________________
૪૫૯
શ્રી સિદ્ધચક્ર
કારણ કે ઉત્કૃષ્ટગુણોની આરાધના જેમ નિર્બીજ અંકુરા ન હોય, તેની માફક જધન્ય અને મધ્યગુણોને આરાધવારૂપી બીજ સિવાય બની શકે જ નહિ. અને તે જધન્ય તથા મધ્યમ આરાધના કરનાર સ્વંય સર્વથા સંપૂર્ણ આત્મબલવાળો ન હોય. તેથી તેને અન્ય ઉત્કૃષ્ટ મધ્યમ કે જધન્યરૂપે ધર્મને આરાધના કરનારના આલંબનની અવશ્ય જરૂર રહે, એટલે કહેવું જોઇએ કે સર્વોત્કૃષ્ટ આરાધન
કરવામાં તત્પર એવા જીવોની પરંપરા અનાદિની છે તેમ મધ્યમ અને જધન્ય આરાધનાવાળાની પરંપરા પણ અનાદિની રહે. આ બધી વસ્તુ વિચારતાં જીનેશ્વર ભગવાન જે ઉત્કૃષ્ટ આરાધનાના ફલરૂપ છે તથા આચાર્યાદિ ગુરૂમહારાજ કે જેઓ ત્રિવિધ આરાધનાના માર્ગમાં પ્રવર્તેલા છે અને આત્માની નિર્મળતાના સાધન તરીકે ઉપયોગમાં લેવાતો મોક્ષમાર્ગ જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સભ્યશ્ચારિત્ર એ ત્રણ સ્વરૂપ છે જે એવો અને હિંસા, જાઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહાદિ પાપોથી નિવર્તવારૂપ તે પણ અનાદિનો છે.
ધર્માધર્મ અનાદિ હોવાથી પુણ્યપાપ પણ અનાદિના છે.
વાચકવૃંદે આ વસ્તુ બારીકાઇથી સમજવાની છે કે પુણ્ય કે પાપ કે ધર્મ કે અધર્મ વસ્તુરૂપે કોઇના બનાવેલા નથી, કેમકે પુણ્ય કે પાપ ધર્મ કે અધર્મરૂપી વસ્તુ જો નવી બનેલી હોય તો તે પુણ્યપાપ આદિ બનવાની પહેલાં હિંસા આદિક નહિં કરનારને પણ પાપ લાગી જતું હતું અને અધર્મ થઇ જતો હતો એમ માનવું પડે અને સાથે સાથે હિંસાદિ કરનારને પણ પાપ અને અધર્મ લાગતો જ નહોતો એમ માનવું પડે, વળી એવી જ રીતની માન્યતા કોઇપણ સમજુ કોઇપણ કાળે યુક્તિને સમજનારો હોય તો ધરાવી શકે નહિ, અને જ્યારે આવી રીતે વસ્તુસ્થિતિ છે તો યુક્તિને સમજનારાઓએ એ માનવું જ જોઇશે કે હિંસાદિના પરિહારમાં અનાદિથી જ ધર્મપણું રહેલું છે અને
તા. ૨૩-૭-૧૯૩૭
હિંસાદિકના આચરણમાં અનાદિથી અધર્મપણું રહેલું જ છે, અને આવી રીતે પુણ્ય પાપ ધર્મ અધર્મને અનાદિ માનવાથી દેવ અને ગુરૂ નામના બે તત્વો પણ અનાદિના માનવા જ પડે. જીનેશ્વરો વસ્તુના બનાવનારા નથી હોતા, પણ બતાવનારા હોય છે.
આ જગા પર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દીપક અગર સૂર્ય જેવી પ્રકાશક વસ્તુ દૃશ્ય એવા પદાર્થને બતાવનાર હોય છે, પણ બનાવનાર હોતી નથી, તેવી જ રીતે જૈનશાસનના હિસાબ પ્રમાણે પુણ્ય પાપ ધર્મ કે અધર્મ જેવી અનાદિકાળથી સ્વભાવે સિદ્ધ વસ્તુ ભગવાન જીનેશ્વરો બનાવનારા નથી, પણ બતાવનારા છે. યાદ રાખવું કે અહિં ધર્મને બનાવનારા નથી પણ બતાવનારા છે એમ જે કહેવાય છે તે હિંસાદિક વગેરેના ત્યાગરૂપ આચરણમાં ધર્મપણાનો સ્વભાવ તેઓ અવિધમાન હોય તો પણ ઉત્પન્ન કરતા હોય અને તેથી બનાવનાર બનતા હોય તેમ બનતું નથી. પણ હિંસાદિકના પરિહારનું આચરણ કરવું તે રૂપ જે ધર્મ તેને તો તે સંપૂર્ણપણે બનાવનારા એટલે ધર્મના આચરણને સંપૂર્ણપણે કરનારા છે. તેથી પોતાના આત્મામાં ધર્મને બનાવનારા છે એમ માનવામાં અડચણ નથી, પણ તે હિંસાદિના પરિહારના આચરણમાં ધર્મનો સ્વભાવ ન હોય અને તેને બનાવી દેવો એવા રૂપે ધર્મને બનાવનારા ભગવાન જીનેશ્વરો હોય તેમ નથી જ. ધર્મને બતાવનારા જે બને છે તે પણ ધર્મનું સ્વરૂપ કે જે કેવલ અતીન્દ્રિયદર્શીઓથી ગમ્ય હોય છે. કારણ કે તે ધર્મ પુદ્ગલના વિકાર કે પુદ્ગલસ્વરૂપે નથી, કિન્તુ તે કેવલ આત્માની પરિણતિરૂપ અને તે પરિણતિની શુદ્ધતાને અંગે આવતા કર્મના રોકાણરૂપ સંવર અને આવેલા કર્મના નાશરૂપ જે છે તે નિર્જરા સ્વરૂપ હોવને લીધે પરમકૈવલ્યને ધારણ કરનારા મહાત્માઓથી જ તે જાણી શકાય છે. આ બધી હકીક્ત વિચારતાં સુજ્ઞપુરૂષોને જરૂર એ વાત કબુલ