________________
(૧૯) (પૂનમને દિવસે પૂનમ માની ક્ષય પામેલી ચૌદશ પણ માનનારાને પૂછે છે કે) ચૌદશના ક્ષયે પૂનમને દિવસે જે પખીની ક્રિયા કરો તે શું પૂનમની ક્રિયા ગણો છો કે પાક્ષિકની ક્રિયા ગણો છો? જો તેને પૂનમની ક્રિયા કહો તો પસ્બીની ક્રિયાનો નક્કી લોપ આવી પડશે. (આ હકીકત જો આ પરંપરા અને શાસ્ત્રને ઉઠાવીને ચૌદશ અને પૂનમની તિથિઓને ભેગી માનનારા વિચારશે તો ખરેખર બે પર્વ એકઠાં કરવાનું નહિં જ માને, અને જો બે પર્વો એકઠાં પણ ન થાય અને તેમાં વગર ભોગવટે પણ ન મનાય તો તેરસે ચૌદશનો ભોગવટો છે માટે તેરસનો ક્ષય માની તે દિવસ ચૌદશ અને ચૌદશે પૂનમનો ભોગવટો છે માટે પૂનમ માનશે. અને મહોપાધ્યાયજીના આ પાઠને તથા શ્રી હીરસૂરિજીના ત્રયોદશી ચતુર્દશ્યોઃ આ પાઠને મળતો જ આ અર્થ છે એમ માનશે.) જો પૂનમે ચૌદશની ક્રિયા છે એમ કહો તો ચોખ્ખું જુઠું કારણ કે પૂનમ માનીને પણ તેને ચૌદશ કરો છો ચૌદશનો ક્ષય હોય ત્યારે ઉદયાત તેરસે પશ્મીના જ્ઞાનમાં તો આરોપના લક્ષણનો સંભવ નથી.
एवमेकस्मिन्नेव ख्यादिवारलक्षणे वासरे द्वयोरपि तिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात् कौतस्कुत्यमारोपज्ञानम् ?, अत एत्रैव प्रकरणे-'संपूण्णत्तिअ काउ' मिति गाथायां या तिथिर्यस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यने स दिनस्ततिथित्वेन स्वीकार्य इत्याद्यर्थे संमोहो न कार्य इति ५
એવી રીતે રવિવાર આદિ લક્ષણ એક જ વારમાં તેરસ અને ચૌદશ બન્ને તિથિયો સમાપ્ત થઈ છે. તેથી વિદ્યમાન છે માટે તે વારે ચૌદશ માનવી તેમાં ખોટું જ્ઞાન ક્યાં છે ? (ધ્યાન રાખવું કે તેરસ અને ચૌદશની સમાપ્તિ હેતુ તરીકે છે અને ચૌદશ માનવી એ સાધ્ય છે. જો તેરસ ચૌદશ બન્ને માનવાની હોત તો હેતુ અને સાથે એક થઈ જાત) આજ માટે આજ અધિકારમાં સંપુજીએ ગાથામાં જે રવિ આદિ વારે જે તિથિ સમાપ્ત થાય તે દિન તે તિથિપણે માનવો એ હકીકતમાં પણ મુંઝાવવું નહિં. (તેરસને દિવસે તેરસનો ઉદય અને સમાપ્તિ છે છતાં ચઉદશની પણ સમાપ્તિ છે માટે તે રવિઆદિ વારે ચૌદશ જ કહેવાય તેરસ ચૌદશને ભેળી માનનારને તો મોહ માટે આ કહેવાનું જ ન થાત.
अग्रेतनकल्याणकतिथिपाते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरं, ६
આગળની કલ્યાણતિથિનો ક્ષય હોય ત્યારે પહેલાની કલ્યાણતિથિમાં બન્ને કલ્યાણકોનું વિદ્યમાનપણું હોવાતી હમારે તો ઈષ્ટાપત્તી જ ઉત્તર છે. (આગળ સ્પષ્ટ કહે છે કે કલ્યાણકોને આરાધનાર તપ કરનાર જ હોય છે અને તપમાં એકીસાથે છ વગેરેનાં પચ્ચખાણ થવાથી સાથે લેવાય અને તપ બીજે દિવસે પૂરો કરાય છે. યાદ રાખવું કે પૂનમની ચર્ચા પૌષધને અંગે છે અને પૌષધ તો સાથે બે થતા જ નથી. આટલા માટે તો પરંપરા અને શાસ્ત્રના ઉઠાવનારે યથા એ વાક્યમાં નકાર છે નહિં, જોઇએ નહિં અને પૂરણરીતે સંગત પણ નથી, છતાં ખોસી ઘાલ્યો અને તે નકારવાળું વાક્ય જ સંગત માન્યું છે)
कल्याणकाराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति. प. ६