________________
શ્રી સિદ્ધચક્ર
૪૫૧
નથી. તમે સામે મળી જાઓ અને તમારી દૃષ્ટિ ન હોય તો તે તમારી નજર તળેથી છટકી જવાનો પણ પ્રયત્ન કરે છે, કેમકે સામે મળશે તો ઉઘરાણી કરશે. અલબત્ત સામાનું દુઃખ સમજીને તેના દુઃખમાં ભાગ લઇને તમારે મદદ કરવી એના જેવું બીજું એકે કાર્ય નથી. પરંતુ તમારી એવી દૃષ્ટિ ન હોય અને તમે પૈસા પાછા લેવાની શરતે જ જો સામાને મદદ કરો તો તમારી એ મદદ પરિણામ એવું લાવે છે કે બન્ને મિત્રોમાં કલેશ જ ઉભો થવા પામે. ત્રીજી નીતિશાસ્ત્રની આજ્ઞા.
મિત્રોની મિત્રતા ટકાવી રાખવી હોય તો નીતિશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે વેપારી વેપારીઓ એક બીજાને ઘેરે જાય અને જો ઘરધણી ન મળે તો તેમણે ઘરધણીની ગેરહાજરીમાં તેની સ્ત્રીની સામે પણ ન જોવું જોઈએ. આવી રીતનું ઔદાર્ય હોય તો જ મિત્રતા ચીરંજીવી થાય છે. નહિ તો થાય નહિ. આપણી બંનેની ગાઢમિત્રતા લોકોની આંખમાં ખૂંચે છે, અને તેઓ આપણી મિત્રતા તૂટી જાય અને આપણે ખૂબ લડીયે એમ ઈચ્છે છે, પરંતુ હું તો આપણી મિત્રતા ટકાવી રાખવા માંગું છું, અને તેથીજ હું તારા આ કામમાં વચ્ચે પડવા માંગતો નથી. સોનીના આવા બગભગતીયા વચનો સાંભળી આપણા વાણીયા ડાહ્યા થયા. તેણે કહ્યું, “દોસ્ત! તારી વાત તો સોએ સો ટકા સાચી છે, પરંતુ તું કહે છે એવું અભણ અજ્ઞાનીઓમાં અને કાચાકાનવાળામાં જ બને હું કાંઇ એવો કાચાકાનવાળો નથી કે તારો બીજાને મોઢે દોષ સાંભળી તારી સાથે હું લડી પડીશ ! માટે ગમેતેમ કરીને તારે મારું આટલું કામ તો જરૂ૨ કરવું જ પડશે ! પેલો વાણીયો જેમ જેમ આગ્રહ કરે તેમ તેમ પેલા સોનીભાઈ તો ઉંચા ઉંચા થાય અને આઘેના આઘે બેસે ! સોનીભાઈ ના ની ના કહેતો જાય તેમ વાણીયો વધારે અને વધારે ખેંચતોજ જાય !
તા. ૨૩-૭-૧૯૩૭
હંઅ ! સાપ પકડાયો.
આખરે સોનીભાઈની ખાતરી થઈ કે હવે બરાબર સાપ પકડાયો છે. ભાઈને મારા પર પૂરો વિશ્વાસ બેઠો છે અને તેના મનમાં મારા કાર્ય વિષે શંકા આવવાની નથી. હવે સોનીભાઈ પીંગળ્યા જેવા થઈ તેણે કહ્યું, “જો ભાઈ આ કામમાં પડવાની મારી તો જરાય ઇચ્છા નથી, પરંતુ તું ઘણુંજ ખેંચે છે ત્યારે નિરૂપાય છું ! એક તરફ દુનિયા છે, પણ બીજી તરફ તારો સ્નેહ છે” કાલે સોનું લાવીને ઘેર આપી જજે. સોનીભાઈએ હા પાડી એટલે વાણીયાજી તો રાજી રાજી થઈ ગયા. બીજે દિવસે
વહેલા વહેલા બજારે ગયા, સોનું આપ્યું અને સોનીભાઈને આપી દીધું. સોનીએ તો પહેલેજ દહાડેથી ઠગવિદ્યા ચલાવવા માંડી. તેણે સોનાની મોહનમાળા તૈયાર કરવા માંડી, તે જ સાથે પીત્તળની મોહનમાળા તૈયાર કરવા માંડી. બંનેના ઘાટ સરખા, આકાર સરખા અને રૂપ રંગ સરખા! એવો સરસ માલ બનાવ્યો કે કોઇને બંને મોહનમાળા સાથે મૂકી હોય, તો સાચી કઇ છે અને જુઠી કઇ છે તેની ખબર જ ન પડે ! મોહનમાળા તૈયાર થઇ રહી એટલે સોનીએ વાણીયાને સંદેશો કહેવડાવ્યો કે તમારો માલ તૈયાર છે માટે આવીને લઇ જાઓ.
તારો અવિશ્વાસ નથી.
વાણીયો આવ્યો. મોહનમાળા તો એવી સરસ હતી કે જોતાં વાર જ વાણીયા ભાઈ તો ખૂશ ખૂશ થઈ ગયા. સોનીએ વાણીયાને મોહનમાળા આપીને કહ્યું કે, જાઓ હવે તમારો આ માલ ચાર ચોકસીઓને બતાવી આવો અને તેના સાચા જુઠાની પરીક્ષા કરાવી આવો. વાણીયો કહે, અરે દોસ્ત ! મને કાંઇ તારી અણપતી જ છે? હું તને સારી રીતે ઓળખું છું. પછી વાંધો શું છે. મારો તારા પર વિશ્વાસ છે. સોની કહે, ના ! એવું હોય તો આપણે માલ આપવો નથી. સોનાના પૈસા