________________
(૧૮)
यन्नष्टाप्यष्टमी परावृत्त्याभिमान्यते, पाक्षिकेण च किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते इति नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत्
अहो विचारचातुरी यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधानं जातमेवेति. यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्यैव स्थितिः, पत्र- ५
ક્ષય પામેલી આઠમ, સાતમ જે હયાત છે તેનો ક્ષય કરીને પલટાવીને મનાય છે તો, પાક્ષિકે શો અપરાધ કર્યો કે તેની ક્રિયા પૂનમને પૂનમ માનીને તે દિવસે કરો છો અને પક્ષીનું નામ પણ સહન કરતા નથી ? પક્ષીને રાખતા જ નથી. વાદી શંકા કરે છે કે પૂનમનો ક્ષય હશે ત્યારે તમારૂં કેમ થશે?
તમો પક્ષીનું પક્ખી નામ ન રાખતાં તે પક્ષીને પૂનમ બનાવશો ત્યારે ચૌદશે પક્ષીનું નામ તમારે પણ નહિં રહે. (જો પર્વ ભેગાં થતાં હોય તો પક્ષીનું નામ નહિં રહેવાની ખરતરો શંકા ન જ કરત) ઉત્તરમાં કહે છે કે (ટીપ્પણાની) ચૌદશમાં ઉદયથી ચૌદશ અને ભોગથી પૂનમ એ બન્ને વિદ્યમાન છે માટે ક્ષીણ એવી પણ પૂનમનું પણ ચૌદશે આરાધન થયેલું જ છે. અપિશબ્દથી જો અહીં ચૌદશ પણ લેવી હોય તો બન્ને વિદ્યમાન હોવાથી બન્નેનું પણ આરાધન એમ ઉત્તર દેત. વસ્તુતઃ બન્ને છે એટલું જ કહેત. વળી ચોપિ સમાપ્તત્વેન તસ્યા અપિ સમાપ્તત્વાત્ એ વાક્ય હેતુ અને સાધ્ય બન્ને એક થઈ જાય માટે બન્ને સ્થાને અપિશબ્દથી નષ્ટપણું સૂચવે છે.
જે માટે ક્ષય પામેલી હોવાથી ઉદયવાળી ચૌદશમાં પૂનમની ખરી સ્થિતિ છે. (અર્થાત્) ભોગવટાથી તો દરેક ક્ષય પામેલી કે મોટે ભોગે બીજી પણ તિથિ પહેલાની તિથિમાં હોય જ છે. પણ અહિં વાસ્તવિક સ્થિતિ જણાવે છે તેથી ક્ષીણપૂર્ણિમાની વખતે ચૌદશે ચૌદશની સ્થિતિ અવાસ્તવિક થાય, પણ પૂનમની સ્થિતિ વાસ્તવિક જ થાય એમ જણાવે છે.
त्रुटितचतुर्दशी पूर्णिमायां बुद्धयाऽऽराध्यते, तस्यां तद्भोगगन्धाभावेऽपि तत्त्वेन स्वीक्रियणाणत्वात्
प. ५
(ખરતરને કહે છે કે) ક્ષય પામેલી ચૌદશને તમો પૂનમ બુદ્ધિથી કલ્પીને માનો છો. કારણ કે પૂનમે ચૌદશના ભોગનો ગન્ધ પણ નથી, છતાં તે પૂનમને પૂનમપણે પણ માનો છો અને વળી ચૌદશપણે પણ અંગીકાર કરો છો (ક્ષયે પૂર્વાના માનેલા નિયમને છોડીને તે નિયમ પ્રમાણે તેરસે ભોગવાળી મળવાવાળી ચૌદશ ન માનતાં પૂનમે પૂનમ અને ચૌદશ બન્ને માનો તે યોગ્ય નથી) (બીજા પર્વના ક્ષય વખતે પર્વવ્યવસ્થા માટે ભોગ લેવાય અને વૃદ્ધિ વખતે પહેલાનો ઉદય હોય છતાં એકનો ઉદય મનાય. પહેલાનો ઉદય અપર્વનો ગણાય.)
क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ?, आद्ये पाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात्, न च क्षीणे पाक्षिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यतीती वाच्यं. तत्रारोपलक्षणस्य संभवात् प. ५