________________
શ્રી સાગરાનંદસૂરિનો ભગીરથ પુરૂષાર્થ (પંડિત સુખલાલજીની આચાર્ય શ્રી આનંદસાગરજીની અંજલી
હવે આપણે નવા યુગ તરફ વળીએ, એક તરફથી યુરોપમાં જૈન શ્રુત દાખલ થતાં તેનો અભ્યાસ શરૂ થયો, વધ્યો અને વિસ્તર્યો. તે ઉપર અનેક ભાષામાં અનેક આ રીતે કામ થયું અને હજી થાય છે, બીજી બાજુ દેશમાં જ પાશ્ચાત્ય વિચારોના પડઘા જ પડ્યા, અને જૈન શ્રુતને પ્રકાશિત કરવાનો વિચાર ફેલાતો ગયો. બાબુ
ધનપતસિંહજીના પુરાણા પ્રકાશનની વાત જતી કરીએ તોય આપણે આગમવાચનાને છેજતી કરી શકીએ તેમ નથી. આગમ અને બીજા શાસ્ત્રોને છપાવવાનો વિરોધ શ્વેતામ્બર
( દિગમ્બર બન્ને પરંપરામાં એકસરખો હતો. શ્રીમાન્ સાગરાનંદસૂરિ પહેલા વિરોધ આ પક્ષમાં હતા, પણ તેમની ચકોર દૃષ્ટિએ કાળબળ પારખ્યું અને પોતે જ આગમ છે. પ્રકાશનના કાર્ય માટે આગળ આવ્યા. મેં એમના સહવાસમાં જોયું છે કે જ્યારે આ . તેઓએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું ને પાટણમાં વાચના સાથે મુદ્રણ કાર્ય પણ જ શરૂ કર્યું ત્યારે તેમાં સાથ આપનારા સાધુઓ એવા ન હતા કે ખાસ લાગવગવાળા જ
હોય, જે કાર્યસાધક વિદ્વત્તા પણ ધરાવતા હોય અને જે સાગરજીને તેમના કાર્યમાં જ . સીધા સહાયક પણ થતા હોય. જે સાધુઓ તે વખતે આવેલા તે મોટેભાગે ચાલતી જ
વાચનાના શ્રોતા માત્ર હતા. કામ તો એકલે હાથે એ બાહોશ સાગરજી જ કરતા. છે તે વખતે બીજા વિદ્વાનું, લાગવગવાળા અને સામગ્રી સંપન્ન આચાર્યો કે સાધુઓએ ( સાગરજીને, કોઈપણ જાતનો સ્વપ્રતિષ્ઠાનો ભેદભાવ રાખ્યા સિવાય, સાથ આપ્યો છે
હોત તો એ આગમ પ્રકાશનનું કાર્ય જુદી જ રીતે સંપન્ન થયું હોત. આ બધું છતાં આ બહુશ્રુત અને પુરૂષાર્થી શ્રીસાગરાનંદસૂરિએ ખરેખર એકલે જ હાથે અને કલ્પી
ન શકાય એટલા મોટા સમયમાં લગભગ બધું આગમશ્રુત લોકોને સુલભ કરી દીધું. જ એને પરિણામે શ્વેતામ્બર પરંપરા ઉપરાંત દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથી આ પરંપરામાં પણ નવચેતના પ્રગટી. સૌએ પોતપોતાની દૃષ્ટિએ શ્રુત પ્રકાશનનો માર્ગ છે. આ અંગીકાર કર્યો. જે આજે પણ કામ કરી રહ્યો છે.
- ‘દર્શન અને ચિંતન' ભાગ-૧. પૃષ્ઠ ૪૯૬-૪૯૭