________________
શ્રી સિદ્ધચક્ર
૫૨૨
તરવા અને તારવામાં સમજેલા નથી તેઓને પણ બચાવે છે અને તે જો બચાવવું મહાવ્રતને અનુકૂળ હોય તો પછી ગૃહસ્થો કે જેઓની પાસે પ્રાણીઓને બચાવવાનાં અનેક સાધનો છે તેઓ તે દ્વારાએ તેનો ઉપયોગ કરી બીજા પ્રાણીને બચાવે એ જરૂરી કહેવાય એમાં નવાઈ નથી. કેટલાક દયાના દુશ્મનોનું એવું કહેવું થાય છે કે બચાવેલો પ્રાણી જીવીને જીવનપર્યન્ત જે હિંસાદિક પાપસ્થાનકો કરે તેની અનુમોદનાની ક્રિયા તથા કરાવણ ક્રિયા તે બચાવનારને લાગે. એ કહેવાવાળાએ પ્રથમ તો ધ્યાન રાખવું જોઈએ કે પ્રાણીઓને બચાવનાર મનુષ્ય તે બચેલો પ્રાણી પાપ સેવન કરે એ બુદ્ધિથી બચાવતો જ નથી, માટે તે બચેલા પ્રાણીએ સેવેલા પાપની અનુમોદના કે કરાવણની ક્રિયા લાગતી જ નથી. જો એમ ન માનવામાં આવે તો પ્રમત્ત અને અપ્રમત સાધુઓ પણ દરેક સમયે સાત આઠ કર્મ બાંધીજ રહેલા છે, તો તેવાઓને દાન દેનારો મનુષ્ય અને તે દાન દ્વારાએ કે અન્ય રીતે તેમના શરીરને ટકાવી જીવાડવાવાળો મનુષ્ય ખરેખર સાત આઠ કર્મબંધનનો અનુમોદનાર જ થાય. એટલું જ નહિ, પરંતુ સૂત્રકારો પ્રમત્તદશાની સ્થિતિ અંતઃકોડપૂર્વની જણાવે છે, અને પ્રમત્ત કષાયાદિકના ઉદયને અંગે જ છે. તો તેથી છદ્મસ્થસાધુઓને દાન દેનારો મનુષ્ય જે કષાયરૂપી ભાવહિંસા છે તેની અનુમોદના અને કરાવણની ક્રિયાવાળો જ થશે એટલે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે દયાના દુશ્મનોના મતે અવિરતિ જીવને
તા. ૨૦-૯-૧૯૩૭
બચાવવાવાળો તો કેવલ અવિરતિના જ પાપોની અનુમોદના અને કરાવણાની ક્રિયાવાળો થાય, પણ તે દયાના દુશ્મનોના સાધુઓને દાન દેવાવાળો તો વ્રતધારિઓને ભાવહિંસાદિકમાં પ્રવર્તાવવાળો થાય. અને ઉત્તમજીવને એવા અધમમાર્ગ જે કષાયાદિક ભાવહિંસારૂપ છે તેમાં પ્રવર્તાવવાળો અને સ્થિર કરવાવાળો થવાથી અનંતગુણો દૂષિત થાય એમ માનવું જ પડે. વળી તે દયાના દુશ્મનોનાં સાધુ કે સાધ્વીઓને કોઈક ભદ્રિકે આહારપાણી વહોરાવ્યાં અને તે આહારપાણીથી તે સાધુસાધ્વીને વિકૃતદશા થઈ અને યાવત્ તેઓ પરસ્પર સમાગમ કરવાવાળા થયા, અને તેને પ્રતાપે જ બંને દુર્લભબોધિ થયાં. તો તે બધું પાપ તે દાન દેનારને લાગવું જ જોઈએ. વળી દેવતાપણામાં અવિરતિપણું છે એ ચોક્કસ છે, અને તે દીર્ધકાલનું અવિરતિપણાનું જીવન સંયમથી જીવને પ્રાપ્ત થાય છે, કેમકે શાસ્ત્રકારો કહે છે કે ‘પુદ્ધિં તવ સંપ્નમેળ ભંતે તેવા હેવલોણુ વવનંતિ' એટલે પહેલાના તપ અને સંજમે કરીને દેવતાઓ દેવલોકમાં ઉપજે છે. એટલે કહેવું જોઈએ કે જો તે જીવ અવિરતિ અને ભદ્રકપણે રહ્યો હોત તો તેવા દ્રવ્યસંજમને અંગે પણ પ્રાપ્ત થતી દેવતાની દીર્ધજીંદગીને અને તે જીંદગીમાં લાંબા કાલ સુધી સેવાતા અવિરિતિપણાને પામત નહિ. છતાં જે અવિરતિજીવને ઉપદેશ કરીને
સાધુપણું દેવામાં આવ્યું તેને લીધે તે સંજમવાળો જીવ તેત્રીસ સાગરોપમ સુધીના અવિરતિના કચરામાં રોલાવવાનો છે. તેથી તે તેત્રીસસાગરોપમની