________________
જૈનધર્મ અને અનુકંપા સંસારભરમાં દયાને માટે જો કોઈપણ ધર્મની પ્રસિદ્ધિ હો તો તે માત્ર જૈનધર્મની જ પ્રસિદ્ધિ છે. શાસ્ત્રકારો પણ ધર્મના ભેદો જણાવતાં અહિંસા સંગમાં તો એમ પણ કહીને દયાને ધર્મના પ્રથમ ભેદ તરીકે જણાવે છે. એટલું જ નહિ, છે
પણ હિંસાત્મવવા એમ કહીને જૈનધર્મનું લક્ષણ બીજું કાંઈ જ નહિ પણ જ અહિંસા એજ છે એમ જણાવે છે. આ વાત તો જગતમાં પ્રસિદ્ધ છે કે લક્ષણ છે. છે તેજ કહેવાય કે જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવનામના ત્રણ દોષો છે તેણે મને
કરીને રહિત હોય. એ ઉપરથી સુજ્ઞપુરુષો હેજે સમજશે કે જૈનધર્મ સિવાયના
ઈતરધર્મોમાં યથાસ્થિતપણે દયા રહેલી નથી. અને જૈનધર્મનો કોઈપણ ભાગ દયા - રહિત હોય નહિં, અને જૈનધર્મ જ દયાના ઉપદેશો, દયા પાલવાનાં ફલો, દયા
પાલનારાઓને મળેલા ફળનાં દૃષ્ટાંતો, દયા નહિ પાલનારને થયેલા કટુફલો અને છે. તેનાં દૃષ્ટાન્તો, દયા પાળવાના રજોહરણ, મુખવસિકાઆદિ ઉપકરણો, દયા બની ( શકે તે માટે ઈર્યાસમિતિ આદિ આચારો જણાવવા સાથે જીવોનું કથંચિત્ સુખીપણું
દુઃખીપણું શરીરથી ભેદભેદપણું અને નિત્યાનિત્યપણું વિગેરે તત્ત્વવાદ વિગેરે જે જૈનધર્મમાં સ્થાને સ્થાને અને મુખ્યતાએ જે જણાવવામાં આવેલાં છે તેનો એક અંશ પણ ઈતર હોતો નથી. આજ કારણથી ઉપાધ્યાયજીમહારાજ શ્રી ઉપદેશરહસ્ય નામના ગ્રંથમાં જૈનધર્મની પ્રામાણિક્તાના હેતુ તરીકે અહિંસાનું વર્ણન જણાવે છે, એટલે જૈનધર્મ દયા સિવાયનો ન હોય અને ઈતરધર્મ તેવી દયાવાળા હોય છે નહિ. જો કે આખું જગત સ્થાવર અને જંગમ જીવોએ કરીને ડાબડીમાં કાજળ ભરાય તેમ ભરેલું છે અને તેથી કેવલિમહારાજનો યોગ પણ હિંસામાં કારણ ન
થાય એમ નથી. તેથી કેટલાકો દયાની ઉત્પત્તિનો જ અસંભવ જણાવે છે. પરંતુ, Y जयं चरे जयं चिट्ठे जयमासे जयं सए। जयं भुजंतो भासंतो, पावं कम्मं न बंध
એવા મહર્ષિના ઉપદેશથી શાસ્ત્રકારોએ પ્રમત્તદશાવાળા સાધુને પણ શુભયોગની અપેક્ષાએ અનારંભી કહ્યા, અને અપ્રમત્તસાધુઓને સર્વદા અહિંસક કહ્યા
(અનુસંધાન ટાઈટલ પા. ૩)