંડ છે, જેને સોના મણિ અને રત્નની કારિગરીથી આશ્ચર્યકારક એવા કૃષ્ણાગરૂ શ્રેષ્ઠ શીલારસ અને તુરૂખથી બનેલા ધૂપની મધમધાયમાન ગન્ધથી વ્યાપ્ત તેમજ ધૂમના ગોટાળાને કહાડતો એવા વૈડુર્યમય ધૂપધાણાને ગ્રહણ કરીને ઉપયોગ પૂર્વક જીનેશ્વરોની આગળ ધૂપ દઇને, વિશુદ્ધ રચનાએ છતાયાવત્ સૂર્યાભદેવતાની પાછળ પાછળ ચાલે છે.કરીને સંહિત, અર્થ સહિત, બેવડાયેલા વગરના, એકસોઆઠ મહાકાવ્યોએ કરીને ભગવાન્ની સ્તુતિ કરે છે. સાતઆઠ ડગલાં પાછળ પાછળ ખસે છે, ડાબુ ઢીંચણ ઉપાડીને જમણું ઢીંચણ પૃથ્વીતલમાં સ્થાપન કરી ત્રણ વખત મસ્તકને પૃથ્વી તળે ફરસે છે, ફરસીને કંઇક પાછલથી ઉંચો થાય છે, પછી બે હાથ વાળી અને મસ્તકમાં જેનો આવર્ત છે એવી અંજલિ મસ્તકમાં કરીને એમ બોલે છે.
તે પછી તે સૂર્યાભદેવતા ચાર હજારસામાનિકની સાથે અને બીજાપણ ઘણા સૂર્યભવિમાનના દેવતા અને દેવીઓથી પરિવરેલા સર્વ ઋદ્ધિથી યાવત્ પડધાના શબ્દોથી જ્યાં સિદ્ધાયતન છે ત્યાં આવે છે, આવીને સિદ્ધાયતનના પૂર્વદ્વારે પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને જ્યાં દેવછંદો છે, અને જ્યાં જીનેશ્વરની પ્રતિમાઓ છે ત્યાં આવે છે. આવીને જીનેશ્વરભગવાની પ્રતિમાઓને દેખતાંની સાથે પ્રણામ કરે છે. મોરપીંછી ગ્રહણ કરે છે, મારે પીંછીથી જિનપ્રતિમાંનું પ્રમાર્જત કરીને અત્યંત સુગન્ધિગન્ધવાળા પાણીથી જીનપ્રતિમાઓનું પ્રક્ષાલન કરે છે, કરીને સરસ એવા ગોશીર્ષચંદને જીનપ્રતિમાને લેપ કરે છે, લેપ કરીને સુગન્ધિ એવી ગન્ધકાષાયી સાડીએ કરીને શરીરને લુહે છે, લુહીને જીનપ્રતિમાને અહત એવા દેવદુષ્યના યુગલો પહેરાવે છે, પહેરાવીને ફુલમાળા ગન્ધ ચૂર્ણ વર્ણ વસ્ત્ર આભરણ એ બધાં ચઢાવે છે. ચઢાવીને ઉપરથી નીચે સુધી લાગવાવાળી એવી મ્હોટી ગોળ અને લંબાયેલી ફુલમાળાની શ્રેણીને કરે છે. કરીને વાળગ્રહણની માફક ગ્રહણ કરેલા અને હાથથી ફેંકીને ચારે બાજુએ વિખરાયેલા પાંચે વર્ણના ફુલોએ કરીને ફુલપૂજાનો ઉપચારજ મૂક્યો ન હોય તેવું કરે છે, કરીને જીન પ્રતિમાની આગળ સ્વચ્છ બારીક દ્રવ્યથી
‘અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ’ યાવત્ સિદ્ધિગતિના સ્થાનને પામેલા ભગવાનને નમસ્કાર થાઓ. પછી વાંદે છે. નમસ્કાર કરે છે. વાંદી નમસ્કાર કરી જે જગો પર દેવછંદો છે, જ્યાં સિદ્ધાયતનનો બહુ મધ્યભાગ છે ત્યાં આવે છે, આવીને મોરપીંછી લે છે લઇને સિદ્ધાયતનના મધ્યભાગોને મોરપીછીંથી પ્રમાર્જન કરે છે, મનોહર પાણીની ધારાએ કરીને સીંચે છે. સરસ ગોશીર્ષચંદને પાંચ અંગુલીના આંતરીઆવાળું માંડલું આલેખે છે, વાળ પકડવાની માફક પકડીને યાવત્ પુષ્પ સમુદાયની પૂજા કર્યા જેવું કરે છે. કરીને ધૂપ દે છે. પછી સિદ્ધાયતનના દક્ષિણબારણે આવી મોરપીંછી લઇને બારણાની નાની અને મ્હોટી પુતળીઓને યાવત્ સર્પના રૂપોને મોરપીંછીથી પ્રમાર્જન કરે છે મનોહર પાણીની ધારાથી સીંચે છે મનોહર ગોશીર્ષચન્દનથી થાપાઓ આપે છે આપીને