________________
४०
શ્રી સિદ્ધચક્ર
અષ્ટ
શ્રાવક ગુણોનો સમન્વય
PDF
એમ કહી નમસ્કાર કરીએ તેથી આપોઆપ કર્મનો હેયસ્વભાવ માલમ પડી જાય, પણ આ કહેવું વ્યાજબી નથી, કારણ કે જગતમાં વ્યકિત વ્યક્તિના શત્રુ જુદા જુદા હોય છે અને જે જે વ્યકિત પોતપોતાના શત્રુનો નાશ કરે તે વખાણાય છે પણ તેથી તે નાશ પામનાર જગત માત્રનો શત્રુ હોય એમ થતું નથી, તેવી રીતે અહીં કદાચ એમ માની લેવાય કે કર્મએ અરિહંત મહારાજથી પ્રતિકૂલ હશે અને તેથી તે કર્મ અરિહંતનો શત્રુ હશે. અર્થાત્ આપણને કે જગતના અન્યજીવને કર્મની સાથે શત્રુતા નહિ હોય. આવી ભૂલભરેલી માન્યતા ન થાય માટે સ્પષ્ટ શબ્દથી જૈનશાસનનું ધ્યેય જણાવી દીધું કે જૈનશાસનમાં કર્મ જ શત્રુ ગણાય અને કોઈ
પણ દિવસ કર્મને મિત્રની કોટીમાં મ્હેલાય જ નહિ. સંવર અને નિર્જરા એ જ ધર્મ
જે માટે શ્રીજૈનશાસનનું ધ્યેય કર્મની શત્રુતાને અંગે છે તે માટે તો જૈશાસનની માન્યતા પ્રમાણે નવાં આવતાં કે બંધાતાં કર્મને રોકવાં તે રૂપ સંવર અને આ ભવમાં અથવા અતીત ભવોમાં બંધાયેલાં કર્મોનો જે નાશ કરાય તે રૂપ નિર્જરા એ ધર્મના વસ્તુજ ઉદ્દેશ તરીકે માનેલી છે. મુખ્ય નિર્જરા કેમ ? કેટલાક મતવાળાનું માનવું એવું છે કે કરેલાં કર્મોના ક્ષય થતો જ નથી. અર્થાત્ કરેલાં કર્મો તો ભોગવે જ છુટે છે, અને તે માટે અન્ય શાસ્ત્રાકારો સ્પષ્ટ જણાવે છે કે:તર્મક્ષયો નાસ્તિ પોટીશતૈપિ । અવશ્યમેવ ભોળવ્યું, તું મેં શુભાશુભં 1 ॥
જૈનશાસનનું ધ્યેયઃ
દરેક જૈનને માલમ છે કે ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનોએ જૈનમાર્ગ અથવા જૈનશાસનનું ધ્યેય એકજ રાખ્યું છે અને રાખવા જણાવ્યું છે અને તે એજ કે કર્મને જ શત્રુ તરીકે ગણવું. અર્થાત્ આ સ્થાને રૂપી જ પુદ્ગલો છે અને પુદ્ગલો રૂપીજ
એવું શ્રીતત્ત્વાર્થના રૂપિળ: પુર્વાના: સૂત્રનું નિરૂપણ કરવામાં આવે છે તેવું નિરૂપણ સમજવું, એટલે કે જૈનશાસનમાં કર્મ સિવાય કોઈ શત્રુ નથી માન્યો અને કોઈ પણ જાતના કર્મને શત્રુતાની કોટી બહાર માન્યું નથી, અને આજ કારણથી નમો અરિહંત્તાનું એ પરમેષ્ઠિમંત્રમાં નિરૂક્તિના અર્થની
અપેક્ષાએ અર્થ કરતાં અરિશબ્દથી કર્મને જ લીધું છે. એમ નહિ કહેવું કે ત્યારે નમો મ્મહતાનું એમ ચોકખું જ કેમ કહી ન દીધું ? કારણ કે પ્રથમ તો અરિહંત એ માગધી શબ્દમાં મૂલ શબ્દ અર્હત્ છે એટલે જેઓ ઈંદ્રાદિકોએ કરેલી પૂજાને મેળવે છે તેઓને જ આ અરિહંતપદમાં નમસ્કાર છે અને તેથી કેવલજ્ઞાન પામેલા સામાન્ય કેવલિ કે જેઓ ધાતિકર્મની ક્ષય અપેક્ષાયે કે ભવોપગ્રાહિ કર્મોનો નાશ કરી સર્વ કર્મક્ષયપૂર્વક સિદ્ધ થવાવાળા છે, છતાં તેઓ અશોકાદિક આઠ પ્રાતિહાર્યોની પૂજાને નહિ પામનારા હોવાથી અરિહંતપદમાં આવતા
તા. ૧૪-૧૧-૧૯૩૬
નથી પણ સાધુપદમાં જ આવે છે. આ હકીકત જે સ્વરૂપ શ્રીજિનેશ્વર મહારાજે જણાવ્યું તેમાં પણ કર્મનું નમો મ્મદંતાળ જો એવું પદ રાખીયે તો આવી શકેજ નહિં. બીજાં કર્મોનું હેયપણું કે ઉપાદેયપણું છે એ સમજાય નહિ. કદાચ કહેવામાં આવે કે કર્મને હણનારને આપણે નમો મ્મદંતાળું
અર્થાત્ કરેલાં કર્મનો ક્રોડો કલ્પો થઈ જાય તો પણ ક્ષય એટલે નાશ થઈ જતો નથી, પણ કરેલું