________________
શ્રી સિદ્ધચક્ર
૪૬૨
શકે તેવું નથી. જગતમાં એ પણ નિયમ છે કે જે જે દેશની પ્રજા જેવી જેવી રીતે સમજે તેવી તેવી રીતે તે તે દેશની પ્રજામાં કાયદાની જાહેરાત સત્તાધીશોએ સંપૂર્ણ રીતે કરવી જ જોઇએ. કોઇપણ સ્થાને યોગ્ય રીતિએ કાયદાની જાહેરાત કર્યા સિવાય ગુન્હો ઠરાવાતો જ નથી. તો પછી જે પરમેશ્વર કાયદાને પોતાના તરફથી દરકે સ્થાને જાહેર કરે નહિ અને જાણમાં આણે નહિ અને પાપ
અગર દુષ્ટકર્મ થયું છે એમ જણાવીને દુર્ગતિરૂપે સજા કરે એ હકીક્ત સમજી મનુષ્યના હૈયામાં તો ઉતરી શકે તેમજ નથી.
ઉપકારદ્વારાએ જ અપકાર ઢાંકવાની સજ્જનોની રીતિ.
વળી જગતમાં સામાન્ય રીતે પણ જે સજ્જન મનુષ્યો હોય છે તેઓ અન્યનો જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ એવો કોઇપણ પ્રકારનો અપરાધ હોય તો પણ તેની માફી આપવામાં જ ઉત્તમતા માને છે. સામાન્ય રીતે શઠપ્રત્યે શાઠય કરવુ તે સજ્જનોનો માર્ગ નથી, પણ સજ્જનોના હિસાબે તો ઉપકારદ્વારાએ જ અપકારને ઢાંકવાનો હોય છે, તો પછી સજ્જનને પણ આરાધવા લાયક અને સજ્જનની પરમ કોટિએ પહોંચેલો પરમેશ્વર બાળ જુવાન કે વૃદ્ધ રોગી કે નિરોગી સુખી કે દુઃખી કોઇપણ જીવના અપરાધની નોંધો કરે અર્થાત્ કોઇપણ અંશે માફીનો રસ્તો જ ન લે અને ક્રમસર અપરાધ પ્રમાણે દંડ આપ્યા જ જાય, એટલું જ નહિ પણ અપરાધના દંડોની ક્રૂરતા કરે જગતના સામાન્ય રીતે ધાતકીમાં ધાતકી મનુષ્યથી નહિ થઇ શકે તેવી બધી જાતની ક્રૂરતા જગતમાં પરમેશ્વર વર્તાવે છે. એવુ માનવા જાય તેવાઓની બુદ્ધિ ન્હેર નથી મારી ગઇ એમ કહેતાં પણ શરમ લાગે એવું છે !
તા. ૨૩-૭-૧૯૩૭
ગુન્હાના ફલને આપનાર ઇશ્વર છે એવી માન્યતામાં થતી આપત્તિ
અજ્ઞાન અને અવાચકપણામાં મનુષ્ય અને ઢોરઢાંખરને પણ ગર્ભ અવસ્થામાં કેવલ દુર્ગન્ધિસ્થાનમાં અજવાળાનું નામ પણ જ્યાં નથી; તેવા સ્થાનમાં અંગોપાંગનું પ્રસારવાનું જેમાં લેશમાત્ર ન બને, મહિનાના મહિના સુધી ગોન્ધી રાખનાર પરમેશ્વર છે એમ માનીએ, તો પછી ખરેખર બુદ્ધિશાળીઓને એમ કહેવું પડે કે એવા
પરમેશ્વરની વાતથી પણ ત્રાસ ત્રાસ થઇ જાય છે. આશ્ચર્યની વાત છે કે જગતના જીવોનો કંઇપણ અપરાધ કર્યો હોય તેને અંગે જગતના જીવો દંડ લે અર્થાત નુકશાન કરે એ જુદી વાત છે પણ જગતના જીવોએ પરમેશ્વરના કયા ગુન્હા કર્યા છે કે જેથી પરમેશ્વર આખા જગતને દંડ દેવા તૈયાર થાય છે. કદાચ કહેવામાં આવે કે જેમ રાજા પ્રજાના પરસ્પર
પણ
થતા ગુન્હાઓનો દંડ ગુન્હેગારોને આપે છે, પ્રજાને કાયદો હાથમાં લેવા દેતો નથી, તેવી રીતે પરમેશ્વર પણ જગતના જીવોમાં પરસ્પર કરાતા અપરાધોનો દંડ પોતે જ દે છે, પણ જગતના જીવોના હાથમાં કાયદો લેવા દેતો નથી, આવું જો કહેવામાં આવે તો કોઇપણ પ્રકારે તે ન્યાયસંગત નથી. કેમકે જો એ ગુન્હાની સજાઓ કરવી તે પરમેશ્વરનું કાર્ય છે એવું ગણાતું હોય તો પછી કોઇપણ રાજાને કોઇપણ ધર્મની અપેક્ષાએ સંન્યસ્ત થવાનું હોત જ નહિ, અને રાજાઓને સંન્યસ્ત થવામાં અંશે પણ કલ્યાણ છે એમ માનવામાં આવે તો પછી તે ઇશ્વરની પણ સજા કરવાની ક્રિયા તે અધમ ગણાવવી જોઇએ, અને તે ક્રિયા બંધ કરવી જોઈએ અને એ બંધ કરવું તે જ શ્રેયસ્કર ગણાવવું જોઇએ. વળી જગતમાં જે કંઇ હિંસા કરીને દુઃખ ઉપજાવે અર્થાત્ કોઈ પ્રાણી ઉપર ભયંકરમાં ભયંકર ધાતકીપણું કરે તો તે ધાતકીપણું વેઠનારા આત્માના પાપનું ફલ છે એમ માનવામાં બે મત થઇ શકે તેમ નહિ. (અપૂર્ણ)