________________
જીનેશ્વર મહારાજની મૂર્તિ કરતાં
ગિરિરાજની અધિક્તા કેમ ?
જૈનજનતામાં એ વાત તો જાણીતી છે કે શ્રીસિદ્ધાચલજી ગિરિરાજની નિજ-સ્વતંત્ર માન્યતા છે, અને તેથી જ શ્રીસિદ્ધાચલસિદ્ધક્ષેત્ર, વિમલાચલ નીતુ વંદીએ, સિદ્ધગિરિ ધ્યાવો ભવિકા, સિદ્ધાચલગિરિ ભેટયારે, આજ મારાં નયણાં સફળ થયાં શ્રી સિદ્ધાચલ નીરખી, પુંડરગિરિ મહિમા વિગેરે વિગેરે પદોથી ગવાતાં અનેક ચૈત્યવંદન-સ્તવન અને થોયો શ્રીસિદ્ધાચલગિરિના મહિમાને જ જણાવનારા છે, શ્રીસિદ્ધાચલ ગિરિરાજ ઉપર મંદિર અને મૂર્તિઓ હજારો અને લાખોની સંખ્યામાં છે, છતાં એ ગિરિરાજની જ સ્તુતિ તે ગિરિરાજારાએ જે કરવામાં આવે છે તે વિવેકીઓને ઓછું વિચારવા લાયક નથી, પરંતુ ધ્યાનમાં રાખવું કે ભગવાન્ ઋષભદેવજીની અત્યારે તો સિદ્ધાચલજી ઉપર સ્થાપના છે, પરન્તુ ખુદ તેઓ અરિહંતપણે જ્યારે વિચરતા હતા ત્યારે તેઓશ્રીએ તે જ ગિરિરાજ ઉપર શ્રીમુખે પુંડરીક ગણધર-કે જેઓ ભગવાન્ ઋષભદેવજી મહારાજ સાથે વિહાર કરવા માટે તૈયાર થયેલા હતા તેઓને પોતાની સાથે વિહાર ન કરવાનું જણાવી આ સિદ્ધક્ષેત્રના પ્રભાવથી તમને અને તમારા પરિવારને કેવલજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થશે એમ ફરમાવી આ સિદ્ધક્ષેત્ર એવા સિદ્ધાચલમાં જ રોકી દીધા અને આ સિદ્ધાચલરૂપી ક્ષેત્રના પ્રભાવેજ પુંડરીક સ્વામી અને તેમના પરિવારને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષની પ્રાપ્તિ થઈ વિગેરે વાતને વિચારનારો મનુષ્ય “ભાવતીર્થકર કરતાં પણ સિદ્ધાચલરૂપી ક્ષેત્રનો પ્રભાવ ભગવાનના શ્રીમુખેજ કેટલો બધો મહત્તર ગવાયો છે” એ સ્ટેજે સમજી શકશે.
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન્ જીનેશ્વર મહારાજની મૂર્તિ દેખવાથી ખુદ જીનેશ્વરનું સ્મરણ થાય અને તેમના સ્મરણથી જીનેશ્વર ભગવાનના ઉપદેશનું
સ્મરણ થાય અને તે ઉપદેશના સ્મરણમાં જો સ્મરણ આત્મા વીર્યઉલ્લાસને ધારણ કરે તોજ તે મુક્તિના માર્ગ તરફ ઝપાટા બંધ આગળ વધે, પરન્તુ આ સિદ્ધાચળરૂપી ક્ષેત્ર એટલું બધું પ્રભાવશાળી છે કે જે આત્માને પવિત્ર થવાના કારણ ભૂત જે વીર્યઉલ્લાસો તે ક્ષણે ક્ષણે પોતેજ ઉત્પન્ન કરે છે !!! આ વસ્તુને ધ્યાનમાં લેનારો મનુષ્ય સિદ્ધાચલરૂપી ગિરિરાજની સ્તુતિયોગ્યતા અને પૂજ્યતાપણું ઉંડા અંત:કરણમાં ઉતાર્યા સિવાય રહેશે નહિ.
જુઓ અનુસંધાન ટાઈટલ પેજ ૩ જું.