________________
શ્રી સિદ્ધચક્ર
૫૧૦
માગે છે કે ભગવાન વજસ્વામીજીની વખતે કેવલ ચૈત્યપૂજા એજ ધર્મનું મહાન અંગ ગણવામાં આવતું હતું તો તે કલ્પકોનું કથન વસ્તુસ્થિતિથી તદ્ન દૂર છે. કારણ કે ત્યાં પર્યુષણાની અઠ્ઠાઈની પૂજા દ્વારાએ થતી આરાધનામાં અન્ય મત તરફથી થયેલા
અન્તરાયને લીધેજ પુષ્પ લાવવામાં મહત્વ ગણાયેલું
કે
છે, પણ સ્વરૂપે ચૈત્ય પૂજા કે પૂષ્પપૂજામાં જ મહત્વ હતું એમ હતું જ નહિ. સર્વકાલે યથાયોગ્યપણે શ્રાવક વર્ગરૂપી સંઘને અંગે ચૈત્યપૂજાનું મહત્વ કે દ્રવ્યસ્તવનું મહત્વ હતું જ અને વર્તમાનમાં પણ છે. એમાં નવાઈ પણ નથી. અને તેવું મહત્વ કોઈની કલ્પનાથી નથી પણ શાસ્ત્રકારોના વચનને અનુસરતું જ છે.) પરસ્પર વિરોધી રાજાઓ પણ પર્યુષણા આરાધના કેવી કરી ?
૩ જૈનજનતામાં એ વાત તો અત્યંત પ્રસિદ્ધ છે કે સિંધુસોવીરદેશના માલીક મહારાજા ઉદાયને માલવાના અધિપતિ ચણ્ડપ્રઘોતનને જીવતસ્વામીની પ્રતિમાને નિમિત્તે થયેલા સંગ્રામમાં હરાવીને કેદ કર્યો હતો, તેને પણ પર્યુષણાની આરાધના માટે જ કેદમાંથી છોડયો અને તેનો દેશ તેને પાછો સમર્પણ કર્યો, આ હકીકતને સમજનારને સ્પષ્ટ જાણવામાં આવશે કે પર્યુષણા (સાંવત્સરિક) જેવા પર્વમાં શ્રાવકોએ પણ નિયમિત રીતે પરસ્પર ખામણાં કરીને વિરાધનાથી અને દુર્લભ બોધિપણાથી દૂર થવાની પહેલે નંબરે જરૂર છે, અને તે કાર્ય શ્રમણભગવાન મહાવીર મહારાજના વખતથી પણ શ્રાવકો કરતા જ આવેલા છે.
તા. ૪-૯-૧૯૩૭
નાગકેતુનું જવલંત દ્રષ્ટાંત
૪ દરેક વર્ષે કલ્પસૂત્રને વાંચનાર અને સાંભળનાર વર્ગ સારી પેઠે જાણે છે કે દરિદ્ર વાણોતર મરીને શ્રીકાન્ત સરખા મહેભ્ય શેઠીયાને ત્યાં જન્મ પામ્યો અને જન્મની સાથે કુટુમ્બીજનોએ
પર્યુષણાની અઠ્ઠાઈની અંદર કરાતા અક્રમની વાતો કરાતી સાંભળીને જે બાળકે પર્યુષણાની અઠ્ઠાઈમાં અઠ્ઠમ કર્યો, અને જે અક્રમના પ્રભાવે ધરણેન્દ્ર નાગરાજનું આસન કમ્પાયમાન થયું અને તે ધરણેન્દ્રે આવીને તે બચ્ચાને બચાવ્યો, પોતાનો હાર તેના કણ્ડે નાખ્યો, રાજાને પણ તે બચ્ચાની યત્નથી રક્ષા કરવા માટે સૂચના કરી, અને જેનું નાગકેતુ નામ સ્થાપન કરવામાં આવ્યું અને જે નાગકુમાર ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની પૂષ્પ પૂજા કરતાં તંબોલીયા સર્પે ડંખાયા છતાં અવ્યગ્ર રહ્યો અને તે અવ્યગ્રપણાને લીધે જ તે જ વખતે કેવલજ્ઞાન મેળવ્યું. આ સર્વ હકીકત કોઈપણ જૈનની જાણ બહાર તો નથી જ. એ ઉપરથી એટલું તો સ્પષ્ટ માનવું પડશે કે કેવલજ્ઞાનીઓના વખતમાં પણ શ્રાવકો પર્યુષણાની અષ્ટાન્તિકા નિયમિતપણે અઠ્ઠમથી આરાધતા હતા, જો એમ ન હોત તો આખા કુટુમ્બમાં પર્યુષણાની અઠ્ઠાઈના અઠ્ઠમની આરાધના માટે અમ કરવાની વાત ચાલત જ નહિ અને જો ફુટુમ્બીજન સંવચ્છરીની અઠ્ઠાઈની અક્રમની વાર્તા ઘણા ગાઢરૂપમાં કરત નહિં તો તે નાગકેતુકુમાર કે જેણે પૂર્વભવમાં જ પર્યુષણની અઠ્ઠાઈમાં અઠ્ઠમ કરવાનો વિચાર કર્યો હતો તેણે