SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ શ્રી સિદ્ધચક્ર જીનેશ્વરભગવાનના વચનને અનુસરવા સિવાય થતી નિર્જરા કરતાં ક્રોડાકોડ ગુણી જબરજસ્ત છે, અને તેથી જ અનશનાદિક તપ કરવાવાળા જો જીનેશ્વરભગવાનની આજ્ઞાથી રહિત હોય છે કે વિરૂદ્ધ હોવા સાથે જે અનશનાદિક તપ કરે તેને અકામનિર્જરાની ઉંચી કોટિ સાથે ગણીને બાળતપપણે શાસ્ત્રકારો જણાવે છે. અથવા અકામનિર્જરા અને બાળતપમાં એટલો જ ફરક છે કે અકામનિર્જરાના તપની વખતે તપ કરવાની કે દુઃખ સહન કરવાની બુદ્ધિ ન હોય, અને બાલતપસ્વીને તપ કરવાની અને દુઃખ સહન કરવાની બુદ્ધિ હોય છે, તથા તેનાથી વિરૂદ્ધ એવાં મોઝમઝાનાં અને સુખના સાધનોના પદાર્થોની ઇચ્છા નથી હોતી, પરંતુ ત્રિલોકનાથતીર્થ કરભગવાનની આજ્ઞાથી નિરપેક્ષપણું જે અકામનિર્જરાનું મૂલ કારણ તે તો અકામનિર્જરાવાળા અને બાલતપસ્યાવાળાઓ બન્નેમાં બરોબરજ છે. આ જગોપર ધ્યાન રાખવાની જરૂર છ કે તપસ્યા કરવાની બુદ્ધિ વિના અને સુખસાધન અને મોઝમઝાના પદાર્થોની ઇચ્છા છતાં પણ તે ન મળવા છતાં તથા દુઃખને સહન કરવામાં આવે તો નિર્જરાજ છે, અને તેવી નિર્જરાથી અનેક શૂલપાણિયક્ષો વિગેરે જીવો દેવગતિમાં ગયેલા છે, તો પછી જે જીવો મુમુક્ષુદશામાં છે અને ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને પાપકર્મનો ક્ષય કરી મોક્ષ મેળવવા માટે આ તા. ૧૮-૧૧-૧૯૩૭ તપસ્યારૂપી સાધન જ અદ્વિતીય જણાવ્યું છે, અને તેઓએ આચર્યુ પણ છે, તો તેવું તપ હું મ્હારા આત્માની મુક્તિને માટે કરૂં, એવી ઇચ્છાથી જેઓએ તપસ્યા કરેલી છે. તેઓની તપસ્યા કદાચિત્ તેવા કર્મના યોગે આહારાદિકની ઇચ્છા થઈ જાય તો પણ તે તપસ્યામાં જરૂર નિર્જરા છે. માટે ભવ્યજીવોએ કોઈપણ પ્રકારે આ તપસ્યારૂપી મોક્ષના સાધનથી બેદરકાર રહેવા કે તેની ઉપેક્ષા કરવાનો વિચાર પણ કરવો યોગ્ય જ નથી. સંવત્સરીની તપસ્યા એ અત્યંતર તપ કહી શકાય ચાલુ અધિકારમાં જો કે અઠ્ઠમની તપસ્યા જણાવી તે બાહ્યતપ તરીકે છે, છતાં પર્યુષણાને અંગે કરાતી અક્રમની તપસ્યા તે કેવલ બાહ્યતપરૂપ નથી. શાસ્ત્રકારો ફરમાવે છે કે અપ્રમત્તસંયતને પણ એક દિવસમાં સો સો શ્વાસોશ્વાસના પ્રમાણવાળા કાયોત્સર્ગ જેટલું પ્રાયશ્ચિત્ત હોય. પક્ષને અંગે એક ઉપવાસ જેટલું, ચોમાસાને અંગે છઠ્ઠ જેટલું, અને સંવચ્છરીને અંગે અટ્ટમ જેટલું પ્રાયશ્ચિત્ત વ્યવહારથી અપ્રમત્તપણે વર્તાતા સાધુને પણ લાગે છે, તો તેવી રીતે સંવચ્છરીના પાપની શુદ્ધિને માટે કરાતી અક્રમની તપસ્યા કેવલ બાહ્યતપરૂપ નથી. પરન્તુ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો પ્રાયશ્ચિતરૂપ હોવાથી અત્યંતરતપરૂપે જ છે. વિચારવું જોઈએ કે જેઓએ સંવચ્છરીને માટે અક્રમની તપસ્યા એક સાથે કરીને
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy