________________
શ્રી સિદ્ધચક્ર
૭૬
સુખ છે કે નહિ ? સંપૂર્ણ કે અપૂર્ણ જ્ઞાન છે કે નહિ ? સંપૂર્ણ કે અપૂર્ણ શક્તિ છે કે નહિ ? એવી એવી વાતોમાં જો કે આસ્તિકોમાં પરસ્પર મતભેદો છે, પરન્તુ સિદ્ધિપદને પામેલા મહાત્માઓ જન્મ જરા મરણ રોગ શોક આધિવ્યાધિઆદિના દુઃખોથી તો સર્વથા મુક્ત છે એમાં કોઈ પણ આસ્તિકનો મતભેદ નથી. અર્થાત્ જેઓ એવી શંકા કરે છે કે સિદ્ધિપદ પામ્યા પછી ખાવાનું પીવાનું ઓઢવાનું ફરવાનું કંઈ પણ મળતું નથી, તો પછી તે સિદ્ધિપદ ઉત્તમ છે એમ કહી શકાય ? પરન્તુ આવું કહેવાવાળાઓએ વિચારવું જોઈએ કે એક શીલને ધારણ કરવાવાળી પવિત્ર બાઈ પોતાના શીલને કીંમતી ગણીને બીજા પુરૂષોદ્વારાએ થતા અન્ન-પાનવસ્ત્ર-ઋદ્ધિ-સમૃદ્ધિ-આશા-ઐશ્વર્ય સંપત્તિ અને ઠકુરાઈના સુખોને લાત મારે છે, અને બલાત્કારે પણ તે આવતું હોય તો પણ તેનાથી શીલને બચાવવા માટે તે દૂર જ ભાગે છે, તો જેમ એક બાઈ સરખી જાત પોતાના શીલને બચાવવા માટે એ બધી વસ્તુઓને દુઃખરૂપ માને છે, તો પછી જે ભવ્યજીવને આ સંસાર એ કેદખાનું છે સર્વમાં પરાધીનતા લાવનાર છે. એમ માલમ પડ્યું છે, તે ભવ્યજીવ સ્વપ્ને પણ ખાવાપીવાના સુખને સુખ તરીકે માનેજ કેમ ? વાસ્તવિકરીતિએ તો ખાવાપીવાના સુખો એ સુખની ભ્રાન્તિ ઉપજાવનાર છે, પરન્તુ તે સુખરૂપ નથી જ. પરન્તુ તે દુઃખના પ્રતિકારરૂપ છે ક્ષુધા અને તૃષાનું દુઃખ થાય ત્યારે ખોરાક અને પાણી
તા. ૨-૧૨-૧૯૩૭
એ સુખરૂપ લાગે છે. ખોરાક અને પાણી જો સ્વયં સુખરૂપ હોય તો ક્ષુધા અને તૃષાની સાથે તેનું પ્રમાણ બંધબેસતું થઈ શકે નહિ. એટલે પરસ્પર માપ હોવાથી ક્ષુધા તૃષાના પ્રતિકારને અંગેજ ખાવા પીવાને સુખરૂપ મનાય છે. વળી જગતમાં કોઈ પણ મનુષ્ય ખસના ખણવાના સુખને મેળવવા માટે ખસની હયાતિને સારી માની શકેજ નહિ. તેવી રીતે ઇંદ્રિયોની હયાતિને લીધેજ ઇંદ્રિયોના વિષયોનું સુખ મનાય છે, અને જેમ ખસને ખણ્યા પછી ભવિષ્યમાં તેના વિકારોની વૃદ્ધિ અને દુઃખો અનુભવવાં પડે છે, તેવી રીતે ઇંદ્રિયોના વિષયોના અનુભવને લીધે તથા તે વિષયોના સાધનોને મેળવવા માટે કરેલા
પાપો ને લીધે આ જીવને પણ કર્મ વિકારો થાય છે, અને ચારે ગતિમાં દુઃખનો અનુભવ કરવો પડે છે. એવી સ્થિતિમાં આત્માના સ્વસ્વભાવરૂપ મોક્ષને નીરોગપણાની માફક નહિં ચ્હાવો અને ખસને ખણવા જેવા સંસારના દુઃખોના પ્રતિકારરૂપ સુખોને ઇચ્છવારૂપ ખસની ઇચ્છા કરવી એ કોઈ પણ બુદ્ધિમાનોને માટે તો લાયક ગણાયજ નહિ. સામાન્યરીતે કુતરા જેવાં જાનવરો પણ ઝેરી બરફીને ખાવાથી અન્યકુતરાનું મરણ થયેલું દેખી જરા ઝેરથી બચવા માટે ઝેરી એવી પણ બરફીને છોડી દે છે, તો પછી સજ્જનમનુષ્યો જન્મજરા અને મરણના ઝેરવાળી દુનિયાની સ્થિતિમાં પરમદુઃખોને પામતા અનંતજીવોને દેખીને જન્મ જરા અને મરણના ઝેરથી બચવા માટે બરફી જેવા ગણાતા વિષયસુખોથી