________________
(૨૧) न च पुनस्तम्रादीनां मूल्यं ददाति प्रतीच्छति वेति गम्यं, अल्पमूल्यत्वेन तदन्तर्गतत्वात् प०७
તાંબા આદિની સાથે રત્ન જડેલું હોય અને તે વેચવા જાય ત્યારે કોઈપણ મનુષ્ય તે રત્નના મૂલ્યથી જુદું તે તાંબા આદિનું મૂલ્ય આપતો પણ નથી અને લેતો પણ નથી એ સમજવું. કેમ કે રત્નની કિસ્મતમાં તે ઓછી કિંમતવાળા તાંબા આદિની કિસ્મત સમાઈ જાય છે એટલે રત્ન સમાન પર્વતિથિની સાથે તાંબાસમાન અપર્વતિથિને ભેગી ગણનારા રત્ન અને તાંબા આદિક સરખા ગણનારા છે.
एवं त्रुटिततिथिसंयुक्ता तिथि: कारणविशेषे उपयोगिनी भवन्त्यपि न पुनर्बलवत् कार्य विहाय स्वकार्यस्यैवोपयोगिनी, नहि अपरीक्षकचौरादिहस्तगतव्यतिरिक्तं रत्नं ताम्रमूल्येनेवोपलभ्यते, पत्र ७ ।
એવી રીતે ક્ષય પામેલી (ચૌદશ આદિ) તિથિવાળી (તેરસ આદિ) તિથિ કોઈ (મુહૂર્નાદિક) કારણ વિશેષમાં ઉપયોગવાળી હોવા છતાં પણ કોઈ સજ્જડ કાર્ય સિવાય પોતાના (તેરસ) આદિના કાર્ય માટે પણ ઉપયોગી ન જ થાય. પરીક્ષાને નહિ જાણનાર એવા ચોર વગેરેના હાથમાં આવેલા સિવાય તાંબાવાળું રત્ન તાંબાના મૂલ્ય મળે નહિ જ. આ ઉપરથી ચોખું છે કે તેરસને દિવસે ક્ષય પામેલી ચૌદશ હોય છે ત્યારે જરૂરી કાર્ય સિવાય તેરસ તેરસને માટે જ ઉપયોગવાળી નથી. તેમજ તેરસ અને ચૌદશને ભેગાં કહેવાં તે રત્ન અને તાંબુ એકસરખાં ગણવા જેવું છે. રત્નની કિંમત બોલતાં તાંબાની કિંમત ન બોલે તે વ્યાજબી છે. પણ રત્ન અને તાંબાને સરખા કહેનાર જેવો જ તેરસ ચૌદશને ભેળાં કહેનાર ગણાય.
कथं न पंचदश्यामपि चतुर्दशीलक्षणकार्योपचार (इत्याशंकाम्) पत्र ८
પૂનમને દિવસે ચૌદશ લક્ષણ કાર્યનો ઉપચાર કેમ ન કરાય? (આના ઉત્તરમાં ઉપચારને અયોગ્ય ન જણાવતાં નષ્ટ અને અતીત એવા કારણનો ભવિષ્યના કાર્યમાં ઉપચાર ન થાય એમ જણાવે છે.)
कज्जस्स पुव्वभावी नियमेणं कारणं पत्र ९
પૂનમ એ ચૌદશની પછી થનારી છે માટે પૂનમરૂપી કારણમાં ચૌદશરૂપી કાર્યનો ઉપચાર ન થઈ શકે, આ ઉપરથી સમજાશે કે છેટે રહેલી તેરસે તો પૂનમનો ઉપચાર કરવાનું યોગ્ય બની શકે જ નહિં.
हीनचतुर्दशी तावत् त्रयोदशीयुक्ताऽपि गृह्यमाणा न दोषमावहतीति पत्र ९
ક્ષય પામેલી ચૌદશ હોય ત્યારે તેરસમાં જોડાયેલી લેવાય તો પણ દોષ રહે નહિં (આ ઉપરથી તેરસ ચૌદશ ભેળી નહિં લેતાં આખી તેરસને ચૌદશ ગણવાનું કોઈપણ પ્રકારે દૂષિત નથી એમ સ્પષ્ટ થાય છે.)
पूर्वं पूर्णिमायां पाक्षिककृत्यमासीत् कालिकाचार्यादेशाञ्च साप्रतं चतुर्दश्यामतस्तत्क्षये पौर्णमास्येव युक्तिमती पत्र १०
(ખરતરો કહે છે કે, પહેલાં પખીની ક્રિયા પૂનમે હતી અને શ્રી કાલકાચાર્યના આદેશથી હમણાં ચૌદશે થાય છે. માટે ચૌદશના ક્ષયે પૂનમના યોગ્ય જ છે. (અહિં પૂનમ જ યોગ્ય છે એમ પ્રથમાવિભક્તિથી જણાવે છે અર્થાત્ ખતરો પણ ઉત્તરનાં ન કહેતાં ઉત્તર એવી પૂનમ કહે છે.)