________________
૫૧૩
શ્રી સિદ્ધચક્ર
બાલદશાથી પણ અત્યંત ઉપયોગી હોવાથી દેવતાઓને દેવતાપણે જાણી શકયા અને દેવતાનો પિંડ અકલ્પનીય છે એ મુદ્દાથી તે વજસ્વામીજી બાલકે ભિક્ષા પણ લીધી નહિં, જો કે વજસ્વામીજીના આવા ઉપયોગથી દેવ અત્યંત તુષ્ટ થયા અને ભગવાન વજસ્વામીજીને આકાશગામિની વિગેરે વિદ્યા આપી, પરંતુ એ દૃષ્ટાન્ત ઉપરથી એટલી વાત તો સ્પષ્ટ થાય છે કે દેવતાઓના અશનાદિકપિંડ સાધુ સાધ્વીઓને કલ્પતાં નથી. ભર જંગલમાં પગે શૂલ વાગવાથી ચાલવાને અશકત થયેલા વૃદ્ધસાધુએ બીજા સાધુઓએ વહન કરીને ગામ લઈ જવાની કરેલી વિનંતિને નહિ સ્વીકારી અનશન કર્યું હતું, તે વખતે તેનો પુત્ર સાધુ અવસ્થામાં હતો તેને સાધુઓ સમજાવીને લઈ ગયા હતા, છતાં પણ તે બાલસાધુ પિતાના પ્રેમથી પ્રેરાયેલો તે જોડેના સાધુઓને ઠગીને પણ પિતાની પાસે ચાલ્યો આવ્યો. જો કે તે વખતે વૃદ્ધ એવા તે પિતાએ પુત્રને ઓલંભો આપ્યો, પરંતુ પોતાથી ચાલી શકાય તેવું ન્હોતું અને બીજો કોઈ સાધુ પાસે નહોતો કે જેથી તેની સાથે તે બાલસાધુને મોકલીને ગચ્છમાં મેળવી શકે. એટલે બાલસાધુ પણ ત્યાં જંગલમાં જોડે જ રહ્યો. થોડી મુદતે તે વૃદ્ધ સાધુ કાલ કરીને દેવતા થયો અને અવધિજ્ઞાનથી તે બાલસાધુની હકીકત જાણી વૃક્ષના પોલાણમાંથી હાથ કહાડી તે બાલસાધુને ભિક્ષા આપી. પરંતુ તે જ ગચ્છ પાછો તે રસ્તે આવ્યો તે વખતે જ્યારે દેવતાઈ પિંડ લેવાતો માલમ પડ્યો ત્યારે તેને
તા. ૪-૯-૧૯૩૭
આલોચના પ્રતિક્રમણ કરાવ્યું એમ ઉત્તરાધ્યનની નિર્યુક્તિમાં જણાવ્યું છે, એ ઉપરથી પણ દેવતાના અશનાદિક પિંડ સાધુ સાધ્વીને ન કલ્પ એ ચોક્કસ જ છે અને જ્યારે શ્રમણભગવંતોની અશનાદિથી દેવતાઓ ભકિત ન કરે તો પછી શ્રાવકશ્રાવિકા તો તેમના અનુયાયીપણે રહેવાવાળો એક ક્ષુલ્લક વર્ગ છે માટે તેની ભક્તિનો લાભ મેળવવાનો પ્રસંગ પણ તેમને ન હોય. જો કે પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સાધુસાધ્વીઓને રાજપિંડ અકલ્પનીય છે અને તેથી મૂર્ખાભિષિકત રાજા મહારાજાઓ બાર વ્રત ધારણ કરે ત્યારે બારમા વ્રતમાં શ્રાવક અને શ્રાવિકાઓની ભકિત અતિથિ તરીકે કરવાની હોય છે, અને તે ભકિત અશનાદિકથી પણ હોય છે, પરંતુ દેવતાઓને સ્વયં ઔદારિક અશનાદિ હોતાં નથી તેથી સંવિભાગ તરીકે તેઓ અશનાદિકનું દાન દઈ શકે નહિં. એટલે સાધર્મિક ભકિતરૂપનું કાર્ય પણ દેવતાઓને સર્વથા દુર્લભ જ છે. એટલે દેવતાઓને શ્રી જિનેશ્વર મહારાજા ભક્તિ દ્વારા એ સાંવત્સરિકની અઠ્ઠાઈ આરાધવાની હોય છે અને તેથી આગળ જણાવી ગયા તે પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવતાઓ શ્રીનંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈ મહોત્વસવ કરીને ચૈત્યપરિપાટીને અંગે જીનભકિત કરી સાંવત્સરિક પર્વની આરાધના કરે છે.
સાધુ સાધ્વીઓને અક્રમનું તપ, લોચ કરવો, સાંવત્સરિક ક્ષામણાં કરવાં, ચૈત્યપરિપાટી કરવી