________________
૭૪
અનુકૂલ પ્રતિકૂલતાથી સુખ દુઃખ થાય છે શરીરથી નિરપેક્ષ આત્માને કોઈ પણ પ્રકારે શીતવાતાદિકનાં દુઃખો થવાનાં હોતાંજ નથી. આ વાતને સમજવા માટે આચાર્યમહારાજશ્રી મુનિસુન્દરસૂરિજી અગ્નિ અને લોઢાનું દૃષ્ટાન્ત શ્રી અધ્યાત્મકલ્પદ્રુમમાં આપે છે તે સમજવા જેવું છે. તેઓશ્રી જણાવે છે કેदेहे विमुह्य कुरुषे किमघं न वेत्सि,
શ્રી સિદ્ધચક્ર
देहस्थ एव भजसे भवदुःखजालम् ॥
'लोहाश्रितो हि सहते घनघातमग्नि
र्वाधा न तेऽस्य च नभस्वदनाश्रयत्वे ॥ १ ॥
આચાર્ય મહારાજા શરીરમાં મમત્વ
ધારણ કરીને અનેક પ્રકારની પાપની પ્રવૃત્તિકરવાવાળા ભવ્યજીવને તે પાપના ત્યાગને માટે ઉપદેશ દેતાં સૂચન કરે છે કે હે ભવ્ય ! દેહની અંદર મમતા ધારણ કરીને તું શા માટે અનેક પ્રકારની પાપોની પ્રવૃત્તિ કરે છે ⟩યાદકર કે આ દેહમાં રહેવાને લીધે જ તારે ચારે ગતિના ભવના દુઃખોને ભોગવવાં પડે છે. અર્થાત્ ચારે ગતિમાંથી કોઈ પણ ગતિવાળો જીવ એવો નથી કે જેને શરીર સિવાય દુંઃખને ભોગવવું પડતું હોય. દરેકગતિમાં શરીર ધારણ કરીને જ જીવને ભ્રમણ કરવાનું હોય છે અને તે શરીરદ્વારાએજ ચારે ગતિના દુઃખોને ભોગવવાં પડે છે. આચાર્ય મહારાજ જગનું એક પ્રસિદ્ધ દૃષ્ટાન્ત દેતાં જણાવે છે કે જગત્માં કોઈ પણ જીવ અગ્નિને કુટવા જતો નથી. પરંતુ જ્યારે એ અગ્નિ પોતાના શુદ્ધરૂપમાં ન રહેતાં અગ્નિ-જ્વાલા-તાપ વિગેરે
-
તા. ૨-૧૨-૧૯૩૭
સ્વભાવને છોડીને જ્યારે લોઢાની અંદર પ્રવેશ કરે છે, અર્થાત્ લોઢાને આશ્રિત બને છે, ત્યારે લુહાર વિગેરે કારીગરો તે લોઢાને અનેક વખત ઘનથી કુટે છે, અને તે લોઢું કુટાવાથી તે લોઢામાં રહેલા અગ્નિને પણ કુટાવવુંજ પડે છે. અર્થાત્ જેમ અગ્નિ અળગો હોય તો તેને કોઈ કુટી શકતું નથી, પરન્તુ તે અગ્નિ જ્યારે લોઢામાં એકમેક થઈને ભળે છે. ત્યારે જ તે અગ્નિ લોઢાના કુટવાની સાથે કુટાઈ જાય છે, તેવી જ રીતે આ જીવને શીત, તાપ, ટાઢ વાયરો, વગેરે પદાર્થો કંઈ પણ ઉપદ્રવ કરી શકતા નથી, પરન્તુ જ્યારે આ જીવ શરીરની અંદર દાખલ થાય છે ત્યારે લોઢામાં દાખલ થયેલા અગ્નિને જેમ લોઢાના ઉપર
દાનના માર પડે છે તેવી રીતે શરીરને લાગતા શીત, ઉષ્ણ, ટાઢ, વાત વિગેરેના ઉપદ્રવો શરીરની અંદર રહેલા આત્માને સહન કરવા પડે છે. શરીર વગરના થવાશે ત્યારે જ નિરાબાધ સુખ છે.
આ વાત અન્વયદ્વારાએ સમજાવ્યા પછી વ્યતિરેકદ્વારાએ પણ સમજાવતાં આચાર્ય શ્રી જણાવે છે કે હે ભવ્ય ! તારા આત્માને અને આ અગ્નિને જો કોઈ પણ પ્રકારે બીજામાં ઘુસવાનું ન થાય, તો તમને બન્નેને કે તમારા બન્નેમાંથી કોઈને પણ કોઈપણ વસ્તુ પીડા કરનારી થઈ શકેજ નહિ. જગત્માં આકાશનામનો પદાર્થ જો કે સર્વવ્યાપક છે, તો પણ તે કોઈની સાથે એકમેક સંયોગથી શું જોડાય છે ? અગ્નિ લોઢાની સાથે એકમેક પણે સંયોગથી જોડાય છે. જેમ તપેલા લોઢાને ઉઠાવતાં