________________
(ટાઈટલ પાન ૪નું અનુસંધાન) ઉપર જણાવ્યા પ્રમાણે જૈનજનતામાં કહેવાતા ચૈત્યવંદન, સ્તવન અને થોયો વિગેરેથી તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજે આદીશ્વરચરિત્રમાં કહેલા વચનથી ખુદ સ્થાપના તીર્થકર એટલે ભગવાનની પ્રતિમાથી તો શું પરન્તુ ખુદ ભાવઅરિહંત કે જે કેવલિઅવસ્થામાં રહેલા તીર્થકર મહારાજા
છે તેમના કરતાં પણ આ ગિરિરાજ અત્યન્ત પ્રભાવશાળી છે. આ વાત દરેક જૈનોએ ધ્યાનમાં લેવા જેવી છે, અને એ વાતનો અનુભવ પણ દરેક જૈનને ગિરિરાજની તલેટીએ ચૈત્યવંદન કરતી વખતે પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે, એટલે તલેટીએ કરાતું ચૈત્યવંદન સિદ્ધાચલગિરિ, વિમલાચલગિરિ, શાશ્વતગિરિ, કંચનગિરિ, મોહનગિરિ, ઉજ્વલગિરિ વિગેરે શ્રીગિરિરાજના નામોને આભારી છે, એવી રીતે તલેટીને સ્થાને ગિરિરાજને વન્દના કરનારો મનુષ્ય ગિરિરાજ ઉપર જો જોડા લઈને ચઢે કે ચઢાવે તો તે મનુષ્ય કાં તો તલેટીના ચૈત્યવંદનમાં ગિરિરાજને વંદન થયું તેના ભાવાર્થને સમજ્યો નથી, અથવા તો જૈનનામધારી હોય અને તેથી નિઃશૂકપણું પામેલો હોય !!! એ સિવાય જે ગિરિરાજને તલેટીએજ વંદન કરવામાં આવ્યું છે તે ગિરિરાજ ઉપરજ જોડા પહેરી કે પહેરાવીને કોઈપણ ચઢી શકે નહિ. યાદ રાખવું કે જૈનજનતાથી પવિત્ર એવી તીર્થકર મહારાજની મૂર્તિને જ્યાં બીરાજમાન કરાય છે, એવા દહેરામાં પણ જોડા લઈને જઈ શકાતું નથી, તો પછી ભગવાનની મૂર્તિ કરતાં અત્યન્ત પવિત્રતમ ગણાયેલા એવા શ્રીસિદ્ધગિરિજી ઉપર જોડા પહેરીને કે પહેરાવીને જવું તે કોઈપણ જૈનને શોભાસ્પદ હોયજ કેમ?
વળી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે શાસ્ત્રોમાં જ્યાં સમવસરણઆદિ જેવા વિશાલ પ્રદેશો દેખવામાં આવે ત્યાંથીજ જોડાઆદિને તો છોડવાનું અભિગમના નામે શાસ્ત્રકારો ફરમાવે છે. તો પછી સમવસરણભૂમિ કરતાં પણ આ પવિત્રતમ એવા શ્રી સિદ્ધગિરિજી ઉપર જોડા પહેરીને જવાનું કે અન્યને લઈ જવાનું શાસ્ત્ર કે ધર્મની શ્રદ્ધાવાળાથી તો બને જ કેમ? જો જોડા સુખશીલીયાપણાને લીધે ત્યાં પહેરવામાં આવે છે અને તેથી તે અર્થદંડ જ છે એમ માને કે મનાવે તો તે એમ નહિ, પરંતુ તે અનર્થદંડનો મોટો હિસ્સો છે. ધ્યાન રાખવું કે નાટક-ચેટક-હાસ્ય-કુતુહલ વિગેરે વસ્તુઓ જેમ અનર્થ દંડ તરીકે જ ગણવામાં આવે છે, તેવી રીતે આ સ્થાને સુખશીલીયાપણાનો જે ભાગ ભજવાય છે તે અનર્થદંડની પરાકાષ્ઠાની સાથે ગિરિરાજની આશાતનાનો ભયંકર ભાવ પ્રગટ કરાવનાર છે.
બીજી વાત પણ યાત્રિકોએ ધ્યાનમાં રાખવાની છે કે શ્રી અર્બુદગિરિ, તારંગાજી, ગિરનારજી, કદંબગિરિ, તાલધ્વજ, હસ્તગિરિ વિગેરે તીર્થસ્થળો શ્રી સિદ્ધગિરિનાં જુદાં જુદાં ટૂંકરૂપે હોઈને તે સિદ્ધગિરિનાં જ અંગો ગણાય છે, પરંતુ આ ગિરિરાજ મુખ્ય ઝાડના સ્કંધની જેમ સર્વાગ સંપૂર્ણ છે. અને તેથી તો તે ગિરિરાજને જ સિદ્ધાચલગિરિ વગેરે કહી મુખ્યતાએ આરાધ્ય ગણી વન્દન કરવામાં આવે છે. આવા મહાન તારક ગિરિરાજ ઉપર પણ જેઓ દૂધ-દહિં-પેંડા-ગાંઠીયા વગેરે ખાય છે કે ખવડાવે છે તેઓએ બહુ બહુ વિચારવું જોઈએ કે અન્ય સ્થાને ભગવાનના મંદિરમાં દુધ, દહિં
વગેરે જો ખાવામાં આવ્યું હોય અને તેમાં જે પાપ લાગે તેના કરતાં અત્યંત ભયંકર પાપ આ ગિરિરાજ - ઉપર દુધ, દહિં વિગેરે ખાનારા જૈનોને લાગે છે. યાદ રાખવું કે સમવસરણમાં પ્રવેશ કરતાં ભક્ત
(જુઓ અનુસંધાન ટાઈટલ પાન ૨)