________________
શ્રી સિદ્ધચક્ર
૫૬૩
બદલામાં કોઈપણ જાતનો પ્રયત્ન થઈ શકે જ નહિં, છતાં જે કોર્ટોમાંના પગથીયાં ઘસાય છે અને વિવિધ ચેષ્ટાઓ પણ પોતાની જાતથી કરવામાં આવે છે એ સર્વ પરમેશ્વરના કર્તાપણાની માન્યતામાં ખામી છે એમ જ જણાવે છે.
પરમેશ્વરને જેઓ મોક્ષમાર્ગના દેખાડનાર તરીકે ન માને તેમજ દુર્ગતિનાં કારણોને છોડવા માટે તેને દેખાડનાર તરીકે ન માને, આત્માને ઓળખાવનાર તરીકે ન માને, આત્માના ગુણો જાણનાર તરીકે ન માને, આત્માના ગુણો કેવી રીતે કર્મોથી અવરાય છે તેને સમજાવનાર તરીકે ન માને, આત્માના ગુણોને આવરનાર એવા કર્મોનો બંધ કેવી રીતે થાય છે તેને કહેનાર તરીકે ન માને, આત્માના ગુણોને આવરનાર કર્મોને આવતાં રોકવાનાં સાધનોને સમજાવનાર તરીકે ન માને આત્માના ગુણોને રોકનાર કર્મોના નાશ કરવાના સાધનોને કહેનાર તરીકે ન માને, યાવત્ આત્માની સર્વથા શુદ્ધદશા સર્વદાને માટે કેવી રીતે આત્મા પ્રાપ્ત કરી શકે ? તેવું નિરૂપણ કરનાર પરમેશ્વર છે એમ ન માને, તે સત્ય રીતિએ જૈનશાસન અને જૈનધર્મની ખુબીને ન સમજે તે સ્વાભાવિક જ છે. કર્મબંધ તોડવાનાં સાધનો ઇશ્વરીય ઉપદેશાધીન છે. ધ્યાન રાખવાની જરૂર છે કે કર્મને રોકવાનાં, તોડવાનાં અને મોક્ષ પ્રાપ્તિનાં સાધનો ઇશ્વરીય ઉપદેશ સિવાય કોઇપણ સામાન્ય જીવને જાણવામાં આવતાં નથી અને જગતનો એ તો સ્વાભાવિક
નિયમ છે કે જે વસ્તુ જાણવામાં ન આવે તે વસ્તુને આદરવાની બુદ્ધિ થાય નહિ, અને જે વસ્તુને આદરવાની બુદ્ધિ ન થાય તે વસ્તુને મેળવવા માટે કોઇપણ જીવ સામાન્ય પણ પ્રયત્ન ઉઠાવે નહિ. તો પછી સંવર નિર્જરા અને મોક્ષની પ્રાપ્તિ માટે તનતોડ મહેનત કરવાનો વખત જીવને પરમેશ્વરના ઉપદેશ સિવાય હોઇ શકેજ નહિ. જો કે આપણે મહાત્માઓના ઉપદેશદ્વારાએ આત્મા અને સંવર
તા. ૪-૧૦-૧૯૩૭
આદિનું સ્વરૂપ કંઇપણ અંશે જાણી શકીએ છીએ, અને તેથી આત્માની ઉજ્જવલતા પ્રાપ્ત કરવા માટે સંવર આદિની સિદ્ધિ કરવા સામાન્ય રીતે કે તનતોડ ઉદ્યમ કરીએ છીએ, પણ તેમ તે મહાત્માઓ તરફથી મળતો ઉપદેશ ખુદ તે મહાત્માઓનો પોતાનો હોતો નથી, પરંતુ મૂળ તે ઉપદેશના કરનારા પરમૈશ્વર્યવાળા પરમેશ્વર જ હોય છે. પરમેશ્વર સિવાય કોઇપણ જગતમાં એવો જીવ હોતો જ નથી કે જે પોતાની મેળે ભવાંતરના સંસ્કારને લીધે આત્માનું સ્વરૂપ જાણે, અને તેને સંપૂર્ણપણે પ્રગટ કરવા માટે સંવરાદિકની સાધના કરી તેની સિદ્ધિને મેળવે. એટલું જ નહિ, પણ જગતના જીવોને તે સિદ્ધિ મેળવવા માટે અસ્ખલિતપણે પ્રવાહ ચાલે તેવું સાધન જગત્ સમક્ષ રજુ કરે. એટલે ટુંકામાં કહીએ તો જગતમાં સ્વયંજ્ઞાની પરમેશ્વર જ હોય છે, અને તે પરમેશ્વરના પદાર્થપાઠથી સમગ્ર જગત કલ્યાણને મેળવી શકે. જો કે જેવી રીતે મોક્ષ અને તેના સાધનોનું જ્ઞાન મૂળથી પરમેશ્વરદ્વારાએ મળે છે તેવીજ રીતે પાપ અને કર્મબંધનોના કારણોનું જ્ઞાન પણ તે પરમેશ્વરદ્વારાએ જ મળે છે. પણ તે પાપોની પ્રવૃત્તિ જીવને પૂર્વભવના સંચિતના ઉદયના લીધે થવાની હોય છે અને તેથી તે પાપો જ્ઞાન વિના પણ અજ્ઞાનપણે કરવાને તૈયાર છે. કાર્યમાત્રને અંગે ઇચ્છાની કારણતાનો નિકાલ
નૈયાયિક શાસ્ત્રકારો જ્યારે કાર્યમાત્રને અંગે
ઈચ્છાને કારણ તરીકે જણાવે છે ત્યારે સુજ્ઞમનુષ્યો દુઃખ અને પાપરૂપી કાર્યની વગર ઈચ્છાએ ઉત્પત્તિ થતી દેખીને સામાન્યરીતે ઉત્તમ કાર્ય પ્રત્યે જ ઇચ્છાની કારણતા જણાવે છે. જો કે શુભકાર્ય પ્રત્યે ઇચ્છાની કારણતા માનવામાં આવી છે, પણ તે કારણતા પણ કાર્યની સિદ્ધિ સુધી પહોંચવાવાળી નથી, ઘટને અંગે જેમ દંડને કારણ માનાવમાં આવેલો