________________
૪૬૭
રહે, પરંતુ જેવી રીતે રક્ષા અને પાલન થઈ શકે તેવો જ નિયમ રહે, રક્ષા અને પાલનની સ્થિતિએરાજ્યની વ્યવસ્થા કરવામાં યોગ્ય કુમાર નાનો હોય તો પણ તેને રાજ્યગાદીનું સમર્પણ થઈ શકે અને રાજ્યની સ્થિતિ જો વિભાગથી રક્ષા અને પાલનને લાયક છે એમ લાગે તો નિવૃત્તદશાને પામતા અગર ઉત્તરાધિકારને કરવાને ઈચ્છનારા રાજાની પવિત્ર ભાવનાથી અખંડ રાજ્યનો અભિષેક અગર વિભક્ત રાજ્યના અભિષેકો મોટા કુમારને અગર કોઈ પણ એક કુમારને અગર જુદા જુદા કુમારને કરી શકે - આ સાચી વસ્તુ સ્થિતિ વિચારતાં ભગવાન ઋષભદેવજીને પોતાના તાબાના સો રાજ્યોની રાજગાદી સો પુત્રોને આપવી યોગ્ય લાગી હતી અને તેથી સોએ દેશોના રાજ્યોમાં સોએ પુત્રોનો અભિષેક કર્યો હતો ? પુત્ર તરીકે મનાયેલા નમિ વિનમિનો ભાગ
કેમ નહીં ?
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
પોષ્યા હતા તેઓ કોઈ તેવા પ્રયોજ્તસર ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યની પણ હદ બહાર છેવટે કંઈ નહિં તો રાજ્યકારભાર જ્યાં ચાલતો હતો તે હદની બહાર તેઓ ભગવાનના હુકમથી ગયેલા હતા અને તેથી તેઓને આ રાજ્યની વહેંચણીની વાત કે મહારાજના સંવચ્છરીદાનની વાત તેઓના કાને સુધાં આવી નહીં. પરંતુ ભગવાન ઋષભદેવજી સો પુત્રોને રાજ્યનો અભિષેક કરીને સંવચ્છરીદાન દઈને પ્રવ્રુજિત થયા ત્યારપછી તે નમિ અને વિનમિ ભગવાને આદેશેલા કાર્યને કરીને દેશમાં આવ્યા ત્યારે રાજ્યની રાજ્યના વિભાગની સંવચ્છરીદાનની અને ભગવાનની પ્રવ્રજ્યાની ખબર પડી. શ્રી ભરત મહારાજની નમિવિનમિ પ્રત્યે કેવી ઉદારતા ?
આવી રીતે ભગવાનના હુકમથી કાર્ય કરવા ગયેલા અને કાર્ય કરીને આવેલા એવા નમિવિનમિને ભગવાને પુત્ર તરીકે રાખ્યા છે એ વાતની ભરતમહારાજને સંપૂર્ણ રીતે માહિતગારી હતી અને તેથી જ ભરત મહારાજે પોતાની લાયકાતને અનુસરીને પોતાને મળેલા અયોધ્યાના રાજ્યમાંથી ભાગ આપવા કહ્યું. માટે આ સ્થાને ભરત મહારાજની લાયકાત અને નિર્લોભતા કેટલી હશે તે ખરેખર વિચારવા જેવું છે. જો ભરત મહારાજને નમિવિનમિએ ભગવાને આપેલા હુકમનું પાલન કર્યું છે તેને અંગે સરખા ભાઈ તરીકે ન ગણે તેમજ ભગવાને પુત્ર તરીકે રાખ્યા અને પાળ્યા છે તે ધ્યાનમાં ન લે, તો પોતાના રાજ્યમાંથી કુમારભુક્તિ જેટલો ભાગ પણ આપવા તૈયાર ન થાય. છતાં ભરત મહારાજા પોતાની ઉત્તમતાને અંગે તે મિવિનમિને પોતાને મળેલા રાજ્યમાંથી પણ રાજ્યનો ભાગ આપવા તૈયાર થયા છે, છતાં મિ અને વિનમિ કુટુંબ આદિની સ્થિતિ ધ્યાનમાં લઈ ભવિષ્યમાં કોઈપણ મનુષ્ય કોઈપણ જાતનું અપમાનકારક વચન બોલી દે એવા કે બીજું કંઈપણ કરે એવા વિચારથી તે ભરત મહારાજા પાસેથી રાજ્યનો ભાગ લેવાની ના પાડી.
એમ છતાં પણ જગતમાં જેમ ઔરસપુત્ર પિતાનો ભાગ લેવાને માટે હક્કદાર છે તેવી રીતે દત્તકપુત્ર પણ હક્કદાર છે એ સ્થિતિએ ભગવાન શ્રી ઋષભદેવજીએ જેવી રીતે ભરત-બાહુબલજી વિગેરેને પોતાના પુત્ર તરીકે રાખ્યા અને પાલ્યા, પોષ્યા હતા તેવી જ રીતે નમિ અને વિનમિ કે જેઓ ભગવાન્ શ્રી ઋષભદેવજીના સાક્ષાત પુત્રો નહોતા, પણ પુત્રના પુત્ર હતા. સીધી રીતિએ નમિ અને વિનમિ ભગવાન ઋષભદેવજીની પાસેથી રાજ્યનો ભાગ કે દેશનો હક્ક કંઈ પણ મેળવવાને હક્કદાર નહોતા, છતાં તે નિિવનમિને ભગવાન ઋષભદેવજીએ પુત્ર તરીકે સ્થાપેલા હોવાથી રાજ્યનો ભાગ કે દેશ લેવાની માગણી કરવાને હક્કદાર હતા, પરંતુ જે વખતે ભગવાન શ્રી ઋષભદેવજીએ સો પુત્રોને સો દેશની રાજ્યગાદીઓ સમર્પણ કરી અને સંવચ્છરીદાનનો અસ્ખલિતપણે પ્રવાહ એક વર્ષ સુધી લાગલાગટ રીતે વહેવડાવ્યો તે સર્વ વખતે તે નમિ અને વિનમિ જેઓને ભગવાન શ્રી ઋષભદેવજીએ પુત્ર તરીકે રાખ્યા અને પાળ્યા